બહેતર વિશ્વ
માટે બહેતર શિક્ષણ

Welcome To My School

Why Choose Gajera Vidyabhavan

આજથી લગભગ ૧૩ વર્ષ પહેલાં પ્રદૂષણ અને ઘોંઘાટથી મુક્ત, શાંત અને મનોરમ્ય એવાં ઉત્રાણ વિસ્તારમાં શાંતાબેન હરીભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની શરૂઆત કરવામાં આવી. વિશાળ મેદાન અને વૃક્ષોની લીલી ઘટાઓથી સજ્જ શાળાનું પરિસર પોતાની એક અલગ ભાત પાડે છે. જ્યાં હવા અને પ્રકાશ યુક્ત વિશાળ વર્ગખંડો, કોમ્પ્યુટરથી સજ્જ લેબ, વિશાળ અને પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય જેવી અનેક આધુનિક સુવિધાઓ સાથેની શાળા આજે આ વિસ્તારનું હાર્દ બની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સંલગ્ન એવી શૈક્ષણિક સંસ્થા છે, જ્યાં નર્સરી થી ધોરણ ૧૨ (કોમર્સ અને સાયન્સ) સુધીના ગુજરાતી માધ્યમના વર્ગો ચાલે છે. જ્યાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે સંગીત, નૃત્ય, રમત-ગમત અને યોગા તેમજ વિજ્ઞાન પ્રદર્શન, કલા અને હસ્તકલા પ્રદર્શન તો વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સમૂહ ચર્ચા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિ અને અટલ લેબ, ડીજીટલ સ્ટુડીયો વિવિધ ક્લબ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. રમત-ગમતએ શિક્ષણનું અભિન્ન અંગ હોવાથી શાળામાં હેન્ડબોલ, હોકી, વોલીબોલ, બાસ્કેટબોલ, રોલ બોલ જેવી રમતોનો ઉચ્ચ કક્ષાનું કોચીંગ આપવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓને શિસ્ત, ખેલદિલીની ભાવના, ટીમવર્ક જેવા અનેક ગુણોની કેળવણી પ્રાપ્ત થાય છે. જેથી વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરે છે.

આમ, ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. જે એક વિદ્યાર્થી માટે ખૂબ જ જરૂરી છે. આથી જ શ્રી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ પહેલી પસંદ છે.

What's Happening in School

5th Sub Junior & Junior National Yogasana Championship

Congratulations to Bhut Daksh Chandreshbhai. (Date: 10-14th November 2024), Karmabir Nabin Chandra Bardoloi Indoor Stadium, Guwahati, Assam. Achievements: Artistic Yogasana Group Event: 2nd Place (Silver Medal)🥈, Traditional Individual Event: 3rd Place (Bronze Medal)🥉 He is Selected for Khelo India (Next Level). 2- Shingala Javal V. Rhythmic Pair Event : 4th Rank

SGFI School Games Kabaddi U-17 Boys State Level Competition

તા. ૨૬/૧૦/૨૦૨૪ ના રોજ SGFI School Games Kabaddi U-17 સ્ટેટ સ્પર્ધા જે ગાંધીનગર ખાતે યોજાઈ હતી. જેમાં ગજેરા વિદ્યાભવન, ઉત્રાણનો વિદ્યાર્થી સિંગાળા નિહાર એ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને ગજેરા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

World Computer Literacy Day

વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ (World Computer Literacy Day) દર વર્ષે 2 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ‘PLANT A SMILE’ અભિયાન હેઠળ ગજેરા વિદ્યાભવન ઉત્રાણના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે તા. ૦૨/૧૨/૨૦૨૪ ના રોજ ‘વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

ગ્રુપ ચર્ચા – વિશ્વ ટેલીવિઝન દિવસ

વિશ્વ ટેલિવિઝન દિવસની ઉજવણી અંતર્ગત તારીખ 21/11/2024 ગુરુવારના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓએ ‘ટેલિવિઝનના લાભાલાભ’ વિષયને અનુલક્ષીને ડિબેટ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

રાષ્ટ્રીય રમતગમત દિવસ

રાષ્ટ્રીય રમતગમત દિવસ અંતર્ગત ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ ફોટોગ્રાફી દિવસ

19 ઓગસ્ટ ના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે શાળાના શિક્ષક શ્રી જેનીશભાઈ પટેલ અને હર્ષભાઈ ડોબરીયા દ્વારા બાળકોને ફોટોગ્રાફીનું મહત્વ અને ફોટોગ્રાફી કેવી રીતે કરાય તેના વિશે સવિશેષ માહિતી આપીએ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.

સ્વતંત્ર દિનની ઉજવણી

સ્વતંત્ર દિનની ઉજવણી સંદર્ભે શાળાના વિદ્યાર્થીઓએ ભાવપૂર્ણ રાષ્ટ્રગીત અને નૃત્ય રજૂ કર્યા. આ રાષ્ટ્રીય પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી ગણેશ વાઘ, નાયબ સુબેદાર, ભારતીય સેના, સુરત અને શ્રી રાહુલ પાટીલ, ભૂતપૂર્વ ASST. કમાન્ડન્ટ (BSF), ભારતીય સેના, સુરત હાજર રહ્યા હતા.

ABVP સંસ્થા દ્વારા સન્માનિત

રામી એંજલ (9-C) – National માં બેન્ડીમા પહેલો નંબર, ભુત દક્ષ (9-C) – National માં યોગામાં પહેલો નંબર,  રોકડ હર્ષિલ (10-C) – National માં યોગામાં દ્રિતીય નંબર આવ્યો હોવાથી ABVP સંસ્થા દ્વારા VNSGU, સુરત ખાતે સન્માનિત કરવામાં આવ્યા.

રક્ષાબંધન ઉજવણી

તારીખ ૧૭/૦૮/૨૦૨૪, શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘રાખી મેકિંગ કોમ્પિટિશન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રાખડીઓ શાળાના વિદ્યાર્થીઓને, વોચમેન તથા માળીને રાખડીઓ બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

દેશ ભક્તિ ગીત સ્પર્ધા

તારીખ ૧૨/૦૮/૨૦૨૪ ના રોજ અમારા અધ્યાપનમંદિર એટલે કે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં દેશ ભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ હતી..

માતૃ-પિતૃ પૂજન દિવસ

હંમેશા બાળકોનો સર્વાંગી વિકાસ માટે ભારતીય સંસ્કૃતિના દરેક વાર – ત્યોહારની ઉજવણી કરી વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંયમ અને ચારિત્ર્યનું નિર્માણ કરે છે. આ ઉપક્રમે તારીખ 14/02/2024 ને વસંત પંચમીના દિવસે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજિત 70 જેટલા વિદ્યાર્થીઓના વાલી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શિક્ષક કેવા હોવા જોઈએ ?

તારીખ 10/02/2024 ના રોજ શિક્ષકો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ઇસ્કોન મંદિર જહાંગીરપુરાના પ્રભુજી શ્રીમાન ચંદ્ર ગોવિંદ દાસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સેમીનારનો વિષય હતો ‘શિક્ષક કેવા હોવા જોઈએ’. આ સેમિનારમાં શિક્ષકોની સાચી લાક્ષણિકતાઓને પ્રભુજીએ વિગતવાર જણાવી હતી.

સપનો થી સફળતા સુધી

તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ ગજેરા વિધાભવન  ઉત્રાણમાં સુરતના મોટી વેશનલ સ્પીકર શ્રી અશોકભાઇ ગુજ્જર દ્ધારા બાળકો માટે એક ખુબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું.

School Facilities

Computer Lab

Chemistry Lab

Conference Hall

Physics Lab

Biology Lab

Dance Room

Music Room

Skating Ring

Chess Room

Yoga Room

Follow on Social Media

FACEBOOK

NEWS & UPDATES

  • પૂર્વ-પ્રાથમિક વિભાગ: દરરોજ બાળક શાળામાં આવે ત્યારે સાથે બેગમાં હાથ રૂમાલ, એક જોડી કપડાં મૂકી આપવાના રહેશે.
  • પૂર્વ-પ્રાથમિક વિભાગ: શૈક્ષણિક વર્ષ – ૨૦૨૪-૨૫ ના એડમિશન શરુ થઇ ગયા છે.
  • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૦૭-૦૩-૨૦૨૪ ને ગુરુવાર ના રોજ સુલેખન સ્પર્ધા.
  • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૨૨-૦૩-૨૦૨૪ ને શુક્રવારના રોજ હોળીની ઉજવણી હોવાથી બાળકોને રંગીન કપડાં પહેરાવવા.
  • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૨૩-૦૩-૨૦૨૪ થી તા: ૦૫-૦૪-૨૦૨૪ સુધી બાળકનું વાર્ષિક મૂલ્યાંકન રહેશે.
  • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૦૬-૦૪-૨૦૨૪ ને શનિવાર ના રોજ “KINDER GAJERIANS EVENING OUT” નું આયોજન કરેલ છે.
  • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૦૯-૦૪-૨૦૨૪ ને મંગળવાર ના રોજ ઇનામ વિતરણનું આયોજન કરેલ છે.
  • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૧૫-૦૪-૨૦૨૪ થી તા: ૩૦-૦૪-૨૦૨૪ સુધી ‘ફીટ એન્ડ ફન’ પ્રોગ્રામનું આયોજન કરેલ છે.
  • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૨૦-૦૪-૨૦૨૪ ને શનિવાર ના રોજ વાર્ષિક પરિણામ દિવસ.
  • પ્રાથમિક વિભાગ: તા.૦૨-૦૨-૨૦૨૪ને શુક્રવારના રોજ કેન્સર અવેરનેસ ડે ની ઉજવણી.
  • પ્રાથમિક વિભાગ: તા.૨૦-૦૨-૨૦૨૪ ને મંગળવારના સ્પોર્ટ્સ ડે ની ઉજવણી.
  • પ્રાથમિક વિભાગ: તા.૨૧-૦૨-૨૦૨૪ ને બુધવારના રોજ માતૃભાષા દિનની ઉજવણી.
  • પ્રાથમિક વિભાગ: તા.૨૪-૦૨-૨૦૨૪ ને શનિવારના રોજ વાલી મિટિંગનું આયોજન 
  • પ્રાથમિક વિભાગ: તા.૨૮-૦૨-૨૦૨૪ને બુધવારના રોજ સાયન્સ ડે ની ઉજવણી.
  • મા. અને ઉ. મા. વિભાગ : PPT Presentation – World AIDS Day (1/12/2024)
  • મા. અને ઉ. મા. વિભાગ : PPT Presentation – World Computer Literacy Day 2024 (2/12/2024)
  • મા. અને ઉ. મા. વિભાગ : Seminar : Navy Day (4/12/2024)
  • મા. અને ઉ. મા. વિભાગ : Quiz Competition – National Mathematics Day (20/12/2024)
  • મા. અને ઉ. મા. વિભાગ : Talkshow : Consumer League (24/12/2024)
  • મા. અને ઉ. મા. વિભાગ : PEM – 07/12/2024

INSTAGRAM

[instagram-feed]

Admission Enquiry

૨૫ વર્ષોથી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ ૧૮ શાળાઓ અને 3 કોલેજોમાં અભ્યાસ કરતા ૫૮,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ક્ષેત્રમાં નવીનીકરણ લાવી રહ્યું છે.

શૈક્ષણિક, રમત-ગમત અને કલા આમ દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતાઓને વિકસાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. દરેક બાળક પોતાનું કૌશલ્ય નિખારે અને પોતાની આવડત અનુસાર ઉત્તમ જીવનનું ઘડતર કરે એ હેતુથી શિક્ષકો જીવનલક્ષી કેળવણી આપવા પાર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સાથે સાથે ગજેરા ટ્રસ્ટ વાલી-શિક્ષકની ભાગીદારીમાં વિશ્વાસ રાખે છે જેથી બાળક માત્ર એક આદર્શ વિદ્યાર્થી જ તરીકે નહિ પણ એક આદર્શ વૈશ્વિક નાગરિક તરીકે પ્રગતિમાં સહભાગી બની શકે.

[ninja_form id=4]