કલામહાકુંભ-૨૦૨૧ (જિલ્લાકક્ષા)
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે તા. ૦૯-0૨-૨૦૨૨ ના રોજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમતગમત અધિકારી, સુરત દ્વારા સંચાલિત કલામહાકુંભ-૨૦૨૧ જિલ્લાકક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કલામહાકુંભમાં સમગ્ર સુરત શહેરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના વિદ્યાર્થીએ વયજૂથ ૧૫ થી ૨૦ વર્ષમાં નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ૬ થી ૧૪ વર્ષમાં લોક નૃત્યમાં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતુ તેમજ સમૂહ ગીતમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું તથા ૧૫-૨૦ વિદ્યાર્થીનીઓએ રાસમાં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ગરબામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી ગજેરા વિદ્યાભવનનું નામ રોશન કરેલ છે. જે બદલ વિદ્યાર્થીઓ અને જેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કોચશ્રીઓને શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ તથા તમામ વિભાગના આચાર્યશ્રીઓ તેમજ સમગ્ર શાળા પરિવાર ખૂબ-ખૂબ અભિનંદન પાઠવે છે.
બજેટ વિશે લાઈવ ટોક શો
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે તા. 05/02/2022ના રોજ ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર દ્વારા બજેટ 2020-23 માટે લાઈવ ટોક શોનું આયોજન કર્યું હતું. જેમાં ધોરણ-11 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે સહભાગી બની બજેટ 2022 શું છે? એની માહિતી મેળવી હતી.
આ ટોક શોમાં બજેટ શું છે ? અને બજેટ ને લગતા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી હતી અને 1 ફેબ્રુઆરી, 2022ના દિવસે દેશના કેન્દ્રીય નાણાંમંત્રી સુશ્રી નિર્મલા સીતારામણ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં દેશના નાગરિકો અને ઔધોગિક એકમો માટે કેવી યોજનાઓ આપવામાં આવી અને આવનારું નાણાંકિય વર્ષ આપણાં દેશ માટે કેવી આર્થિક વૃદ્ધિ અને વિકાસ લઈને આવનારું છે, તેનાં વિશે ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે ચાર્ટડ એકાઉન્ટના ક્ષેત્રમાં કાર્યરત અમદાવાદ સ્થિત કૈવલ શાહ એન્ડ કંપનીના કો-ફાઉન્ડર અને CEOએ ઉપસ્થિત રહી શાળાના ધોરણ-11ના વિદ્યાર્થીઓ સાથે બજેટ 2022-23 અંગેની ચર્ચા કરી હતી.
આમ, આ વિશિષ્ટ પ્રકારનો લાઈવ ટોક શો યોજવા બદલ ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર ઉપસ્થિત તજજ્ઞશ્રી અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.
વિશ્વ કેન્સર દિવસ (ટોક શો)
તા. 04/02/2022 ને શુક્રવારના રોજ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ દ્વારા સુરતની ખ્યાતનામ ભરત કેન્સર હોસ્પિટલના ઓનકોલોજી સર્જન ડો.આકાશ વાઘાણી સાહેબ અને આજ હોસ્પિટલના ઓનકોલોજી અને કિમોથેરાપી નિષ્ણાંત ડૉ.અંકિત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સમાજના લોકોમાં કેન્સરને લગતી જાગૃતતા આવે, તેમજ કેન્સર અને તેની સારવારને લગતાં જે મૂંઝવતા પ્રશ્નો છે, તેની માહિતી આજના સમાજ સુધી પહોંચે તે માટે એક સુંદર ટોક શો યોજી વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી હતી.
આ ટોક શોનું આયોજન શાળાના આચાર્યશ્રી ડૉ.રિતેશ અગ્રવાલના માર્ગદર્શનમાં અને સંચાલન શાળાના વિદ્યાર્થીઓ આલગિયા વિધિ અને ગજેરા ધૃવિલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટોક શો યોજવા બદલ અને ટોક-શોમાં ઉપસ્થિત રહી લોકોને જાગૃત કરવા બદલ ઉપસ્થિત મહાનુભાવો અને ભાગ લેનાર સૌને ગજેરા ટ્રસ્ટ અને ગજેરા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
તા. 04/02/2022 ને શુક્રવારના રોજ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ દ્વારા સમાજના લોકોમાં કેન્સરને લગતી જાગૃતતા આવે, તેમજ કેન્સર અને તેની સારવારને લગતાં જે મૂંઝવતા પ્રશ્નો છે, તેની માહિતી આજના સમાજ સુધી પહોંચે તે માટે એક સુંદર ટોક શો યોજી વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી હતી.
ગાંધી નિર્વાણ દિન
ઉત્રાણ સ્થિત ગજેરા વિદ્યાભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ તા. ૩૦/૦૧/૨૦૨૨ નાં રોજ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ટ્રસ્ટ દ્વારા નિર્માણીત અદ્યતન સ્ટુડિયોમાં ભારતને આઝાદી અપાવવા અર્થે ગાંધીજી દ્વારા થયેલ વિવિધ બનાવોને નાટક સ્વરૂપે રજૂ કરી ભારતના વીર સપુત ગાંધીજીને યાદ કરી સાચા અર્થમાં ગાંધી નિર્વાણ દિનની અનોખી રીતે ઉજવણી કરી હતી.
૭3માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિમાં દેશના ૭૩માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની આ મહામારીની સમસ્યા હોવા છતાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ શાળાના આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ, શિક્ષકગણ તથા શાળાના ધોરણ- ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી આપણા દેશના સ્વતંત્રતા સેનાનીઓ અને ભારતને ગૌરવવંતુ બનાવનાર તેમજ દેશ માટે પોતાના જીવન સમર્પિત કરનાર વીર સપૂતોને યાદ કરી પ્રજાસત્તાક પર્વની નવી આશા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન અને રાષ્ટ્રીય ગાનના કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. આ પરેડની વિશેષતા એ હતી કે તેમાં વિદ્યાર્થીઓની સાથે શાળામાં સુનિતા મેકર્સ અંતર્ગત કાર્ય કરતી અટલ ટેન્કરિંગ લેબ દ્વારા તૈયાર થયેલ રોબોર્ટ્સ પણ આ પરેડમાં સામેલ થયા હતાં. તો આ ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમત-ગમત અને અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પણ પરેડમાં જોડાયા હતાં. તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કલાત્મક કૃતિઓ રજૂ કરી સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી દેશની રક્ષા માટે શહીદ થયેલા વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી આજના દિવસની ઉજવણી કરી હતી.
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2020-21
ગત વર્ષ ૨૦૨૦-૨૧ માં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ગુજરાત રાજ્ય દ્વારા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તે અંતર્ગત ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ગુજરાતી માધ્યમ માધ્યમિક વિભાગના ૪૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી શાળાના ૧૦ વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા શક્તિ અને કુનેહ શક્તિથી માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા સફળ રીતે પૂર્ણ કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ૧૦૦૦ વિદ્યાર્થીઓમાં પસંદગી પામી શિષ્યવૃત્તિ મેળવવાને પાત્ર રહ્યા છે. તો આ તમામ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી શ્રી ચૂનીભાઈ ગજેરા સાહેબ, શ્રી કિંજલબેન ચુનીભાઇ ગજેરા અને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
વિદ્યાર્થીઓએ અલ્ટ્રાસોનિક રડાર સિસ્ટમ વિકસાવી.
વિશ્વના કોઈ પણ દેશની પ્રથમ જવાબદારી તેની સરહદ સુરક્ષાની હોય છે. સુરક્ષાની આ પરિસ્થિતિઓમાં પ્રતિબંધિત વિસ્તાર પર નજર રાખવા અને દુશ્મન દેશના હવાઈ હુમલાથી બચવા માટે કોઈપણ દેશ સરહદ પર રડાર સિસ્ટમ ગોઠવતા હોય છે. આ સિસ્ટમનો એકમાત્ર હેતુ એ છે કે માનવશ્રમ રાખવો ખૂબ જ ખર્ચાળ છે અને 24×7 વિસ્તાર પર નજર રાખીને તે શક્ય પણ નથી. આથી સરહદ પર અનઅધિકૃત માનવ /પ્રાણીઓ અથવા વસ્તુ શોધવાની સિસ્ટમ માટે અલ્ટ્રાસોનિક રડાર પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવે છે.
આ પ્રકારના જ નવીન સંશોધનથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય અને તેનો પરીચય મેળવે તે માટે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે સુનિતા મેકર્સ અંતર્ગત ચાલતાં અટલ ટીકરીંગ લેબના માધ્યમથી શાળાના ધોરણ-9ના વિદ્યાર્થીઓ બાબરિયા વાસુ અને ભરોડિયા મનીષ દ્વારા મેન્ટર મિલન પરમારના માર્ગદર્શનમાં અલ્ટ્રાસોનિક રડાર સિસ્ટમ વિકસાવી હતી. વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી ટેક્નોલોજીની સમજ અને આવડતના બળે વિદ્યાર્થીઓએ જ જુદી જુદી ટેકનોલોજીના માધ્યમથી આ રડાર સિસ્ટમનું નિર્માણ કર્યું હતું.
આ અલ્ટ્રાસોનિક રડાર સિસ્ટમ બનાવવા બદલ ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર અટલ ટીકરીંગ લેબ ના કો-ઓર્ડિનેટર અને માર્ગદર્શક તેમજ રડાર બનાવનાર બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવે છે.
