Academics

શાળા એ બાળકના સર્વાંગી વિકાસનું સગવડતા ભર્યુ માધ્યમ છે. આ માધ્યમ દ્રારા બાળક જીવનમૂલ્યો,સામાજિક દ્રષ્ટિકોણ તેમજ રાષ્ટ્રહિત અને પારિવારિક સંબંધોનું મૂલ્ય કરતાં.તેનો આદર કરતાં શીખે એ જરૂરી છે.

આ જહેતુસર વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન – ઉત્રાણ સતત પ્રયત્નશીલ છે. આ શાળાના એકેડેમીક સ્ત્રોત જેવા કે.

  • દર સોમાવારે વિદ્યાર્થીના અભ્યાસ રીલેટેડ માહિતી માટે યુનિટ ટેસ્ટ લેવામાં આવે છે.
  • શાળામાંથી વિધાર્થી માટે બાહ્ય પરીક્ષાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા તેમજ જવાહર નવોદય અને અન્ય પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીને તૈયાર કરી સ્પર્ધા માટે મોકલવામાં આવે છે.
  • શાળામાં બાળકો દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ થી શિક્ષણવધુ સચોટ બને તે હેતુથી પ્રોજેક્ટર ની સુવિધા છે.
  • વિધાર્થીઓ અભ્યાસ અંતર્ગત વાંચન ઉપરાંત ઈત્તર વાંચન માટે શાળામાં ‘લાઈબ્રેરી’ પણ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ યુગમાં વાંચન માટે પ્રેરાય તે માટે આ ઉત્તમ માધ્યમ છે.
  • વર્ગમાં વિદ્યાર્થીઓ નાટક,અભિનય તેમજ પ્રેક્ટીકલ નિદર્શન દ્રારા અભ્યાસમાં રસ-રૂચિ કેળવે છે.

શિક્ષણ ના વ્યાપ સાથે વિદ્યાર્થીને મળતી સુવિધા પણ ખુબજ અસરકારક પરિબળ છે. શાળામાં વિદ્યાર્થી ને અનુકૂળ તેમજ શિક્ષણને અનુરૂપ સુવિધા હોવી જરૂરી છે. આ વિચાર સાથે અમારી શાળામાં શિક્ષણ તેમજ વિદ્યાર્થી ને અનુરૂપ ફેસિલિટી ઉપલબ્ધ છે જેવી કે,

Classroom

વર્ગખંડ એ એક મહત્વપૂર્ણ પરિબળ છે જે વિદ્યાર્થીના શિક્ષણ પર નોંધપાત્ર અસર કરે છે. આને ધ્યાનમાં રાખીને, વર્ગખંડ યોગ્ય વેન્ટિલેશન અને વિદ્યાર્થીઓની ઊંચાઈને અનુરૂપ બેન્ચથી સજ્જ છે. ભારતનું ભવિષ્ય શાળાના વર્ગખંડોમાં ઘડાય છે, અને આ દ્રષ્ટિકોણને અર્થપૂર્ણ બનાવવા માટે, વિદ્યાર્થીઓને આરામદાયક અને અનુકૂળ શિક્ષણ વાતાવરણ પૂરું પાડવું જરૂરી છે. તેથી, વિદ્યાર્થીઓની શારીરિક અને શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે વર્ગખંડો હવાદાર અને યોગ્ય રીતે સજ્જ હોય તેની ખાતરી કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

Computer Lab

શાળા માં અદ્યતન કમ્પ્યુટર લેબ છે જેમાં ૭૦ કમ્પ્યુટર ઉપલબ્ધ છે.૨૧મી સદીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. આ ટેકનોલોજીની સદીમાં નવા આઈડિયા, નવું નોલેજ મેળવવા માટે મોબાઇલ, ટેબલેટ, લેપટોપ અને કમ્પ્યુટર નો ઉપયોગ દિવસે-દિવસે વધતો જાય છે. આ ટેકનોલોજી સાથે કદમ મિલાવવા શાળામાં અધ્યતન એવી કમ્પ્યુટર ની બે લેબ ચાલે છે જેમાં ૭૦-૭૦ કમ્પ્યુટર ઉપલબ્ધ છે.

Audio Visual Room

દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ થી વિદ્યાર્થી નું શિક્ષણ વધુ અસરકારક બને તે હેતુથી પ્રોજેક્ટર રૂમ પણ શાળા માં ઉપલબ્ધ છે. કહેવાય છે કે વિષયવસ્તુ વાંચવા કે ગોખવાથી યાદ નથી રહેતું તે જોવાથી કે ગાવાથી સરળ રીતે યાદ રાખી શકાય છે. આ હેતુને ચરિતાર્થ કરવા માટે શાળામાં દ્રશ્ય –શ્રાવ્ય માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે ઓડિયો વિઝયુઅલ રૂમની સુવિધા ઉપલબ્ધ છે.

Library

વિધાર્થી તેમજ શિક્ષકો અભ્યાસ સિવાય ઈત્તર વાંચન માટે પ્રેરાય તે હેતુ સાથે શાળામાં લાઇબ્રેરી રૂમ પણ છે.પુસ્તકોની મૈત્રી એ સૌથી સારી મૈત્રી છે. આ મૈત્રી નિભાવવા સારા પુસ્તકોની જરૂર પડે છે અને પુસ્તકો લાઇબ્રેરીમાં રાખવામાં આવે છે. જેથી કરીને અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ,શિક્ષકો અને વાલીઓ ઈત્તર વાંચન માટે પ્રેરાય આવા સરસ હેતુથી શાળાના બિલ્ડીંગમાં અધ્યતન લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Conference Hall

વિદ્યાર્થીના વિવિધ પ્રોગ્રામ માટે તેમજ સેમિનાર માટે શાળામાં આધુનિક સુસજ્જતા વાળો કોન્ફરન્સ હોલ પણ છે. વિદ્યાર્થીઓના વિવિધ પ્રોગ્રામ તેમજ વાલીઓ, શિક્ષકો માટેના સેમીનાર, વર્કશોપ અને સ્પર્ધાઓ માટે પ્રોજેક્ટર અને AC થી સજ્જએવો મસ્ત મોટો કોન્ફરન્સ રૂમ પણ ઉપલબ્ધ છે.

Breakfast for Pre-primary Students

નાસ્તો એ બાળકોના સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ ભોજન છે. તે માત્ર શીખવા માટે જ નહીં પરંતુ શારીરિક અને માનસિક શક્તિના નિર્માણ માટે પણ જરૂરી છે. નિયમિત ખાવાની આદતોને પ્રોત્સાહન આપવા અને યોગ્ય પોષણ સુનિશ્ચિત કરવા માટે, બાલ ભવન વિભાગના નાના બાળકોને નાસ્તો આપવામાં આવે છે. બાળકોની રુચિઓ અને સ્વાસ્થ્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પૌષ્ટિક ખોરાક પીરસવામાં આવે છે, જેથી તેમને વિટામિન, ખનિજો અને આયર્ન જેવા જરૂરી પોષક તત્વો મળીરહે.

Routine Health check-ups

“જેનુ મન સ્વસ્થ તેનું તન સ્વસ્થ”. શરીર તંદુરસ્ત હોય તો માનવ કોઈ પણ કાર્ય કરી શકે.આજના આ યુગમાં હેલ્થ એ મહત્વની બાબત છે. બાળક કોઈને કોઈ શારિરીક,માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે શાળામાં દરેક બાળકનો હેલ્થ ચેક-અપ કરવામાં આવે છે.અને તેને હેલ્થ અવરનેસ માટેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે.

Parent Seminar

માતાપિતા માટે નવી વસ્તુઓ શીખવા, પોતાને વિશે વધુ સારી સમજ મેળવવા અને બદલાતા સમયને અનુરૂપ બનાવવા માટે વિવિધ સેમિનારો યોજવામાં આવે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને માનસિક સ્વાસ્થ્યના પડકારોને દૂર કરવા માટે સેમિનારો પણ યોજવામાં આવે છે, જે માતાપિતા અને બાળકો બંનેને માર્ગદર્શન અને ટેકો પૂરો પાડે છે.

Parents-Teacher Meeting

આજના આધુનિક સમયમાં, બાળકના સર્વાંગી વિકાસમાં માતા-પિતા શાળાઓ અને શિક્ષકો જેટલી જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષણના આ વિકાસશીલ યુગમાં, દર મહિનાના અંતે માતાપિતાને તેમના બાળકની શૈક્ષણિક પ્રગતિ વિશે માહિતગાર રાખવા માટે વાલી-શિક્ષક બેઠકનું આયોજન કરવામાં આવે છે. આ બેઠકો દરમિયાન, બાળકના વ્યક્તિત્વ, શૈક્ષણિક પ્રદર્શન, હસ્તાક્ષર અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગીદારી અંગે માતાપિતા સાથે ચર્ચા કરવામાં આવે છે. વધુમાં, શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓથી માતાપિતાને વાકેફ રાખવા અને તેમાં સામેલ કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

Student Seminar

વિદ્યાર્થી સમયના બદલાવ સાથે કંઇક નવું જાણે ,સમજે અને પોતાના વ્યક્તિત્વ વિશે સમજે તે માટે વિદ્યાર્થી માટે વિવિધ સેમીનાર નું આયોજન કરવામાં આવે છે . આ ઉપરાંત વિદ્યાર્થી ના શિક્ષણ તેમજ માનસિક પ્રશ્નો ના ઉકેલ માટે ના પણ સેમીનાર યોજવામાં આવે છે.

Student Teacher Counselling

સમયનો સદઉપયોગ કરી પોતાના કિમતી સમયનું આયોજન કરી તેમજ દરેક કલાક – મિનિટ નો ઉપયોગ કરી પોતાના અભ્યાસલક્ષી આયોજન કરી શકાય તે અંતર્ગત ‘ ટાઇમ મેનેજમેન્ટ’ વિષય પર કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તદુપરાંત પોતે જ પોતાના વર્ગ નું વાતાવરણ કઈ રીતે સુધારી , પોતાના અભ્યાસમાં તેમજ લાઇફમાં કઈ રીતે આગળ વધી શકાય તે અંતર્ગત પણ વિદ્યાર્થીઓ માટે સમયાંતરે કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

Teacher Training Programs

શાળાના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો નો ઉકેલ , તેનો યોગ્ય જવાબ આપવા માટે શિક્ષકો અગાઉથી તાલીમબદ્ધ બની યોગ્ય ઉકેલ આપી શકે તે માટે વર્ગમાં ઉદ્દભવતા પ્રશ્નો અને તેનો ઉકેલ માટે ટીચર ટ્રેનીંગ ,સેમીનાર તેમજ પ્રેક્ટીકલ રીતે માહિતગાર કરવામાં આવે છે . આ ઉપરાંત ‘ટીમવર્ક’ થકી કાર્યો કેવી રીતે સરળ અને સફળ બની શકે તે માટે ટીચર ટ્રેનીંગ કરવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષકો માટે યોગા ટ્રેનીંગ , સ્પોકન ઈંગલીશ ,તેમજ કમ્પ્યુટર ટ્રેનીંગ પણ શાળામાં કરાવવામાં આવે છે.

Parents Competitions

દરેક વ્યક્તિ પાસે કેટલીક છુપાયેલી પ્રતિભા હોય છે. આ ક્ષમતાઓને ઉજાગર કરવામાં અને પ્રદર્શિત કરવામાં મદદ કરવા માટે, વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. વધુમાં, માતાપિતાને તેમના પોતાના હિતોનું અન્વેષણ કરવા અને તેનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે, તેમના માટે સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે. “બેસ્ટ ફ્રોમ વેસ્ટ” ડ્રોઇંગ કોમ્પિટિશન, રસોઈ સ્પર્ધાઓ અને વધુ જેવી ઘટનાઓ વિદ્યાર્થીઓ અને માતાપિતા બંનેમાં સર્જનાત્મકતા અને ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે.