GAJERA VIDYABHAVAN, UTRAN

  Smt. S. H. Gajera School, Gujarati Medium (Utran), Surat

બહેતર વિશ્વ
માટે બહેતર શિક્ષણ

Welcome To My School

Why Choose Gajera Vidyabhavan

આજથી લગભગ ૧૩ વર્ષ પહેલાં પ્રદૂષણ અને ઘોંઘાટથી મુક્ત, શાંત અને મનોરમ્ય એવાં ઉત્રાણ વિસ્તારમાં શાંતાબેન હરીભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની શરૂઆત કરવામાં આવી. વિશાળ મેદાન અને વૃક્ષોની લીલી ઘટાઓથી સજ્જ શાળાનું પરિસર પોતાની એક અલગ ભાત પાડે છે. જ્યાં હવા અને પ્રકાશ યુક્ત વિશાળ વર્ગખંડો, કોમ્પ્યુટરથી સજ્જ લેબ, વિશાળ અને પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય જેવી અનેક આધુનિક સુવિધાઓ સાથેની શાળા આજે આ વિસ્તારનું હાર્દ બની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સંલગ્ન એવી શૈક્ષણિક સંસ્થા છે, જ્યાં નર્સરી થી ધોરણ ૧૨ (કોમર્સ અને સાયન્સ) સુધીના ગુજરાતી માધ્યમના વર્ગો ચાલે છે. જ્યાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે સંગીત, નૃત્ય, રમત-ગમત અને યોગા તેમજ વિજ્ઞાન પ્રદર્શન, કલા અને હસ્તકલા પ્રદર્શન તો વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સમૂહ ચર્ચા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિ અને અટલ લેબ, ડીજીટલ સ્ટુડીયો વિવિધ ક્લબ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. રમત-ગમતએ શિક્ષણનું અભિન્ન અંગ હોવાથી શાળામાં હેન્ડબોલ, હોકી, વોલીબોલ, બાસ્કેટબોલ, રોલ બોલ જેવી રમતોનો ઉચ્ચ કક્ષાનું કોચીંગ આપવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓને શિસ્ત, ખેલદિલીની ભાવના, ટીમવર્ક જેવા અનેક ગુણોની કેળવણી પ્રાપ્ત થાય છે. જેથી વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરે છે.

આમ, ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. જે એક વિદ્યાર્થી માટે ખૂબ જ જરૂરી છે. આથી જ શ્રી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ પહેલી પસંદ છે.

What's Happening in School

વાલી મીટીંગ : વાર્ષિક પરિણામ ૨૦૨૩-૨૪

ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં તા.૦૨/૦૫/૨૦૨૪ અને ૦૩/૦૫/૨૦૨૪ ના રોજ વાર્ષિક પરિણામ વિતરણ કરવામાં આવ્યું હતું. ધોરણ ૮, ૯ અને ૧૧ (કોમર્સ / સાયન્સ) ના બાળકો માટે વાર્ષિક પરિણામ વિતરણ કરવામાં આવ્યું. જેમાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

MUN 2024

તારીખ ૦૧/૦૩/૨૦૨૪, શુક્રવાર અને ૦૨/૦૩/૨૦૨૪, શનિવારના રોજ ગજેરા વિદ્યાભવનની ઉત્રાણ અને કતારગામ (ગુજરાતી માધ્યમ) શાખાના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકોની મેનેજમેન્ટ કમિટી દ્વારા ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે MUN નું આયોજન કરવામાં આવ્યું.

વાલી મિટિંગ : ફેબ્રુઆરી ૨૦૨૪

તા. ૨૪/૦૨/૨૦૨૪ ને શનિવારે શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. વાલી મીટીંગ દરમિયાન માતાપિતા સાથે SA-2 ની ઉત્તરવહીઓ બતાવવામાં આવી હતી. તેમજ પરીક્ષા લક્ષી પૂર્વતૈયારીઓ બાબત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Sports Meet 2024

શ્રીમતી એસ.એચ.ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે તા. 23/02/2024 ના રોજ ગજેરા કમ્પાઉન્ડ, તાપી નદી કિનારેના મેદાનમાં વાર્ષિક રમતોત્સવ 2024 રાખવામાં આવ્યો હતો. મહેમાન શ્રીઓના સ્વાગત તિલક કરવામાં આવ્યા. શોર્ય ગીત, પરેડ, NCC [સીનીયર], SCHOOL PAREDE, NCC [જુનિયર], SPC, મશાલ પ્રાગટ્ય, શપથ વિધિ, બલૂન અન્ફોલ કરી રમતોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો.

માતૃ-પિતૃ પૂજન દિવસ

હંમેશા બાળકોનો સર્વાંગી વિકાસ માટે ભારતીય સંસ્કૃતિના દરેક વાર – ત્યોહારની ઉજવણી કરી વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંયમ અને ચારિત્ર્યનું નિર્માણ કરે છે. આ ઉપક્રમે તારીખ 14/02/2024 ને વસંત પંચમીના દિવસે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજિત 70 જેટલા વિદ્યાર્થીઓના વાલી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિશ્વ રેડિયો દિવસ

તારીખ 13/02/2024 ને મંગળવારે શાળામાં 94.3 MYFM ખાતેથી RJ પ્રતીક્ષા બેને શાળાની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓને હાલના પ્રચલિત રેડિયો સ્ટેશનની કાર્યવિધિ જણાવી હતી. વિદ્યાર્થીઓને ઉત્સાહ ઉમંગભેર સમગ્ર પ્રશ્નોના જવાબો આપી સંતોષકારક અને આનંદિત વાતાવરણ RJ  પ્રતીક્ષા બેન દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું.

શિક્ષક કેવા હોવા જોઈએ ?

તારીખ 10/02/2024 ના રોજ શિક્ષકો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ઇસ્કોન મંદિર જહાંગીરપુરાના પ્રભુજી શ્રીમાન ચંદ્ર ગોવિંદ દાસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સેમીનારનો વિષય હતો ‘શિક્ષક કેવા હોવા જોઈએ’. આ સેમિનારમાં શિક્ષકોની સાચી લાક્ષણિકતાઓને પ્રભુજીએ વિગતવાર જણાવી હતી.

૭૫મો ગણતંત્ર દિવસ

ગજેરા વિદ્યાભવનના કર્ણધાર એવા શ્રી ચુનીભાઇ ગજેરા સાહેબ તેમજ આમંત્રિત મહેમાન શ્રીઓના હસ્તે ફ્લેગ હોઈસ્ટિંગ બાદ ઉત્રાણ ખાતેની શાળાઓના વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મુજબ પરેડ, ડાન્સ, સિંગિંગ, સ્કેટિંગ, યોગા, મ્યુઝિક વગેરે જેવી વિવિધ કૃતિઓ દ્વારા વિદ્યાર્થી મિત્રોએ દેશદાઝ વ્યક્ત કરી હતી. 75 મો પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસનો રાષ્ટ્રીય તહેવાર ભારતમાં હર્ષ અને ગૌરવભેર ઉજવવામાં આવ્યો.

વાલી મિટિંગ : જાન્યુઆરી ૨૦૨૪

તા.૨૦/૦૧/૨૦૨૪ ને શનિવારે શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. જેમાં આગામી પરીક્ષાઓ અંગે જાણ કરવામાં આવી હતી. તેમજ પરીક્ષાલક્ષી પૂર્વતૈયારીઓ બાબત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શાળાકીય ઉજવણી

તા-19/01/2024 ના રોજ શ્રીરામ પુત્રો લવ અને કુશ દ્વારા રામચરિતમાનસમાં ગવાયેલ રામાયણ ગીત સાથે વિદ્યાર્થીઓએ નાટ્યકૃતિ રજૂ કરી સંપૂર્ણ રામાયણનો રસાસ્વાદ કરાવ્યો હતો. સુંદર પહેરવેશ અને હાવભાવ સાથે દરેક વિદ્યાર્થીઓએ આ આયોજન માણ્યું હતું.

રાષ્ટ્રીય યુવા દિવસ

ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે 12 જાન્યુઆરી, 2024ના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાવરપોઇન્ટ પ્રેજેન્ટેશન દ્વારા માહિતી આપનાર વિદ્યાર્થીઓને શાળાના, આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી અને શિક્ષકશ્રી દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.

Maker's Day 2023 : Harmony Fusion

તારીખ ૧૬ અને ૧૭ ડિસેમ્બર ના રોજ સુનિતા મેકર્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ દરેક પ્રકારના આયોજનો કર્યા હતા જેમાં ફૂડ સ્ટોલ, બિઝનેસ સ્ટોલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ટિવિટી, સાયન્સ મેથ્સ પ્રોજેક્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે દરેકનું સંચાલન પણ વિદ્યાર્થીઓએ જાતે કર્યું હતું.

વાલી મીટીંગ : નવેમ્બર ૨૦૨૩

તા.૦૪/૧૧/૨૦૨૩ ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે એક વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં વાલીઓ અને શિક્ષકો વચ્ચે વિધાર્થીઓના ભવિષ્ય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે ચર્ચાઓ કરી હતી. પ્રથમ સત્રાંત પરીક્ષામાં વિદ્યાર્થીઓની પ્રગતિ વિશે વાલીશ્રીઓને માહિતગાર કરી પરીણામ પત્રક એનાયત કરવામાં આવ્યા હતાં.

સપનો થી સફળતા સુધી

તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ ગજેરા વિધાભવન  ઉત્રાણમાં સુરતના મોટી વેશનલ સ્પીકર શ્રી અશોકભાઇ ગુજ્જર દ્ધારા બાળકો માટે એક ખુબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું.

વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૩

જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરત અને શાળા વિકાસ સંકુલ – ૫ દ્વારા આયોજીત વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૩ (વેદવ્યાસ સંકુલ – ૫) આયોજન ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦ કરતા પણ વધારે કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી

World Mental Health Day 2023

શાળામાં World Mental Health Day ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને માનસિક આરોગ્યમાં સુધારો લાવી શકાય તે માટે યોગ – પ્રણાયામ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરુઆતમાં રાજુભાઈ પરમારે વિદ્યાર્થીઓને માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ માટે માહિતગાર કર્યા.

World Heart Day

શાળામાં WORLD HEART DAY અંતર્ગત ધોરણ 8 થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના વક્તા તરીકે ડૉ. હિરેન અણઘણ, કાર્ડિયોલોજિસ્ટ, હૃયાન કાર્ડિયાક કેર હોસ્પિટલ, સુરત ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રોએ વક્તાશ્રી સાથે હૃદય અને હૃદય અંગેના જરૂરી માહિતી તેમજ ઉપચાર મેળવતા પ્રશ્નો પૂછીને TALK SHOW સાર્થક કર્યો હતો.

हिन्दी दिवस २०२३

दिनांक १४/०९/२३ हिन्दी दिवस के उपलक्ष में गजेरा विद्याभवन, उत्तराण, माध्यमिक और उच्चतर माध्यमिक विभाग मे कक्षा ८ और ९ मे छात्रों ने हिन्दी भाषा मे अलग – अलग दोहे का गान किया और भाषा का महत्व समझाया। हिंदी विषय में रस और रुचि लाने के लिए अध्यापकों ने छात्रों के बीच अवनवीन प्रवृत्तियां करवाई। 

શિક્ષક દિન ૨૦૨૩

તા. ૦૫/૦૯/૨૦૨૩, મંગળવારના રોજ શિક્ષકદિન નિમિતે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણની અંદર વર્તમાન શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે તેમની અંદર રહેલા સદગુણો પ્રમાણપત્ર દ્વારા જણાવી અને પ્રશંશનીય કામગીરી કરેલ છે ત્યારબાદ આ કાર્યક્રમની અંદર શાળાના આચાર્યશ્રી અને ઉપાચાર્યશ્રીએ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીને શિક્ષકને સંબોધતા કેટલાક પોતાના અંગત વિચારો પણ રજૂ કરી અને શિક્ષકનું મહત્વ સમજાવ્યું.

સાયબર સંજીવની અભિયાન 2.0

સુરતમાં સાયબર ફ્રોડ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયબર સંજીવની અભિયાન 2.0 શરુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ તારીખ ૦૨/૦૯/૨૦૨૩, શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

SPORTS DAY 2023

“નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત આજરોજ તા. 29/08/2023 નાં રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે શાળા પરિવારનાં ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ તથા શાળાનાં આચાર્યશ્રી વિપુલભાઈ ટાઢાણી સાહેબનાં માર્ગદર્શન હેઠળ ધોરણ વર્ગવાર DS ના શિક્ષક મિત્રોના સંચાલન હેઠળ વિવિધ રમતો રાખવામાં આવી હતી.

School Facilities

Computer Lab

Chemistry Lab

Conference Hall

Physics Lab

Biology Lab

Dance Room

Music Room

Skating Ring

Chess Room

Yoga Room

Follow on Social Media

FACEBOOK

NEWS & UPDATES

 • પૂર્વ-પ્રાથમિક વિભાગ: દરરોજ બાળક શાળામાં આવે ત્યારે સાથે બેગમાં હાથ રૂમાલ, એક જોડી કપડાં મૂકી આપવાના રહેશે.
 • પૂર્વ-પ્રાથમિક વિભાગ: શૈક્ષણિક વર્ષ – ૨૦૨૪-૨૫ ના એડમિશન શરુ થઇ ગયા છે.
 • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૦૭-૦૩-૨૦૨૪ ને ગુરુવાર ના રોજ સુલેખન સ્પર્ધા.
 • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૨૨-૦૩-૨૦૨૪ ને શુક્રવારના રોજ હોળીની ઉજવણી હોવાથી બાળકોને રંગીન કપડાં પહેરાવવા.
 • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૨૩-૦૩-૨૦૨૪ થી તા: ૦૫-૦૪-૨૦૨૪ સુધી બાળકનું વાર્ષિક મૂલ્યાંકન રહેશે.
 • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૦૬-૦૪-૨૦૨૪ ને શનિવાર ના રોજ “KINDER GAJERIANS EVENING OUT” નું આયોજન કરેલ છે.
 • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૦૯-૦૪-૨૦૨૪ ને મંગળવાર ના રોજ ઇનામ વિતરણનું આયોજન કરેલ છે.
 • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૧૫-૦૪-૨૦૨૪ થી તા: ૩૦-૦૪-૨૦૨૪ સુધી ‘ફીટ એન્ડ ફન’ પ્રોગ્રામનું આયોજન કરેલ છે.
 • પૂર્વ-પ્રાથમિક વિભાગ: તા: ૨૦-૦૪-૨૦૨૪ ને શનિવાર ના રોજ વાર્ષિક પરિણામ દિવસ.
 • પ્રાથમિક વિભાગ: તા.૦૨-૦૨-૨૦૨૪ને શુક્રવારના રોજ કેન્સર અવેરનેસ ડે ની ઉજવણી.
 • પ્રાથમિક વિભાગ: તા.૨૦-૦૨-૨૦૨૪ ને મંગળવારના સ્પોર્ટ્સ ડે ની ઉજવણી.
 • પ્રાથમિક વિભાગ: તા.૨૧-૦૨-૨૦૨૪ ને બુધવારના રોજ માતૃભાષા દિનની ઉજવણી.
 • પ્રાથમિક વિભાગ: તા.૨૪-૦૨-૨૦૨૪ ને શનિવારના રોજ વાલી મિટિંગનું આયોજન 
 • પ્રાથમિક વિભાગ: તા.૨૮-૦૨-૨૦૨૪ને બુધવારના રોજ સાયન્સ ડે ની ઉજવણી.
 • મા. અને ઉ. મા. વિભાગ – વાલી મીટીંગ – ધોરણ ૮ વાર્ષિક પરિણામ – ૦૨/૦૫/૨૦૨૪
 • મા. અને ઉ. મા. વિભાગ – વાલી મીટીંગ – ધોરણ ૯ અને ૧૧ વાર્ષિક પરિણામ – ૦૩/૦૫/૨૦૨૪
 • મા. અને ઉ. મા. વિભાગ – તા.૦૬/૦૫/૨૦૨૪ થી તા.૦૨/૦૬/૨૦૨૪ સુધી ઉનાળુ વેકેશન રહેશે. ૦૩/૦૬/૨૦૨૪ થી શાળા રાબેતા મુજબ ચાલશે.

Admission Enquiry

૨૫ વર્ષોથી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ ૧૮ શાળાઓ અને 3 કોલેજોમાં અભ્યાસ કરતા ૫૮,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ક્ષેત્રમાં નવીનીકરણ લાવી રહ્યું છે.

શૈક્ષણિક, રમત-ગમત અને કલા આમ દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતાઓને વિકસાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. દરેક બાળક પોતાનું કૌશલ્ય નિખારે અને પોતાની આવડત અનુસાર ઉત્તમ જીવનનું ઘડતર કરે એ હેતુથી શિક્ષકો જીવનલક્ષી કેળવણી આપવા પાર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સાથે સાથે ગજેરા ટ્રસ્ટ વાલી-શિક્ષકની ભાગીદારીમાં વિશ્વાસ રાખે છે જેથી બાળક માત્ર એક આદર્શ વિદ્યાર્થી જ તરીકે નહિ પણ એક આદર્શ વૈશ્વિક નાગરિક તરીકે પ્રગતિમાં સહભાગી બની શકે.