વિદ્યાર્થીઓએ લર્નિંગ એપ્લિકેશન બનાવી
Necessity is the mother of invention – Plato
કોરોનાની મહામારીના સમયે જ્યારે બધી જ શૈક્ષણિક સંસ્થાઓ બંધ હતી અને વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવા માટે મૂંઝવણ અનુભવતા હતા તેવા સમયે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ માટે તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસમાં મદદરૂપ બની શકે. જેમ કે, કોઈ વિદ્યાર્થી શાળાએ રજા રાખે છે અથવા તો કોઈ વિદ્યાર્થી ક્લાસમાં ઉપસ્થિત રહી શકતો નથી. તેવા સમયે વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુકશાન ન થાય અને તે બીજા વિદ્યાર્થીઓથી પાછળ ન રહી જાય તે માટે શાળાના ધોરણ-9 વિદ્યાર્થીઓ વાકડિયા યુગ અને કાત્રોડિયા યુગ દ્વારા મેન્ટર મિલન પરમારના માર્ગદર્શનમાં શાળા ખાતે આવેલી સુનિતા મેકર્સના અંતર્ગત અટલ ટીકરીંગ લેબના માધ્યમથી લર્નિંગ એપ્લીકેશન બનાવવામાં આવી હતી. જેનાથી તેમાં રહેલ પીડીએફ તેમજ ઓડિયો-વિડીયો ફાઇલ દ્વારા વિદ્યાર્થીઓ પાછળથી અભ્યાસ કરી શકે અથવા અભ્યાસક્રમનું રિવિઝન કરી પરીક્ષામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકે તે માટે શાળાના વિદ્યાર્થીઓએ પોતાની વિશિષ્ટ કળા દ્વારા આ એપ્લિકેશનનું નિર્માણ કર્યું હતું.
આ એપ્લિકેશન બનાવવા બદલ ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર અટલ ટીકરીંગ લેબના કો-ઓર્ડીનેટર અને માર્ગદર્શક તેમજ એપ્લિકેશન બનાવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.
વિદ્યાર્થીઓનું વેકસીનેશન
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શાળાના ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ ૧૦ થી ૧૨ના કુલ 700 વિદ્યાર્થીઓએ જેમાં 315 વિદ્યાર્થીઓ અને 305 વિદ્યાર્થીનીઓને રસીનો પ્રથમ ડોઝ આપી સુરક્ષા કવચ પુરુ પાડવામાં આવ્યું હતું. સમગ્ર વિકસીનેશનનું આયોજન સરકારીની ગાઈડલાઈન મુજબ સુરત મહાનગરપાલિકાના સહયોગથી કરવામાં આવ્યું હતું.
શાળા કક્ષાએ વેકસીનેશન કેમ્પનું આયોજન કરી વિદ્યાર્થીઓને કોરોનાની સામે રક્ષણ મળી રહે અને કોરોનાની મહામારીથી વિદ્યાર્થીઓ સુરક્ષિત થાય તેવા શુભ આશય સાથે ભારત સરકાર, ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફ્રી વેકસીનેશનનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, તે બદલ ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર સર્વને અભિનંદન પાઠવે છે અને શાળાના તમામ વિદ્યાર્થી તરફથી આભાર વ્યક્ત કરે છે.
સાંકેતિક ભાષા
મુંબઈ સ્થિત કારુળકર પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘સંપૂર્ણ સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને ‘સાંકેતિક ભાષા’ વિશે માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સાંકેતિક ભાષા શીખવવામાં આવી હતી.
આપણે ત્યાં જે મૂક-બધિર બાળકો કે વ્યક્તિઓ છે તેમની માટે સાંકેતિક ભાષાએ માતૃભાષા છે. આથી જ વિદ્યાર્થીઓ આપણાં સમાજમાં રહેતાં મૂક-બધિર વ્યક્તિઓ સાથે જરૂરી સંવાદ કરી શકે તે માટે વિદ્યાર્થીઓને રોજિંદા વ્યવહારમાં જરૂરી સાંકેતિક ભાષા તદઉપરાંત અઠવાડિક દિવસના નામો, બાર માસના નામો, એક થી દસ અંક સંખ્યાઓ વગેરે વિદ્યાર્થીઓને શીખવવામાં આવી હતી. તેમજ આપણાં રોજિંદા જીવનમાં આ સાંકેતિક ભાષા કેટલી મહત્વની છે તેનાં વિશે જણાવ્યું હતું.
આમ, ‘સંપૂર્ણ સંવાદ’ નામના કાર્યક્રમના આયોજન બદલ ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર ‘ કારુળકર પ્રતિષ્ઠાન’ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
પક્ષી બચાવો, પર્યાવરણ બચાવો
14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે પક્ષીઓ અને પર્યાવરણ સૃષ્ટિને નુકશાન ન થાય તે આપણાં સૌની જવાબદારી છે. આ જવાબદારીના ભાગરૂપે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ONE HAPPINESS SAY NO TO KITES, SAVE BIRDS શીર્ષક સાથે પક્ષી બચાવો, પર્યાવરણ બચાવોને કેન્દ્રમાં રાખી સુરત ખાતેની ‘પ્રયાસ’ સંસ્થા દ્વારા એક જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ઉત્તરાયણના દિવસે પતંગના દોરાથી કઈ રીતે પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે અને જો કોઈ પક્ષી પતંગના દોરામાં ફસાઈ તો કઈ રીતે તેને બચાવી શકાય તેના વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કહ્યું હતું કે No Kites, Save Birds સૂત્રને ધ્યાનમાં રાખી આપણે ઉત્તરાયણનું પર્વ ઉજવીએ. તો અંતે કહ્યું હતું કે તા. 14 અને 15 જાન્યુઆરીના રોજ શાળામાં પતંગના દોરાથી ઘાયલ થતાં પક્ષીઓ માટે પ્રયાસ સંસ્થા દ્વારા કેન્દ્ર શરૂ થનાર છે તેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને તેમ ભાગીદાર બની પક્ષીબચાવો, પર્યાવરણ બચાવો અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
આમ, પક્ષીઓ અને પર્યાવરણને હાનિ ન પહોંચે તે રીતે ઉત્તરાયણનું પર્વ ઉજવીએ અને બીજા લોકોને પણ જાગૃત કરીએ તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર જાગૃતતા સેમિનાર બદલ ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર ‘પ્રયાસ’ સંસ્થાનો આભાર અને સહભાગી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.
વિદ્યાર્થીઓની નવા વર્ષની અનોખી ઉજવણી
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાત મંદ બાળકો અને વૃદ્ધોને અલગ અલગ વસ્તુઓ જેવી કે ફ્રુટ, ચોકલેટ, બિસ્કીટ, નાના બાળકો માટેના રમકડા અને નાની બાળકીઓ માટે જરૂરી વસ્તુઓનું વિતરણ કરી નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
આ પ્રકારના સેવાકીય કાર્ય બદલ ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.
અતિથિ વિશેષ (ટોક શો)
5 વર્ષ માં1200 થી વધુ કાર્યક્રમ માં એંકરિંગ કરી ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં નામ નોધાવેલ તૃપ્તિબેન શાહ નો ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ટોક શો યોજાયો.
ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર દ્વારા ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે મંથન કાર્યક્રમ અંતર્ગત ‘અતિથિ વિશેષ’ નામનો ટોક શો યોજવામાં આવ્યો હતો. જેમાં 5 વર્ષ માં 1200થી પણ વધારે કાર્યક્રમોમાં સફળ રીતે સંચાલન કરી જેમણે એક વિક્રમ સર્જી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ કોર્પોરેટ, સામાજિક, સરકારી, સાંસ્કૃતિક, પ્રોડક્ટ્સ લોન્ચિંગ, વિવિધ એક્ઝિબિશન, લાઈવ પ્રોગ્રામ અને ટી.વી. શો જેવા અનેક ક્ષેત્રોમાં આયોજિત કાર્યક્રમોમાં સફળ એન્કરિંગ દ્વારા એન્કરીંગની દુનિયામાં પોતાનું એક સર્વોચ્ચ અને આગવું નામ કર્યું છે તેવા અતિથિ વિશેષ શ્રી તૃપ્તિબેન શાહ આ ટોક શોમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વિદ્યાર્થીઓને એન્કરીંગ કરતાં હોઈએ ત્યારે કેવાં કેવાં મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? સ્ટેજ પર એન્કરની ભૂમિકા શું હોય? જેવાં અનેક પ્રશ્નો પર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.
આ ટોક શોમાં ઉપસ્થિત રહેવા બદલ શ્રી તૃપ્તિબેન શાહ અને સૌ દર્શકમિત્રોને ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર અભિનંદન પાઠવે છે અને આ ટોક શોમાં ભાગ લેનાર અતિથિ વિશેષ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરે છે.
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી. આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની આ મહામારીમાં આપણે સૌ ઘરમાં હતા ત્યારે સમાજના ઘણાં વીરલાઓએ પોતાના જીવનો વિચાર કર્યા વગર કોરોનાથી પીડિત લોકોના જીવ બચાવવનું અને કોરોના વધુ ન ફેલાઈ તે માટેનું ભગીરથ કાર્ય કરતાં હતાં. તેમાના જ આપણાં કોરોનાના સૈનિકો એવા ડૉક્ટરો, પોલીસ કર્મીઓ, ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડનાં કર્મચારીઓ, એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને આપણાં શહેરને સ્વચ્છ રાખનાર આપણાં સફાઈ કર્મચારીઓનું માન-સન્માન કરવું તે આપણી ફરજ છે. તેમના સત્કાર્યોને કારણે જ આ મહામારીમાંથી બહાર નિકળી શક્યા છીએ. આથી જ ગજેરા વિદ્યાભાવનના વિદ્યાર્થીઓએ આવા તમામ કોરોના વોરિયર્સનું સન્માન કરવાની એક મુહિમ શરૂ કરી અને તે જ મુહિમના ભાગ રૂપે આજે આપણી શહેરના ડૉકટરો, પોલીસ કર્મીઓ, ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડનાં કર્મચારીઓ, એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને સફાઈ કર્મચારીઓને રૂબરૂ મળી તેમને કોરોનાની મહામારીમાં સમાજ માટે કરેલ કાર્ય માટે એક આભારપત્ર અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો.
આ વિશિષ્ટ કાર્ય માટે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર આ તમામ કોરોના વોરિયર્સનો સહૃદય આભાર માને છે અને આ પ્રકારની મુહિમ શરૂ કરનાર તમામ વિદ્યાર્થીઓને ગજેરા વિદ્યાભવનના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ અને તમામ શિક્ષકશ્રીઓ અભિનંદન પાઠવે છે.
ગ્રાહક અધિકાર દિવસ ની ઉજવણી (ટોક શો)
તારીખ ૨૪/૧૨/૨૦૨૧ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં ગ્રાહકને લગતા કાયદાઓ, અધિકારો અને તેના નિવારણ અંગેના પ્રશ્નોને જાણવા અને સમજવા માટે એક સુંદર ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટોક શોમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેનાર સુરત ખાતેના ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી પાર્થભાઈ પટેલને ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.
રાષ્ટ્રીય કિસાન દિવસ (સેમિનાર)
તારીખ 23/12/2019ને ગુરુવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ બાગાયતી ખેતી અને બાગાયતી પાકો વિશે જાગૃત થાય અને માહિતી મેળવે તેવા હેતુ સાથે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર દ્વારા ‘બાગાયતી ખેતીએ આજના યુગની જરૂરિયાત’ શીર્ષક સાથે ધોરણ ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે એક સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમાં સુરત ખાતેના બાગાયતી ભવનના જિલ્લા બાગાયત અધિકારી શ્રી દિનેશભાઈ પડાળીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. જેમને બાગાયતી ખેતી કોને કહેવાય, તેમાં કેવાં કેવાં પાકોનો સમાવેશ થાય, બાગાયતી પાકોની જરૂરિયાત કેમ ઉભી થઇ, દેશ અને દુનિયામાં બાગાયતી પાકોનો હિસ્સો કેટલો છે, બાગાયતી પાકોનું બજાર ગુજરાત તથા ભારતમાં કેવું છે તેમજ બાગાયતી પાકો કેટલા મૂલ્યવર્ધન છે અને તેની નિકાસની તકો કેવી છે. આવા તમામ મુદ્દાઓ પર ખૂબ જ વિસ્તૃત રીતે માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
બાગાયતી ખેતીએ આજના યુગની જરૂરિયાત (ટોક શો)
તારીખ 23/12/2019 ને ગુરુવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ અને દેશના નાગરિકો તેમજ ખેડૂતો બાગાયતી ખેતી અને બાગાયતી પાકો વિશે જાગૃત થાય તેવા હેતુ સાથે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર દ્વારા મંથન કાર્યક્રમ અંતર્ગત ‘બાગાયતી ખેતીએ આજના યુગની જરૂરિયાત ‘ શીર્ષક સાથે સુંદર ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટોક શોમાં સુરત ખાતેના બાગાયતી ભવનના જિલ્લા બાગાયત અધિકારીશ્રી દિનેશભાઇ પડાળીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. જેમને બાગાયતી ખેતી કોને કહેવાય, તેમાં કેવાં કેવાં પાકોનો સમાવેશ થાય, બાગાયતી પાકોની જરૂરિયાત કેમ ઉભી થઇ, દેશ અને દુનિયામાં બાગાયતી પાકોનો હિસ્સો કેટલો છે, બાગાયતી પાકોનું બજાર આપણે ત્યાં કેવું છે તેમજ બાગાયતી પાકો કેટલા મૂલ્યવર્ધન છે અને તેની નિકાસની તકો કેવી છે. આવા તમામ મુદ્દાઓ પર ખૂબ જ વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.
આમ, મંથન કાર્યક્રમ અંતર્ગત આયોજિત ‘બાગાયતી ખેતીએ આજના યુગની જરૂરિયાત’ ટોક શોમાં ઉપસ્થિત તજજ્ઞશ્રી તેમ જ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર શુભેચ્છાઓ પાઠવે છે.
મેથેમેટિક્સ ડે અંતર્ગત ગાણિતિક પ્રશ્નોત્તરી
તારીખ ૨૨, ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસ નિમિત્તે આંતર રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાય છે જેના સંદર્ભે શાળા કક્ષાએ ગાણિતિક પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેના નવા અભિગમો ખીલે એ હતો.
આજની સ્પર્ધામાં અમે કુલ 4 રાઉન્ડમાં વિભાજીત કરી હતી. અને કુલ ચાર ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં અમે ટીમ ૧ નું નામ આર્યભટ્ટ, ટીમ ૨ નું નામ બ્રહ્મગુપ્ત, ટીમ ૩ નું નામ શ્રીનિવાસ રામાનુજન અને ટીમ ૪ નું નામ ભાસ્કરાચાર્ય હતું. દરેક ટીમમાં કુલ છ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ ૮, ૯ અને ૧૦ માંથી બે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ સ્પર્ધાનાં તમામ રાઉન્ડમાં બાળકોને ધોરણ ૮, ૯ અને ૧૦ ના પાઠ્યપુસ્તકોને લગતા સવાલો દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. જેમાં અમે KBC ફોર્મેટની પદ્ધતિ પ્રમાણે રાઉન્ડ ફાળવ્યા હતા. અને દરેક પ્રશ્ન માટે ૬૦ સેકન્ડ આપવામાં આવી હતી. સ્પર્ધાના અંતે જે ટીમ દ્વારા સૌથી વધારે પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા તેમને વિજેતા જાહેર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્વાસ્થ્ય સંવાદ (ટોક શો)
તારીખ 20/12/2019ને સોમવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે હાલમાં દેશ અને દુનિયામાં જે Covid-19 અંતર્ગત ઓમીક્રોમ વાયરસની જે મહામારી ચાલી રહી છે અને આવનારા સમયમાં કેવાં પ્રકારની પરિસ્થિતિઓ નિર્માણ થવાની છે. તેના વિશે આજનો સમાજ અને શાળાના વિદ્યાર્થીઓ તેનાથી માહિતગાર થાય, તેમજ ઓમીક્રોમ વાયરસ વિશે જાગૃતતા આવે તે હેતુ સાથે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર દ્વારા મંથન કાર્યક્રમ અંતર્ગત ‘સ્વાસ્થ્ય સંવાદ’ શીર્ષક સાથે સુંદર ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટોક શોમાં સુરતના જાણીતા અને યુવાન ઇન્ફેક્શન સ્પેશ્યાલીસ્ટ ડૉ. પ્રતીક સાવજ ઉપસ્થિત રહ્યા હતા. જેમને વિદ્યાર્થીઓને ઓમીક્રોમ વાયરસ એટલે શું? તેની અસરકારતા અને તે કેટલો ખતરનાક છે? તેમ જ શાળાએ જતાં વિદ્યાર્થીઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તદુપરાંત કોરોનાની આ મહામારીમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કઈ રીતે થયા અને આપણું સ્વાસ્થ્ય કઈ રીતે તંદુરસ્ત રાખી શકાય, આવા તમામ મિદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સંપૂર્ણ જાણકારી અને માહિતી વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે.
આમ, મંથન કાર્યક્રમ અંતર્ગત આયોજિત ”સ્વાસ્થ્ય સંવાદ” ટોક શોમાં ઉપસ્થિત તજજ્ઞશ્રી તેમ જ ભાગ લેનાર તમામને ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર શુભેચ્છાઓ પાઠવે છે.
કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
મનુષ્યના વિકાસમાં શિક્ષણ અત્યંત આવશ્યક પરિબળ છે. આપણો પ્રાચીન ભૂતકાળ શિક્ષણની બાબતમાં ખૂબ જ સમૃદ્ધ છે. જેમાં વૈદિક શિક્ષણ વ્યવસ્થા એક મહત્વનું પરિબળ રહ્યું છે. તેવી જ રીતે આપણો ભારત દેશ સાંપ્રત સમયમાં સૌથી યુવાન દેશ છે. આથી આપણા ભૂતકાળને નજર સમક્ષ રાખી, વર્તમાનમાં ખૂબ જ પ્રયત્નો કરીને સર્વશ્રેષ્ઠ ભવિષ્યના નિર્માણ માટે યુવાનોનો જે શૈક્ષણિક પ્રવાહ છે, તેનો યોગ્ય માર્ગ તૈયાર કરવો તે આપણા સૌની જરૂરિયાત અને જવાબદારી છે.
આવા જ વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રમાં રાખીને ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના ધોરણ-૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે તારીખ 13 /12 /2021ને સોમવારના રોજ એક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દીનું ઘડતર અને પ્રાપ્ત વિકલ્પોમાંથી મનપસંદ ક્ષેત્રની પસંદગીનો અગત્યનો નિર્ણય લઈ શકે તે માટે પસંદગીની આ પ્રક્રિયામાં અનુભવ, માર્ગદર્શન અને દિશાસૂચન અગત્યનું બની રહે તે હેતુ સાથે ગજેરા શાળા પરિવારના એજ્યુકેશન કો-ઓર્ડીનેટરશ્રી જયેશભાઈ પટેલ સાહેબનું એક કારકિર્દી વિષયક વ્યાખ્યાન યોજાયું હતું.
ઉર્જા અને કલાઈમેન્ટ ચેન્જ વિશે જાગૃતતા કાર્યક્રમ
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગતના ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર સુરત દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ગાંધીનગર ના સહયોગથી તા.07/12/2021ને મંગળવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ઉર્જા અને ક્લાઈમેટ ચેન્જ વિશે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાલ ઉર્જા રક્ષક દળ કાર્યક્રમ અંતર્ગત ચીરસ્થાયી ઉર્જા અને પુનઃ પ્રાપ્ત ઉર્જા વિષે શાળાના બાળકો માટે જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં લોક વિજ્ઞાન કેન્દ્ર સુરતના તજજ્ઞશ્રી જી. એન. કાકડીયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉર્જા અને કલાઈમેન્ટ ચેન્જથી વિશ્વમાં હાલમાં કેવી કેવી અસરો જોવા મળે છે અને તેના કારણે કઈ કઈ સમસ્યાઓ ઉદભવી છે તેના વિશે વિદ્યાર્થીઓ જાણે અને આવનારા ભવિષ્યમાં આ તમામ પડકારો સામે કઈ રીતે લડી શકાય અને તેની અવેજીમાં કેવા પ્રકારની ઉર્જાનો ઉપયોગ શકાય તે માટે વિગતે જણાવ્યું હતું, તો આપણે આબોહવામાં જે ફેરફારો થઈ રહ્યા છે તેને તેના કારણે જે અબોહવાની સાઇકલ તૂટી છે તેને યોગ્ય કઈ રીતે કરી શકી આવી તમામ બાબતો વિશે જાગૃતતા આવે તે માટેનો કાર્યક્રમ યોજાયો હતો.
આ જાગૃતતા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ બદલ ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર સૌને અભિનંદન પાઠવે છે.
નેવી ડે ની ઉજવણી (આપણી સેનાના બે નિવૃત જવાનો સાથે એક ટોક શો)
તારીખ 4 ડિસેમ્બરને નેવી દિનના દિવસે ગજેરા વિદ્યાભવન,ઉત્રાણ ખાતે નેવી દિનની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા મંથન કાર્યક્રમ અંતર્ગત ભારત દેશની સેનાની ત્રણેય પાંખ વિશે એક સુંદર ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેવી દિનનો આ દિવસ નેવી સાથે જોડાયેલા આપણાં દેશના વીર જવાનો માટે ખૂબ મહત્વનો અને ગૌરવશાળી દિવસ છે. આથી જ આ દિવસની ઉજવણી કરવાના ભાગ રૂપે અને વિદ્યાર્થીઓ આપણાં દેશની એરફોર્સ, નેવી અને આર્મી એમ ત્રણેય સેનાથી પરિચિત થાય અને તેનાં વિશે વિગતે જાણકારી મેળવે તેવાં હેતુ સાથે આપણી સેનાના બે નિવૃત જવાનો સાથે એક ટોક શો યોજાયો. જેમાં એરફોર્સના નિવૃત અધિકારી અને કારગિલ યુદ્ધના યોદ્ધા એવા શ્રી હરેનકુમાર ગાંધી અને એવાં બીજા ચીફ એન્જીન રૂમ આર્ટીફીસીયર તરીકે અને ૧૯૭૧ નાં યુદ્ધમાં જેમણે ભાગ લીધો હતો તેવા નિવૃત નેવી ઓફિસર શ્રી જી. એલ. કટારિયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે આપણી ત્રણેય સેનાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. એમને આ ટોક શોમાં આપણી સેનાઓ અને તેના મુખ્યાલય તેમજ તેની કાર્ય પદ્ધતિ વિશે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. તો વધારે વાત કરતાં તેમને સેનામાં ભરતી થવા માટે શું કરવું જોઈએ?, સરકાર દ્વારા સેના માટે કેટલું બજેટ ફાળવવામાં આવે છે? આ આ ઉપરાંત સેના પાસે કેવાં કેવાં હથિયારો છે અને તેનું ઉત્પાદન ક્યાં થાય છે? તથા ભારતીય સેનાનું ભવિષ્ય આવી તમામ માહિતીઓથી વિદ્યાર્થીઓને સમૃદ્ધ કર્યા હતા.
આમ હરહંમેશ દેશ અને દેશ વાસીઓની સુરક્ષા માટે તૈયાર આપણા સૈનિકોને ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર આપણી ત્રણેય સેનાઓના જવાનોનો સહૃદય આભાર માને છે અને નતમસ્તક વંદન કરે છે. તેમજ આ ટોક શોમાં ઉપસ્થિત રહેનાર બંને મહાનુભવોનો ગજેરા વિદ્યાભવનના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ અને તમામ શિક્ષકશ્રીઓ આભાર વ્યક્ત કરે છે.
વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી (ટોક શો)
તા.10/12/2021ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઇ.સ. ૧૯૪૮માં આજના દિવસે સંયુકત રાષ્ટ્ર મહાસભાને દ્વારા માનવ અધિકારને સ્વીકારવાની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ સત્તાવાર રીતે ઇ.સ. ૧૯૫૦માં સંયુક્ત રાષ્ટ્રએ 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરી હતી.
માનવ અધિકાર દિવસની ઉજવણીનો ઉદ્દેશ એ છે કે લક્ષ વિશ્વના તમામ લોકો સુરક્ષિત મહેસૂસ કરી શકે અને ભેદભાવ વિના સ્વતંત્રતાપૂર્વક જીવન જીવી શકે. માનવ અધિકારમાં આરોગ્ય, આર્થિક, સામાજિક અને શિક્ષણનો અધિકાર પણ સામેલ છે. આથી આ તમામ અધિકારો હકકો અને સ્વતંત્રતાને આજના દિવસે જાણવા, સમજવા અને તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના જ સામાજિક વિજ્ઞાનના બે શિક્ષકો શ્રી અશ્વિનભાઈ ચાવડા અને શ્રી મિત્તલબેન ગાબાણી સાથે એક ટોક શોનું આયોજન કરી અનોખી રીતે આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આમ, વિશ્વ માનવ અધિકાર દિવસની વિશિષ્ટ ઉજવણી બદલ ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર આ ટોક શોમાં ભાગ લેનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે.
વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે વકૃત્વ સ્પર્ધા
તારીખ 10 /12/ 2021 ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે વિશ્વ માનવ અધિકારના દિવસે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈ.સ.1947માં આપણા દેશને આઝાદી મળી ત્યાર પછી ઇ.સ.1948માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માનવ અધિકારોને સ્વીકારવાની ઘોષણા કરી, પરંતુ ઇ.સ.1950માં 10 ડિસેમ્બરના રોજ વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરી. આજે વિશ્વના તમામ નાગરિકો સારી રીતે પોતાનું જીવન જીવી શકે તે માટે ઘણા બધા અધિકારો અને સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. આપણા દેશમાં પણ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિ, ધર્મ અને જાતિની સમાનતા જેવી અનેક બાબતોની સ્વતંત્રતા આપવામાં આવેલી છે.
આથી જ આજના દિવસે વિદ્યાર્થીઓને આપણા દેશના નાગરિકોને જે મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતા મળેલી છે, તેનાથી પરિચિત થાય અને તેને વધારે સારી રીતે જાણી અને સમજી શકે તે માટે શાળા કક્ષાએ માનવ અધિકારોના વિષયને કેન્દ્રમાં રાખી એક વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં તેમણે માનવ અધિકાર વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સ્પર્ધાને અંતે ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
આ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા બદલ ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર ભાગ લેનાર તનામ વિદ્યાર્થીઓ અને આયોજન કરનાર સર્વે શિક્ષકો અને અન્ય કર્મચારીગણને આયોજન કરવા બદલ અભિનંદન પાઠવે છે.
પુસ્તક વિમોચન કાર્યક્રમ
તા. ૦૩/૧૨/૨૦૨૧ નાં રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાઈ ગયો. ‘અજવાળાના આરાધકો’ પુસ્તકના લેખક શ્રી મુકેશભાઈ ધારૈયા કે જેઓ પ્રજ્ઞનાં ચક્ષુ છે (દિવ્યાંગ) અને લેખક, લોકગાયક, વક્તા અને ભાવનગરની એક શાળામાં શિક્ષક છે જેમણે આ બીજું પુસ્તક લખેલ છે. ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરાનાં અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો. જેમાં કાનજીભાઈ ભાલાળા એ ખાસ હાજરી આપી હતી અને પ્રાસંગિક રસપ્રદ વાતો કરી હતી. સુરત શહેર આચાર્ય સંઘનાં પ્રમુખ તથા શિક્ષક સંઘનાં પ્રમુખ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એક સુરદાસ દ્વારા કરવામાં આવ્યું, પ્રાર્થના પણ સુરદાસનાં વૃંદ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી. ખરેખર આ દિવ્યાંગ વ્યક્તિઓ ખૂબ જ ઉચ્ચ પ્રતિભા ધરાવતા જોવા મળ્યા અને આ પ્રોગ્રામ ખુબ જ પ્રેરણા દાયક રહ્યો હતો.
કુલપતિશ્રી ડો. હરીશ પાઢ સાહેબ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
તા. 30/11/2021ને મંગળવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ડો. હરીશ પાઢ સાહેબે સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરી ભવિષ્યમાં કઈ રીતે આગળ વધી શકાય, તેમજ આવનાર સમયમાં તેનું ભવિષ્ય કેવું બનાવી શકાય તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી ભારતમાં તથા વિદેશમાં ક્યાં અને કેવાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકાય અને ત્યાં કેવા પ્રકારની જરૂરિયાત છે તેના વિશે વિગતે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો છે તો તેમાં કઈ રીતે તૈયારી કરી સફળ થઇ શકાય તેના વિશે વાત કરી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો.
આ કાર્યક્રમ શાળાના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી તથા ઉપાચાર્યશ્રીનાં માર્ગદર્શનમાં દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
ઉચ્ચશિક્ષણનું મહત્વ અને તેની જરૂરિયાત (ટોક શો)
તારીખ 30/11/2021 ને મંગળવારના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણનું મહત્વ અને તેની જરૂરિયાત વિશે ‘મંથન’ (ટોક શો) કાર્યક્રમ અંતર્ગત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી, સુરતના કુલપતિશ્રી ડો. હરીશ પાઢ સાહેબનો એક ટોક શો યોજાયો હતો.
આ ટોક શોમાં સાહેબશ્રીએ આજના સમયમાં વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચશિક્ષણનું કેટલું મહત્વ છે અને તેની કેવી જરૂરિયાત છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તે ઉપરાંત તેમણે આપણા અને વિદેશી શિક્ષણ વચ્ચેનો તફાવત બતાવી, આપણા શિક્ષણનું ભવિષ્ય કેવું છે તે પણ જણાવ્યું હતું. તેમજ આપણી ઉચ્ચ શિક્ષણસંસ્થા કઈ રીતે વિકાસ કરી રહી છે તેની પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
આમ, ઉપરોક્ત ચર્ચાઓ દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચશિક્ષણ કેટલું મહત્ત્વ ધરાવે છે અને આજના સમયે તેની જરૂરિયાત વિશે ચર્ચા કરી હતી. આ સમગ્ર ટોક શોનું આયોજન શાળાના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી તથા ઉપાચાર્યશ્રીનાં માર્ગદર્શનમાં હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
શિક્ષકોને તણાવને તાકાતમાં બદલવા માટે તાલીમ વર્ગ યોજાયો
તા. 20/11/2021ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શિક્ષકોને તાલીમબદ્ધ કરવાના હેતુ સહ એક તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમવર્ગમાં ઑરો યુનિવર્સિટીના પ્રો.વીણા વૈશ્યએ ‘તણાવથી તાકાત’ વિષય પર શિક્ષકો સાથે ચર્ચાઓ કરી હતી.
તણાવ અને તાકાત વિશે વાત કરતા કહ્યું હતું કે, જો તમે તણાવના લાક્ષણીક ચિન્હો જાણો છો ત્યાર પછી તમારા હૃદયના ધબકારાની ઝડપથી જાય છે અને શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં ગતિ જોવા મળે છે. આથી આ પ્રક્રિયાને જાણી તમારે વિચારવાનું છે કે તમારું શરીર યોગ્ય રીતે કાર્ય કરે છે અને ત્યારબાદ પોતાને આવી પડેલ પડકારોનો સામનો કરવા તૈયાર થાય. વધુમાં જણાવ્યું હતું કે તણાવની અવસ્થામાં પ્રશંસા કરવાનો પ્રયાસ કરો, કેમ કે તે તમને વધુ સખત વધુ સજાગ અને વધુ યોગદાન આપવા સક્ષમ બનાવે છે. આથી તમે તણાવમાં રહો છો, ત્યારે તમારું શરીર કહેવાતા ફાઇટ અથવા ફ્લાઇટ મોડમાં હોય છે. તમે આનો ઉપયોગ એવી વસ્તુઓ કહેવા અને કરવા માટે કરી શકો છો જેને તમે સામાન્ય રીતે હિંમત કરતા નથી. દા.ત. તમે સાથીદારો પાસેથી મદદની વિનંતી કરી શકો છો.
આમ, ઉપરોક્ત ચર્ચાઓ દ્વારા શિક્ષકોને તણાવની પરિસ્થિતિને તાકાતમાં ફેરવી વિદ્યાર્થીઓને તણાવરૂપી ઉદ્ભવતી શક્તિને પોતાના શિક્ષણ સાથે જોડવા આહવાન કર્યું હતું. તો આ સત્રમાં ભાગ લેનાર તમામ શિક્ષકો અને ઉપસ્થિત તજજ્ઞશ્રીનો ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર અભિનંદન પાઠવે છે.
ભાવનાત્મક બુદ્ધિ
તા.19/11/2021ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શિક્ષકોને તાલીમબદ્ધ કરવાના હેતુ સહ એક વ્યાખ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન સત્રમાં ઑરો યુનિવર્સિટીના પ્રો.વીણા વૈશ્યએ ‘ભાવનાત્મક બુદ્ધિ’ વિષય પર શિક્ષકો સાથે ચર્ચાઓ કરી હતી.
તજજ્ઞ દ્વારા ‘ભાવનાત્મક બુદ્ધિ’ની વાત કરતાં કહ્યું હતું કે ભાવનાત્મક બુદ્ધિ એટલે પોતાની અને બીજાની ભાવનાઓ અથવા આવેગોને સમજવા, વ્યક્ત કરવા અને તેને નિયંત્રિત કરવાની યોગ્યતા. બીજા શબ્દોમાં કહીએ તો પોતાની અને બીજાઓની ભાવનાઓને ઓળખવાની ક્ષમતા કેળવવી, જુદી જુદી ભાવનાઓ વચ્ચેની ભેદરેખા બતાવવી અને વ્યવહારિક ઉપયોગ માટેનું માર્ગદર્શન આપવું તેને ‘ભાવનાત્મક બુદ્ધિ’ કહે છે.
આમ, ઉપરોક્ત ‘ભાવનાત્મક બુદ્ધિ’ની ચર્ચા કરી શાળાના શિક્ષકોને ‘ભાવનાત્મક શિક્ષણ’ની વાત કરી હતી. આથી આ વ્યાખ્યાન સત્રમાં ભાગ લેનાર શિક્ષકો અને ઉપસ્થિત તજજ્ઞશ્રીનો ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર સૌને અભિનંદન પાઠવે છે.
21મી સદીમાં કૌશલ્યની જરૂરિયાત
તા. 18/11/2021ને ગુરુવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શિક્ષકોને તાલીમબદ્ધ કરવાના હેતુ સહ એક તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સત્રમાં ઑરો યુનિવર્સિટીના પ્રો. ચિરાગ ગુજરાતી એ ’21મી સદીમાં કૌશલ્યની જરૂરિયાત’ વિષય પર શિક્ષકો સાથે ચર્ચાઓ કરી હતી.
તજજ્ઞ વક્તાએ કહ્યું હતું કે 21મી સદી કૌશલ્યની સદી છે. જો આપણે સમાજમાં કે આપણે જ્યાં કાર્ય કરીએ છીએ તેમાં સફળ થવું હશે તો વિવિધ કૌશલ્ય હસ્તગત કરવા પડશે. આપણે તો શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છીએ. આથી જ બદલાતા આ સમાજમાં વિદ્યાર્થીઓને યોગ્ય સ્થાન પ્રાપ્ત થાય અને સફળતા મેળવે તે માટે એક શિક્ષક તરીકે આપણે પોતાનું કાર્ય જુદા જુદા કૌશલ્ય પર કેન્દ્રિત કરવું પડશે કેમ કે, કેટલાંક કૌશલ્ય સીધી રીતે શિક્ષા સાથે જોડાયેલા હોય છે. જેમ કે, વિશ્લેષણાત્મક કૌશલ્ય, જટિલ સમસ્યાઓનું નિરાકરણ લાવવું અને એક ટીમ બની કાર્ય કરવું જેવાં કૌશલ્ય છે. આ બધા કૌશલ્ય પારંપરિક શૈક્ષણિક કૌશલ્યથી અલગ છે, કેમ કે તે જ્ઞાન આધારિત નથી. પરંતુ તેની કુશળતા હોવી જરૂરી છે.
આમ, ઉપરોક્ત કૌશલ્યલક્ષી શિક્ષણની ચર્ચા કરી શાળાના શિક્ષકોને કૌશલ્ય આધારિત શિક્ષણ આપવાની વાત કરી હતી. આ સત્રમાં ભાગ લેનાર શિક્ષકો અને ઉપસ્થિત તજજ્ઞને ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.
અનન્ય અને નવીન શિક્ષણની પદ્ધતિઓ (Unique and Innovative Teaching Pedagogy)
તા. ૧૭/૧૧/૨૦૨૧, બુધવારના રોજ સાંપ્રત સમયમાં આવેલ શિક્ષણનીતિમાં ફેરફારોને આધારિત એક સુંદર સેમીનારનું આયોજન ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ડૉ. રીચા અગ્રવાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ઓરો યુનિવર્સીટી, મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારનો વિષય હતો “અનન્ય અને નવીન શિક્ષણની પદ્ધતિઓ” (Unique and Innovative Teaching Pedagogy). પરંપરાગત શિક્ષણ પ્રણાલીમાં નવીનતમ ફેરફાર લાવી શિક્ષણને કઈ રીતે રસપ્રદ બનાવી શકાય તે અંગેની જરૂરી માહિતી આ સેમીનાર અંતર્ગત આપવામાં આવી હતી. શિક્ષકોએ પણ આ સેમિનારમાં ઉત્સુકતાથી ભાગ લઈ શિક્ષણમાં નવીનતમ ફેરફાર લાવવા અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી. નિત્ય આવા નવીન પ્રયાસો ગજેરા ટ્રસ્ટ દ્વારા અવારનવાર કરવામાં આવે છે.
શિક્ષક તરીકે શ્રેષ્ઠતા હાંસલ કરવા માટેના મુખ્ય સિદ્ધાંતો
શિક્ષણના સિદ્ધાંતો વિદ્યાર્થીઓને વધુ તકો પ્રદાન કરે અને તેના પ્રદર્શનમાં સુધારો આવે તે માટે શિક્ષકોને તાલીમ બધ્ધ કરવાના હકારાત્મક હેતુ સાથે તારીખ 16 /11 /2021 ને મંગળવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘શિક્ષક તરીકે શ્રેષ્ઠતા હાંસલ કરવા માટેના મુખ્ય સિદ્ધાંતો’ શીર્ષક હેઠળ ઑરો યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડૉ. મેઘના ડાંગી મેમનું તાલીમ સત્ર યોજવામાં આવ્યું હતું.
તાલીમ સત્રની શરૂઆતમાં શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતો ક્યાં છે? વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સમાજ અને પર્યાવરણ શિક્ષણ પાસેથી શું ઈચ્છે છે? તેની વાત કરતા કહ્યું હતું કે, શિક્ષણનું માધ્યમ વિદ્યાર્થીઓના માધ્યમ દ્વારા દેશના મજબૂત નિર્માણનું કાર્ય કરવાનું છે અને તેના પાયામાં એક શિક્ષક હોય છે. આથી શિક્ષકની જવાબદારી ખૂબ જ વધી જાય છે. તે માટે એક સારો શિક્ષક કઈ રીતે બની શકાય તેના વિશે ખૂબ જ ગહન ચર્ચા કરી, શિક્ષકના કાર્યને સન્માન આપ્યું હતું અને કહ્યું હતું કે શિક્ષકને સૌથી વધારે મહત્વ આપવું જોઈએ કેમ કે, શિક્ષક જ પોતાના વિદ્યાર્થીઓને આત્મબળ અને પ્રોત્સાહન પૂરું પાડે છે અને તેનામાં નૈતિક મૂલ્યોનું નિરુપણ કરે છે.
ડીસ્ટ્રીકટ લેવલની એથ્લેટીક્સ સ્પર્ધા
શાળાકીય રમતોત્સવ અંતર્ગત under 19 (boys) ડીસ્ટ્રીકટ લેવલની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન તા: 30/10/2021 શનિવારના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી ખાતે કરેલ હતું તેમાં ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ગુજરાતી માધ્યમના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લઇ ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક, ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં બે વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક તેમજ ભાલાફેંક સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. શાળાના ટ્રસ્ટી શ્રી ચુનિભાઈ ગજેરા તથા કિંજલબેન ગજેરાના સતત માર્ગદર્શનથી બાળકોનો સતત અને સર્વાંગી વિકાસનું દર્શન થઈ રહ્યું છે.
ગણિત - વિજ્ઞાન વિષય શિક્ષક પ્રશિક્ષણ વર્ગ
ચિલ્ડ્રનસ યુનિવર્સિટી, ગાંધીનગરના માનનીય કુલપતિશ્રી ડૉ. હર્ષદ શાહના અધ્યક્ષ સ્થાને વિદ્યાનિકેતન વિભાગ અને ટોય ઈનોવેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગણિત – વિજ્ઞાન વિષય શિક્ષક પ્રશિક્ષણ વર્ગનું આયોજન તા.૧૩/૧૦/૨૦૨૧ અને તા. ૧૪/૧૦/૨૦૨૧ ના રોજ કરવામાં આવેલ હતું. જેમાં શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક વિભાગના બે શિક્ષકશ્રીઓ (૧) આકાશ આર. પટેલ (વિષય – વિજ્ઞાન), (૨) મેહુલ એમ. પટેલ (વિષય – ગણિત) એ સફળતાપૂર્વક ભાગ લઈને પોતાના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરી હતી. આ પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાત રાજ્યના તમામ તાલુકા – જિલ્લાઓ માંથી ૩૫ શાળાઓના ૭૫ જેટલા વિષય શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રશિક્ષણ વર્ગની તાલીમમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો.
રંગોળી સ્પર્ધા
ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પધાર્યા તેના સ્વાગત અને વિક્રમ સંવત મુજબ શરૂ થતા નવા વર્ષના પ્રથમ દિને આપણે સૌ ઘરના આંગણામાં વિવિધ રંગોના ઉપયોગ થકી આપણે સુંદર રંગોળી બનાવીએ છીએ. રંગોળી બનાવવી એ એક કળા છે. આ કળાને રજૂ કરવા માટે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર દ્વારા તારીખ 29/10/2021ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી રંગોળી બનાવવાની વિશિષ્ટ કળાનો ઉપયોગ કરી સુંદર રંગોળી નિર્માણ કર્યું હતું. આ તમામ રંગોળીઓ જુદી-જુદી થીમ સાથે બનાવવામાં આવી હતી. જે જોનારને કોઈને કોઈ સંદેશો આપતી હતી. આથી ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરીવાર ભાગ લેનાર અને વિજેતા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.
શાળાકીય રમતોત્સવ સ્પર્ધા અંતર્ગત under 19 (boys) ઝોન લેવલની ખો ખો સ્પર્ધા
શાળાકીય રમતોત્સવ સ્પર્ધા અંતર્ગત under 19 (boys) ઝોન લેવલની ખો ખો સ્પર્ધાનું આયોજન તા: 12/10/2021 મંગળવારના રોજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વરિયાવ ખાતે કરેલ હતું તેમાં ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ગુજરાતી માધ્યમના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. શાળાના ટ્રસ્ટી શ્રી ચુનિભાઈ ગજેરા તથા કિંજલબેન ગજેરાના સતત માર્ગદર્શનથી બાળકોનો સતત અને સર્વાંગી વિકાસનું દર્શન થઈ રહ્યું છે.
મેકર્સ ડે-2021 અંતર્ગત ઈનામ વિતરણ કાર્યક્રમ
તારીખ 12/10/ 2021ને મંગળવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર દ્વારા શાળાના ટ્રસ્ટીશ્રી શ્રીમતી સુનિતાબેન ગજેરાના જન્મદિવસના દિને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે યોગ્ય મંચ પૂરું પડે અને પોતાની આવડત ને રજૂ કરી શકે તે માટે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ચુનિભાઈ ગજેરાના અધ્યક્ષ સ્થાને તેમજ ટ્રસ્ટીશ્રી કિંજલબેન ચુનિભાઈ ગજેરાના માર્ગદર્શનમાં તેમજ ડૉ. પરિઝા કમ્બોજ, ડૉ. મોનીકા સૂરી, ડૉ. હિતેશ ચિત્રોડા, ડૉ. જયેશ સાંગાણી અને આચાર્યશ્રી પ્રતાપસિંહ બાસડીયાના અતિથિવિશેષની ઉપસ્થિતિમાં ‘મધર નેચર’ થીમ સાથે મેકર્સ ડેની ઉજવણી અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
'મધર નેચર' થીમ સાથે મેકર્સ ડેની ઉજવણી
તારીખ 07/10/ 2021ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર દ્વારા શાળાના ટ્રસ્ટીશ્રી શ્રીમતી સુનિતાબેન ગજેરાના જન્મદિવસના દિને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે યોગ્ય મંચ પૂરું પડે અને પોતાની આવડત ને રજૂ કરી શકે તે માટે ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાનાં અધ્યક્ષ સ્થાને, ટ્રસ્ટીશ્રી કિંજલ ચુનીભાઈ ગજેરા મેડમના માર્ગદર્શન હેઠળ તેમજ ખ્યાત નામ અતિથિવિશેષની ઉપસ્થિતિમાં ‘મધર નેચર’ થીમ સાથે મેકર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
આ સમગ્ર ઉજવણીમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ જુદા-જુદા ત્રણ વિભાગોમાં જુદી જુદી સ્પર્ધાઓ દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી. જેમકે ઇનોવેશન વિભાગ, ક્રિએટિવિટી વિભાગ, સોશિયલ વિભાગ અને સિનર્જી વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ તમામ સ્પર્ધાઓ ‘મધર નેચર’ સાથે જોડીને વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને પર્યાવરણ, સાયન્સ અને આર્ટ સાથે જોડવાનો એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી વિદ્યાર્થીઓ કઈ રીતે પ્રકૃતિ પાસેથી કંઈ ને કંઈ મેળવી શકે અને તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વિદ્યાર્થીઓ આગળ આવી શકે તે હેતુ મુખ્ય હતો.
આમ, આ સમગ્ર ‘મધર્સ ડે’નું આયોજન ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેને સફળ બનાવવા માટે શાળાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ચૂનીભાઈ ગજેરા, ટ્રસ્ટીશ્રી કિંજલબેન ગજેરા, શાળાના ડાયરેક્ટરશ્રી જયેશભાઈ પટેલ તેમજ ગજેરા શાળા પરિવારના તમામ આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સમાજને એક અનોખો પંથ બતાવ્યો હતો.
નિવૃત જજશ્રી નિરંજન વ્યાસ સાહેબનો ક્રાઈમ જસ્ટિસ વિશે ટોક શો
તા. 24/9/2021ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન- ઉત્રાણ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારતીય કાયદાઓ અને તેના ઉપયોગો, તેમજ ભારતીય ન્યાયિક પ્રક્રિયા વિશે વધારે માહિતી મળી રહે તેવા હેતુ સાથે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર શીર્ષક તળે સુંદર ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા દેશમાં ક્રિમિનલ જસ્ટિસની સિસ્ટમ કેવી છે? ક્રિમીનલ પ્રોસીજર કોડ શું છે? અને તેની પ્રક્રિયાઓ કેવી છે? તો ફોજદારી ગુના કોને કહેવાય? આ પ્રકારના ગુનામાં ફરિયાદ કેમ અને ક્યાં કરવી? તેમજ તેની સમગ્ર પ્રક્રિયા વિશે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ટોક શોમાં કોઈ ગુના આરોપીની ધરપકડ કરવાના નિયમો ક્યા છે? કોઈ આરોપીને જામીન કઈ રીતે મળે? સાક્ષીઓની જુબાની લેવાની પ્રક્રિયા શું છે? અને ભારતીય કાયદા પ્રમાણે ભરણપોષણ અને તેને લગતી કલમ અને પ્રક્રિયા વિશે વિસ્તૃત રીતે માહિતી આપવામાં આવી હતી.
ઉપરોક્ત તમામ બાબતો સંદર્ભે વિદ્યાર્થીઓ અને વાલીઓને વધારેમાં વધારે સચોટ અને સાચી માહિતી મળે તે માટે આ ટોક શોમાં નિવૃત્ત એડિશનલ ડીસ્ટ્રીક્ટ જજશ્રી નિરંજન વ્યાસ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર વિશે ખૂબ જ સરળ ભાષામાં ઊંડાણપૂર્વકની માહિતી આપી હતી. જે આવનારા સમયમાં સૌ કોઇને ઉપયોગી થઈ રહેશે. આ સમગ્ર ટોક શોનું આયોજન શાળાના આચાર્યશ્રી ડૉ.રિતેશ અગ્રવાલ સાહેબના માર્ગદર્શનમાં અને શાળાનાં ઉપાચાર્યશ્રી છાયાબેન ભાઠાવાલાના સહકાર સાથે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આરોગ્ય અને સુખાકારી : સ્વસ્થ જીવનની રીતો (ટોક શો)
તા. ૨૨/૦૯/૨૦૨૧ નાં રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘આરોગ્ય અને સુખાકારી: સ્વસ્થ જીવનની રીતો’ વિષય ઉપર ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટોક શોના માધ્યમથી બાળકોના આરોગ્ય અને તેનાં શારીરિક સુખાકારી માટેની જીવન રીતો વિશે ખૂબ જ સુંદર ચર્ચાઓ કરી. તેમજ બાળકો વધારેમાં વધારે તંદુરસ્ત રહે અને તેની માટે તેના વાલીઓએ કઈ કઈ પ્રકારે ધ્યાન રાખવું અને બાળકોના માનસિક અને શારીરિક વિકાસમાં કેવા કેવા પગલાંઓ લેવા જોઈએ તેના વિશે વિગતે માહિતી મેળવી. જે બાળકના સર્વાંગી વિકાસમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ ટોક શોમાં મુખ્ય મહેમાન તરીકે બાળકોના રોગોના નિષ્ણાંત અને ભારતની શ્રેષ્ઠ મેડિકલ કોલેજ AIIMSના ટોપર ડૉ. જયેશ સાંગાણી તેમજ બીજા તજજ્ઞ માનસિક રોગોના નિષ્ણાંત એવા ડૉ. મિલનકુમાર સોજીત્રા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.
પ્રશિક્ષણ વર્ગનો કાર્યક્રમ
તા. 20/09/2021ના રોજ ગજેરા વિદ્યાભવન-ઉત્રાણ ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સંચાલિત અભ્યાસકેન્દ્રોના પ્રશિક્ષકો માટે એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન થયું હતું. જેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહ અને ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કિંજલબેન ચુનીભાઈ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગમાં આગામી વર્ષથી શરૂ થતા વિવિધ અભ્યાસકેન્દ્રોના પ્રશિક્ષકોને બાળકોને કેવા પ્રકારનો અભ્યાસક્રમ અને કઈ રીતે ભણાવી શકાય અને કઈ રીતે બાળકનો સર્વાંગી વિકાસ કરી શકાય તે હેતુ સાથે પ્રશિક્ષણ વર્ગનું આયોજન થયું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં જુદા જુદા અગિયાર અભ્યાસકેન્દ્રના કુલ 40 થી વધારે પ્રશિક્ષકોને ચિલ્ડ્રન યુનિવર્સિટીના વિવિધ વિભાગના અધ્યાપકો દ્વારા પ્રશિક્ષણ પૂરું પાડ્યું હતું. જેમાં પ્રશિક્ષકોને બાળકો સાથે કઈ રીતે જોડી શકાય તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા બાળકો માટે કેવાં કેવાં અભ્યાસક્રમો બનાવ્યા છે અને કઈ રીતે આ સમગ્ર અભ્યાસક્રમ બાળક સુધી પહોંચે તે માટે શિક્ષકોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. તદુપરાંત અભ્યાસક્રમને લગતા તેમજ મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી પ્રશિક્ષકોને સમૃદ્ધ કર્યા હતા.
આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિવિધ પદાધિકારીઓ, અધ્યાપકો તેમજ ગજેરા વિદ્યાભવનના વિવિધ વિભાગોના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણે ઉપસ્થિત રહી એક જ્ઞાન યજ્ઞ યોજયો હતો. આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા પરિવારના કો-ઓર્ડીનેટર શ્રી જયેશભાઈ પટેલ તેમજ જુદા-જુદા વિભાગોના આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને અન્ય સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
ક્વિઝ કોમ્પિટિશન
તા. ૧૧/૦૯/૨૦૨૧, શનિવાર નાં રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે Atal Tinkering Lab દ્વારા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામા આવ્યું હતું. આ ક્વિઝ ઓનલાઇન વેબસાઇડ ‘Kahoot’ માં લેવામા આવી હતી. આ સમગ્ર સ્પર્ધા મોબાઈલ દ્વારા થઈ હતી. જેમાં ધોરણ ૮ અને ૯ ની કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછાયા હતા. વિદ્યાર્થીઓના જ્ઞાનની પરીક્ષા યોજાઈ હતી. આ સમગ્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓને પસંદ કરી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ગજેરા પૂર્વ (૯-B), ગજેરા કાવ્ય (૯-D), માણીયા મન (૯-D), બીજો ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી વાકડિયા યુગ (૯-E), ત્રીજો ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ઝીંઝુવાડીયા અક્ષિત (૯-B) અને કસવાળા માનદેવ (૯-B). જેમને આગામી સમયમાં શાળા દ્વારા ઇનામો આપી પ્રોત્સાહીત કરવામા આવશે. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન શાળાના અટલ ટીંકરીંગ લેબ નાં ઇન્ચાર્જ શિક્ષક મિલન પરમાર દ્વારા કરવામાં આવ્યું અને તેને સફળ બનાવવામાં શાળાના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
હિન્દી દિવસની ઉજવણી
તા.14/09/2021, મંગળવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ હિન્દી સાહિત્યની કૃતિઓ રજૂ કરી આ દિવસની ઉજવણી કરી હતી. અને સાથે સાથે હિન્દી સાહિત્યના ઇતિહાસ અને તેના મહત્વ વિશે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. તેમજ આપના દેશમાં હિન્દી ભાષાની ઉપયોગીતા અને હિન્દી ભાષાના ભવિષ્યને કેન્દ્રમાં રાખી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી ડૉ. રિતેશ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન અને શાળાના સુપરવાઈઝર અને શિક્ષકો તેમજ શાળાના વિદ્યાર્થીઓનાં અથાગ પ્રયત્નોથી સફળ બન્યો હતો.
વિશ્વ સાક્ષરતા દિન
પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા
૧૯૬૬ની ૮મી સપ્ટેમ્બરથી યુનેસ્કો (UNESCO ) દ્વારા ૮મી સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિન ઉજવવાનું નક્કી થયું. સાક્ષરતા દિનનો મુખ્ય હેતું સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ સમુદાય અને સમાજ સુધી પહોંચી શકે અને તે વિશે જાગૃતિ લાવવાનો છે.સાક્ષરતાનું તાત્પર્ય એ છે કે લખવું, વાંચવું અને સમજવું.કોઈપણ દેશનો વિકાસ તેના સાક્ષરતા આંક પરથી નક્કી થાય છે.
ગજેરા વિદ્યાભવન ઉત્રાણના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો દ્વારા આ વિષયક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષકોએ સાથે મળી સાક્ષરતા વિશે પરિસંવાદ કર્યો હતો. સાક્ષરતા એટલે શું?,સાક્ષરતા દર ઊંચો લાવવા માટે શું કરી શકાય?, સાક્ષરતાને અવરોધક એવા પરિબળો કયા કયા? તથા કન્યાકેળવણી જેવા વિષયો પર શિક્ષકોએ સાથે મળી ચર્ચા કરી હતી. દેશમાંથી સંપૂર્ણ નિરક્ષરતા નાબૂદ થાય એ જ આજના દિવસનો સંદેશ…
વિદ્યાર્થીઓ અને વાલીઓને ઇકો ફ્રેન્ડલી ગણપતિજી બનાવવાનો વર્કશોપ યોજાયો
ઇકો ફ્રેન્ડલી ગણપતિજી
ઉત્રાણ ખાતે આવેલ ગજેરા વિદ્યાભાવનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની બનાવવા માટેનો વર્કશોપ યોજાયો હતો. આજના સમયમાં જ્યારે સિમેન્ટ, પી.ઓ.પી અને વિવિધ નાશ ન પામી શકે તેવા પદાર્થોમાંથી જ્યારે મૂર્તિઓ બની રહી છે, મળી રહી છે ત્યારે વિદ્યાર્થી જીવનથી જ વિદ્યાર્થીઓમાં નષ્ટ ન થતાં પદાર્થમાંથી બનતી મૂર્તિઓ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વચ્ચે તફાવત સમજે અને આપણે સૌ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ જાગૃતતા આવે અને જે પ્રદુષણ ફેલાઈ રહ્યું છે તેને અટકાવી શકીએ તે હેતુ સાથે ગજેરા વિદ્યાભાવનમાં ગજેરા વિદ્યાભવન, સચિન બ્રાન્ચના પ્રિન્સિપાલ શ્રી નિતીનભાઈ પાટીલ દ્વારા શાળાના ધોરણ- 8 થી 12 વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ઇકો ફ્રેન્ડલી ગણપતિજી મૂર્તિ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સમગ્ર વર્કશોપનો ઉદ્દેશ્ય એ હતો કે માટીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવવાની સાથે સાથે પ્રકૃતિના ઉછેરના સુંદર વિચાર સાથે ગણેશજીની પ્રતિમાની અંદર ઉપયોગી છોડના બીજ પણ મુકવામાં આવશે જે વિસર્જન સમયે તેમાંથી સુંદર મજાના છોડનું નિર્માણ થશે. અને પ્રકૃતિના રક્ષણમાં આપણે એક અમુલ્ય ફાળો પણ આપી શકીશું. આ સમગ્ર વર્કશોપ શાળાના આચાર્ય શ્રી ડૉ. રિતેશ અગ્રવાલ ના માર્ગદર્શનમાં યોજાયો હતો. આ સમગ્ર વર્કશોપને સફળ બનાવવામાં શાળાનાં ઉપાચાર્ય શ્રી છાયાબેન ભાઠાવાળા અને તમામ શિક્ષકગણ અને બિનશૈક્ષણિક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ (ટોક શો)
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ગજેરા વિદ્યાભવન-ઉત્રાણ ખાતે યુવાનોમાં રહેલી વિશેષ શક્તિઓ અને યુવાનોને મૂંઝવતા ખોરાકલક્ષી, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યલક્ષી જે પ્રશ્નો હોય છે જેને કેન્દ્રમાં રાખી ચર્ચા કરવા માટે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર દ્વારા એક સુંદર ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે યુવા શક્તિ તે કોઈ પણ દેશની રાષ્ટ્રીય શક્તિ હોય છે. તો આથી જ યુવાશક્તિ આપણા દેશના વિકાસમાં કે સમગ્ર વિશ્વમાં આપણા યુવાનો આપણા દેશનું નામ કઈ રીતે રોશન કરી શકે તે સંદર્ભે આ ટોક શોમાં ખૂબ જ વિશિષ્ટ એવી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સમગ્ર ટોક શોમાં મહેમાન વક્તા તરીકે સુરત જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી રાધિકાબેન લાઠિયા અને વ્યારા મેડિકલ કૉલેજના પ્રોફેસર એવાં ડૉ. પંકજભાઈ લાઠિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ટોક શોનું સંચાલન શાળાના પ્રિન્સીપાલ શ્રી ડૉ.રિતેશ અગ્રવાલ સાહેબના માર્ગદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ કીર્તન, કાવ્યા, જતીન અને લિપ્સા દ્વારા કરવામાં આવ્યું હતું.
શિક્ષક ધર્મ - ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી હર્ષદભાઈ શાહનું વ્યાખ્યાન યોજાયું
ગજેરા વિદ્યાભવન- ઉત્રાણ દ્વારા શૈક્ષણિક તાલીમ કાર્યક્રમ “શિક્ષક ધર્મ”નું ખૂબ જ દિવ્ય આયોજન થયું હતું. જે કાર્યક્રમનાં મુખ્ય વક્તા સાહિત્યકાર, કેળવણીકાર અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી હર્ષદભાઈ શાહ પધાર્યા હતા. જેમને પોતાના વક્તવ્યમાં શિક્ષકો વિશે રસપૂર્ણ ચર્ચાઓ કરી હતી. શિક્ષક હંમેશા વિદ્યાર્થી જ બની રહે છે અને જે વિદ્યાર્થી ન બને એટલે કે કંઈક નવું શીખે નહીં કે શિક્ષક ના બની શકે. આમ આ પ્રકારના શિક્ષકને કેન્દ્રમાં રાખી શાળા દ્વારા શિક્ષકો માટે સુંદર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટ્રેનિંગમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કાઉન્સિલ મેમ્બરશ્રી સંજયભાઈ ડુંગરાણી અને ગજેરા ગૃપ ઓફ સ્કૂલનાં કો-ઓર્ડીનેટર શ્રી જયેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ઉપસ્થિત મહેમાનોનું શાળાના આચાર્યશ્રી રીતેશભાઈ અગ્રવાલ દ્વારા સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગજેરા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુરત શહેરની તમામ શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Reader’s Book Day
તા. ૦૬/૦૯/૨૦૨૧, સોમવારના રોજ Reader’s Book Day ઉજવણી અંતર્ગત શાળાના ધોરણ ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં પોતાના ઘરેથી પુસ્તકો શાળામાં લાવી તેઓએ આ પુસ્તક શાળામાં જમા કરાવ્યા અને ત્યારબાદ જમા કરાવેલ પુસ્તકોમાંથી તેઓએ અન્ય વિદ્યાર્થીના પુસ્તકોનું વાંચન અર્થે ઘરે લઇ જઈ એક અઠવાડિયા બાદ વાંચન કરી જમા કરાવવાની બાંહેધરી સાથે પુસ્તકો પોતાની સાથે લઇ જઈ અનોખી રીતે આ દિવસની ઉજવણી કરી અન્ય વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શિત કર્યા હતા. આ ઉજવણીનો હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન કળા ખીલવી શકાય તેમજ સાથે સાથે વાંચનમાં બહોળો અનુભવ મેળવી પોતાના જ્ઞાનનો વિકાસ થઈ શકે તે હેતુ આ ઉજવણીનો રહ્યો હતો.
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (ટોક શો)
મનુષ્ય પોતે પોતાનો વિનાશ નોતરે તે ‘પહેલા પાણી પહેલાં પાળ બાંધવી’ તે કહેવત મુજબ આ પ્લાસ્ટિક આપણા જીવનને નષ્ટ કરે તે પહેલા તેને કઈ રીતે નષ્ટ કરી શકાય, તેનો ઉપયોગ કઈ રીતે ઘટાડી શકાય, પ્લાસ્ટિકના બદલે એવી કઈ વસ્તુ નો ઉપયોગ કરી શકાય, તો બીજી બાજુ પ્લાસ્ટિકના ઉપયોગ અને ઉપયોગમાં લીધેલ પ્લાસ્ટિકનો ફરી ઉપયોગ કરી શકાય કે કેમ? ઉપયોગમાં લીધેલ પ્લાસ્ટિકની કેવી વ્યવસ્થાઓ કરી શકાય? આવા અનેક પ્રશ્નો ના જવાબો આજે આપણે મેળવવા છે તેથી તાજેતરમાં ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ શીર્ષક સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પ્લાસ્ટિકના ઉપયોગ અને પ્લાસ્ટિકના સંબંધી નુકસાન વિશે જાગૃતતા આવે તે આશયથી ટોક શોનું સુંદર આયોજન કર્યું છે. આ ટોક શોમાં નેચર કલબના પ્રતિનિધિ શ્રી જગદીશભાઈ પરમાર અને રાધા હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડૉ. નિમેષ રામોલિયા સાહેબે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિશે ખૂબ જ ઊંડાણ પૂર્વકની ચર્ચાઓ કરી માહિતી આપી હતી. આ સમગ્ર ટોક શોનું સંચાલન શાળાના આચાર્યશ્રી ડૉ. રીતેશ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન સાથે શાળાના વિદ્યાર્થીઓ કિર્તન, કાવ્યા, સુહાની અને વિધિ દ્વારા કરવા આવ્યું હતું