GAJERA VIDYABHAVAN, UTRAN

  Smt. S. H. Gajera School, Gujarati Medium (Utran), Surat

Academics

શાળા એ બાળકના સર્વાંગી વિકાસનું સગવડતા ભર્યુ માધ્યમ છે. આ માધ્યમ દ્રારા બાળક જીવનમૂલ્યો,સામાજિક દ્રષ્ટિકોણ તેમજ રાષ્ટ્રહિત અને પારિવારિક સંબંધોનું મૂલ્ય કરતાં.તેનો આદર કરતાં શીખે એ જરૂરી છે.

આ જહેતુસર વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન – ઉત્રાણ સતત પ્રયત્નશીલ છે. આ શાળાના એકેડેમીક સ્ત્રોત જેવા કે.

  • દર સોમાવારે વિદ્યાર્થીના અભ્યાસ રીલેટેડ માહિતી માટે યુનિટ ટેસ્ટ લેવામાં આવે છે.
  • શાળામાંથી વિધાર્થી માટે બાહ્ય પરીક્ષાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા તેમજ જવાહર નવોદય અને અન્ય પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીને તૈયાર કરી સ્પર્ધા માટે મોકલવામાં આવે છે.
  • શાળામાં બાળકો દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ થી શિક્ષણવધુ સચોટ બને તે હેતુથી પ્રોજેક્ટર ની સુવિધા છે.
  • વિધાર્થીઓ અભ્યાસ અંતર્ગત વાંચન ઉપરાંત ઈત્તર વાંચન માટે શાળામાં ‘લાઈબ્રેરી’ પણ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ યુગમાં વાંચન માટે પ્રેરાય તે માટે આ ઉત્તમ માધ્યમ છે.
  • વર્ગમાં વિદ્યાર્થીઓ નાટક,અભિનય તેમજ પ્રેક્ટીકલ નિદર્શન દ્રારા અભ્યાસમાં રસ-રૂચિ કેળવે છે.

શિક્ષણ ના વ્યાપ સાથે વિદ્યાર્થીને મળતી સુવિધા પણ ખુબજ અસરકારક પરિબળ છે. શાળામાં વિદ્યાર્થી ને અનુકૂળ તેમજ શિક્ષણને અનુરૂપ સુવિધા હોવી જરૂરી છે. આ વિચાર સાથે અમારી શાળામાં શિક્ષણ તેમજ વિદ્યાર્થી ને અનુરૂપ ફેસિલિટી ઉપલબ્ધ છે જેવી કે,

Classroom

વર્ગખંડ વિધાર્થીના શિક્ષણને અસર કરનારું પરિબળ છે.માટે આ પરિબળ ને લક્ષમાં રાખીને વર્ગખંડ હવા ઉજાસ વાળા તેમજ વિદ્યાર્થીની ઉંચાઈ ને અનુરૂપ બેંચસાથે સુસજ્જ છે. ભારતનું ભાવી ઘડાય છે શાળાના વર્ગખંડોમાં આ પંક્તિને સાર્થક કરવા માટે વિદ્યાર્થીઓ માટે શાળામાં સૌથી વધારે અસરકારક પરીબળ હોય તો તે છે શાળાના ક્લાસરૂમ. આ પરિબળને લક્ષ્યમાં રાખીને ક્લાસરૂમ હવા ઉજાસવાળા તેમજ વિદ્યાર્થીની ઊંચાઈને અનુરૂપ બેન્ચ સાથે સુસજ્જ છે.

Computer Lab

શાળા માં અદ્યતન કમ્પ્યુટર લેબ છે જેમાં ૭૦ કમ્પ્યુટર ઉપલબ્ધ છે.૨૧મી સદીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. આ ટેકનોલોજીની સદીમાં નવા આઈડિયા, નવું નોલેજ મેળવવા માટે મોબાઇલ, ટેબલેટ, લેપટોપ અને કમ્પ્યુટર નો ઉપયોગ દિવસે-દિવસે વધતો જાય છે. આ ટેકનોલોજી સાથે કદમ મિલાવવા શાળામાં અધ્યતન એવી કમ્પ્યુટર ની બે લેબ ચાલે છે જેમાં ૭૦-૭૦ કમ્પ્યુટર ઉપલબ્ધ છે.

Audio Visual Room

દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ થી વિદ્યાર્થી નું શિક્ષણ વધુ અસરકારક બને તે હેતુથી પ્રોજેક્ટર રૂમ પણ શાળા માં ઉપલબ્ધ છે. કહેવાય છે કે વિષયવસ્તુ વાંચવા કે ગોખવાથી યાદ નથી રહેતું તે જોવાથી કે ગાવાથી સરળ રીતે યાદ રાખી શકાય છે. આ હેતુને ચરિતાર્થ કરવા માટે શાળામાં દ્રશ્ય –શ્રાવ્ય માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે ઓડિયો વિઝયુઅલ રૂમની સુવિધા ઉપલબ્ધ છે.

Library

વિધાર્થી તેમજ શિક્ષકો અભ્યાસ સિવાય ઈત્તર વાંચન માટે પ્રેરાય તે હેતુ સાથે શાળામાં લાઇબ્રેરી રૂમ પણ છે.પુસ્તકોની મૈત્રી એ સૌથી સારી મૈત્રી છે. આ મૈત્રી નિભાવવા સારા પુસ્તકોની જરૂર પડે છે અને પુસ્તકો લાઇબ્રેરીમાં રાખવામાં આવે છે. જેથી કરીને અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ,શિક્ષકો અને વાલીઓ ઈત્તર વાંચન માટે પ્રેરાય આવા સરસ હેતુથી શાળાના બિલ્ડીંગમાં અધ્યતન લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Conference Hall

વિદ્યાર્થીના વિવિધ પ્રોગ્રામ માટે તેમજ સેમિનાર માટે શાળામાં આધુનિક સુસજ્જતા વાળો કોન્ફરન્સ હોલ પણ છે. વિદ્યાર્થીઓના વિવિધ પ્રોગ્રામ તેમજ વાલીઓ, શિક્ષકો માટેના સેમીનાર, વર્કશોપ અને સ્પર્ધાઓ માટે પ્રોજેક્ટર અને AC થી સજ્જએવો મસ્ત મોટો કોન્ફરન્સ રૂમ પણ ઉપલબ્ધ છે.

Breakfast for Pre-primary Students

બ્રેક ફાસ્ટ એ બાળકો ના આરોગ્ય માટે સૌથી મહત્તવની બાબત છે.અભ્યાસ,તેમજ શારીરિક અને માનસિક શક્તિ માટે તે જરૂરી છે. આમ,બાળક રેગ્યુલર જમતા શીખે અને તેને જરૂરી પોષકતત્વો મળી રહે તે હેતુથી બાલભવન વિભાગના નાનાં ભૂલકાઓને બ્રેક ફાસ્ટ આપવામાં આવે છે.બાળકના રસ પ્રમાણે તેના હેલ્થ ને અનુરૂપ તેમજ મિનરલ,વિટામીન,લોહતત્વ મળી રહે તેવો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.

Routine Health check-ups

“જેનુ મન સ્વસ્થ તેનું તન સ્વસ્થ”. શરીર તંદુરસ્ત હોય તો માનવ કોઈ પણ કાર્ય કરી શકે.આજના આ યુગમાં હેલ્થ એ મહત્વની બાબત છે. બાળક કોઈને કોઈ શારિરીક,માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે શાળામાં દરેક બાળકનો હેલ્થ ચેક-અપ કરવામાં આવે છે.અને તેને હેલ્થ અવરનેસ માટેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે.

Parent Seminar

Parent’s સમયના બદલાવ સાથે કંઇક નવું જાણે, સમજે અને પોતાના વ્યક્તિત્વ વિશે સમજે તે માટે Parents માટે વિવિધ સેમીનાર નું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી ના શિક્ષણ તેમજ માનસિક પ્રશ્નો ના ઉકેલ માટે ના પણ સેમીનાર યોજવામાં આવે છે .

Parents-Teacher Meeting

બાળકના સર્વાંગી વિકાસમાં શાળા, શિક્ષકો જેટલો ભાગ ભજવે છે તેટલોજ ફાળો આજના આધુનિક સમયમાં માતા–પિતાનો પણ રહેલો છે. શિક્ષણમાં થયેલા પરિવર્તનના આ સમયમાં દરેક માતા–પિતાને પોતાના બાળકની અભ્યાસિક પ્રગતિની જાણ થાય તે હેતુથી શાળામાં દરેક મહિના ના અંતે ‘વાલીમિટિંગ’ નું આયોજન કરવામાં આવે છે. આ મિટિંગ દરમિયાન બાળકના વ્યક્તિત્વ, તેના અભ્યાસ, લેખન અને અન્ય પ્રવૃત્તિ વિશે વાલી સાથે ચર્ચા કરવામાં આવે છે. તેમજ વાલીઓને શાળાની વિવિધ પ્રવૃત્તિની જાણ થાય તે માટે ઇવેન્ટ નું આયોજન કરવામાં આવે છે.

Student Seminar

વિદ્યાર્થી સમયના બદલાવ સાથે કંઇક નવું જાણે ,સમજે અને પોતાના વ્યક્તિત્વ વિશે સમજે તે માટે વિદ્યાર્થી માટે વિવિધ સેમીનાર નું આયોજન કરવામાં આવે છે . આ ઉપરાંત વિદ્યાર્થી ના શિક્ષણ તેમજ માનસિક પ્રશ્નો ના ઉકેલ માટે ના પણ સેમીનાર યોજવામાં આવે છે.

Student Teacher Counselling

સમયનો સદઉપયોગ કરી પોતાના કિમતી સમયનું આયોજન કરી તેમજ દરેક કલાક – મિનિટ નો ઉપયોગ કરી પોતાના અભ્યાસલક્ષી આયોજન કરી શકાય તે અંતર્ગત ‘ ટાઇમ મેનેજમેન્ટ’ વિષય પર કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તદુપરાંત પોતે જ પોતાના વર્ગ નું વાતાવરણ કઈ રીતે સુધારી , પોતાના અભ્યાસમાં તેમજ લાઇફમાં કઈ રીતે આગળ વધી શકાય તે અંતર્ગત પણ વિદ્યાર્થીઓ માટે સમયાંતરે કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

Teacher Training Programs

શાળાના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો નો ઉકેલ , તેનો યોગ્ય જવાબ આપવા માટે શિક્ષકો અગાઉથી તાલીમબદ્ધ બની યોગ્ય ઉકેલ આપી શકે તે માટે વર્ગમાં ઉદ્દભવતા પ્રશ્નો અને તેનો ઉકેલ માટે ટીચર ટ્રેનીંગ ,સેમીનાર તેમજ પ્રેક્ટીકલ રીતે માહિતગાર કરવામાં આવે છે . આ ઉપરાંત ‘ટીમવર્ક’ થકી કાર્યો કેવી રીતે સરળ અને સફળ બની શકે તે માટે ટીચર ટ્રેનીંગ કરવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષકો માટે યોગા ટ્રેનીંગ , સ્પોકન ઈંગલીશ ,તેમજ કમ્પ્યુટર ટ્રેનીંગ પણ શાળામાં કરાવવામાં આવે છે.

Parents Competitions

દરેક વ્યક્તિમાં કંઇક ને કંઇક હુન્નર છુપાયેલું હોય છે . આમ વિદ્યાર્થીમાં છુપાયેલ આ ટેલેન્ટ ને બહાર લાવવા સ્પર્ધાઓ યોજવામાં આવે છે તેમ વાલી પણ પોતાની રસ રૂચિ કેળવે તે હેતુથી વાલી ની પણ સ્પર્ધા યોજવામાં આવે છે . જેવી કે, ‘વેસ્ટ માંથી બેસ્ટ’, ‘કોડિયા શણગાર’ , દિવાળીકાર્ડ ડેકોરેશન , ‘ક્વિઝ કોમ્પીટીશન’ વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે .