Sky Fest: Balloon Day – 2023-24

 ‘ઊડે ઊડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ.

હેતુ: બાળકોમાં સામાજિક તહેવારોની સમજ કેળવાય.

આપણા દેશમાં રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક એમ ત્રણ પ્રકારના તહેવાર આ વર્ષ દરમિયાન ઉજવાય છે. એમાં ઉત્તરાયણને આપણે સામાજિક તહેવાર કહીએ છે. દરેક તહેવારની પાછળ અનેક રહસ્ય છુપાયેલાં હોય છે, જેમકે જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાન, કુદરત, સ્વાસ્થ્ય અને આયુર્વેદથી જોડાયેલી દરેક બાબત. સૂર્યનું મકર રાશિ તરફ પ્રયાણ એટલે મકરસંક્રાંતિ. પતંગોનો મહોત્સવ! મકરસંક્રાંતિ બાલ-વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે પણ આજે માનવીની હરીફાઈ કરવાની ઘેલછા બે જુબાન પક્ષીઓ અને નિર્દોષ મનુષ્યો માટે જીવલેણ સાબિત થાય છે. ચાઈનીસ, સેનથેટીક, કાચના માંજાવાળી દોરીથી પક્ષીઓની પાંખ અને માણસોના ગળા પણ કપાય જાય છે. બાળકો પતંગો લૂંટવા આમ તેમ દોડી જીવ ગુમાવે છે. તહેવારોની નિર્દોષતા જળવાય અને બાળકો સાવધાની પૂર્વક તહેવારની મજા માણી શકે તે હેતુથી મકરસંક્રાંતિ ઊજવવી જોઈએ એવું માનીએ છીએ કે પતંગ બનાવનાર પરિવારોને નાના ઉધોગથી રોજીરોટી મળે છે. પરંતુ તહેવારની ઉજવણીમાં કોઈને નુકશાન ન થાય તેનું ધ્યાન પણ રાખવું જરૂરી છે.

મહત્વ :

પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગશબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારતમાં કુરુ વંશનાં ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે.

ઉજવણી :

બાળકો આપણા સામાજિક તહેવારોનું મહત્વ સમજે એ હેતુ સાથે ગજેરા પૂર્વ પ્રાથમિકમાં ઉતરાયણની ઉજવણી કરવામાં આવી.જેમાં ઉતરાયણ નિમિત્તે વિવિધ ક્રાફ્ટની પ્રવૃત્તિ કરાવવામાં આવી. નર્સરીના બાળકોએ પતંગના ચિત્રમાં રંગપુરણી કરી. જેમાં જુ.કેજી. ના બાળકોએ પતંગમાં કોલાઝ કામ અને છાપકામ, બાલવાટિકાના બાળકોએ પતંગ બનાવીને શણગારી. મકરસંક્રાંતિ નિમિત્તે દાનનો અપાર મહિમા હોવાથી બાળકો એ અનાજનું દાન કર્યું. શિક્ષક દ્વારા ઉત્તરાયણ અને મકરસંક્રાંતિની સમજ આપવામાં આવી. બાળકોએ અભિનય ગીત પ્રસ્તુત કર્યું તેમજ શિક્ષકોએ પક્ષી બચાવો વિષય પર સુંદર નાટક રજુ કર્યું આચાર્યશ્રી દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે અક્ષરદાન મહાદાન કરવાનું મહત્વ તેમજ ગોળચીકી, તલ, શેરડી, બોર ખાવાનો મહિમા સમજાવ્યો અને સમૂહભાવનાથી તહેવાર ઉજવવો જોઈએ, ગુજરાતમાં મકર સંક્રાંતિને ઉતરાયણ કહેવાય છે. મહારાષ્ટ્રમાં મકરસંક્રાંતિ, પંજાબ-હરિયાણામાં લોરી, તામિલનાડુમાં પોંગલ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં સંક્રાંતિ તરીકે ઓળખાય છે અને આ તહેવાર કઈ રીતે ઉજવાય છે તેની સરળ ભાષામાં માહિતી આપી. મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ચગાવતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી તેની પણ માહિતી આપવામાં આવી. મકરસંક્રાંતિ ઉત્સવ નિમિતે બાળકો પક્ષીની કેવી રીતે રક્ષા કરવી જોઈએ અને સાથે સાથે તેમના માટે માળામાં કે ધાબા પર ચણવા માટે દાણા અને પીવા માટે પાણી મુકવું જોઈએ તેમજ ઉત્સવ દરમિયાન કે ઉત્સવ બાદ પતંગના દોરાને ગમે તેમ ન ફેકવા સાથે સાથે બાળકો સવારે ૦૯:૦૦ પહેલા અને સાંજે ૦૫:૦૦ પછી પતંગ નહી ઉડાવીએ તેની સાથે મળીને શપથ લીધી. બાળકો ઉતરાયણ નિમિત્તે ઘરની આસપાસ તેમજ શેરીમાં નકામાં પતંગના દોર, ફાટેલી પતંગ ભેગા કરી તેમાંથી કોઈ પણ ઉપયોગી વસ્તુઓ બનાવવા નું સર્જનાત્મક  ગૃહકાર્ય આપવામાં આવ્યું. શાળાનું વાતાવરણ  તહેવારમય બની બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *