Press Note & Articles

કલામહાકુંભ-૨૦૨૧ (જિલ્લાકક્ષા)
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે તા. ૦૯-૦૨-૨૦૨૨ ના રોજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમતગમત અધિકારી, સુરત દ્વારા સંચાલિત કલામહાકુંભ-૨૦૨૧ જિલ્લાકક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી વિવિધ સ્પર્ધાઓમાં વિજય મેળવ્યો હતો.

બજેટ વિશે લાઈવ ટોક શો
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે તા. ૦૫/૦૨/૨૦૨૨ના રોજ ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર દ્વારા બજેટ માટે લાઈવ ટોક શોનું આયોજન કર્યું હતું. જેમાં ધોરણ-૧૧ કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે સહભાગી બની બજેટ ૨૦૨૨ શું છે તેની ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી.

વિશ્વ કેન્સર દિવસ (ટોક શો)
તા. ૦૪/૦૨/૨૦૨૨ના રોજ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સુરતની ખ્યાતનામ ભરત કેન્સર હોસ્પિટલના ઓનકોલોજી સર્જન ડો. આકાશ વાઘાણી અને ડો. અંકિત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સમાજમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક સુંદર ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધી નિર્વાણ દિન
ઉત્રાણ સ્થિત ગજેરા વિદ્યાભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ તા. ૩૦/૦૧/૨૦૨૨ના રોજ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ટ્રસ્ટ દ્વારા નિર્મિત અદ્યતન સ્ટુડિયોમાં ભારતની આઝાદીના વિવિધ પ્રસંગોને નાટક સ્વરૂપે રજૂ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

૭૩માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે દેશના ૭૩માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પરેડમાં અટલ ટેન્કરિંગ લેબ દ્વારા તૈયાર થયેલ રોબોટ્સ અને વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓ પણ સામેલ થયા હતા.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા ૨૦૨૦-૨૧
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્રાણ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થઈ સમગ્ર ગુજરાતમાં શાળાનું નામ રોશન કર્યું છે.

વિદ્યાર્થીઓ દ્વારા અલ્ટ્રાસોનિક રડાર સિસ્ટમ વિકસાવી
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે અટલ ટીકરીંગ લેબના માધ્યમથી ધોરણ-૯ના વિદ્યાર્થીઓ દ્વારા સરહદ સુરક્ષા માટે અલ્ટ્રાસોનિક રડાર સિસ્ટમ વિકસાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા લર્નિંગ એપ્લિકેશન બનાવી
કોરોના મહામારીના સમયમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં સહાયક બનવા માટે અટલ ટીકરીંગ લેબના માધ્યમથી ધોરણ-૯ના વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ લર્નિંગ એપ્લિકેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓનું વેક્સિનેશન
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે સુરત મહાનગરપાલિકાના સહયોગથી ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સુરક્ષા કવચ મેળવ્યું હતું.

સાંકેતિક ભાષા (સંપૂર્ણ સંવાદ કાર્યક્રમ)
કારુળકર પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા શાળામાં ‘સંપૂર્ણ સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મૂક-બધિર વ્યક્તિઓ સાથે સંવાદ સાધવા માટે વિદ્યાર્થીઓને સાંકેતિક ભાષા શીખવવામાં આવી હતી.

પક્ષી બચાવો, પર્યાવરણ બચાવો
ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓને પતંગના દોરાથી બચાવવા માટે 'પ્રયાસ' સંસ્થાના સહયોગથી શાળામાં જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓની નવા વર્ષની અનોખી ઉજવણી
શાળાના ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદ બાળકો અને વૃદ્ધોને ફ્રૂટ, ચોકલેટ અને રમકડાં વહેંચીને નવા વર્ષની અનોખી અને સેવાકીય ઉજવણી કરવામાં આવી હતી.

અતિથિ વિશેષ (ટોક શો - તૃપ્તિબેન શાહ)
ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ધારક અને ખ્યાતનામ એન્કર તૃપ્તિબેન શાહની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે એન્કરિંગ અને સ્ટેજ પ્રેઝન્સ અંગે માર્ગદર્શક ટોક શો યોજાયો હતો.

વિદ્યાર્થીઓ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન
મહામારીમાં ખડેપહેલે સેવા આપનાર ડૉક્ટરો, પોલીસ કર્મીઓ, ફાયરમેન અને સફાઈ કર્મચારીઓનું ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીઓ દ્વારા રૂબરૂ મળી આભારપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી
ગ્રાહક સુરક્ષા અને કાયદાકીય જાગૃતિ માટે સુરત ગ્રાહક તકરાર નિવારણ કમિશનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી પાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશેષ ટોક શો યોજાયો હતો.

રાષ્ટ્રીય કિસાન દિવસ (સેમિનાર)
બાગાયતી ખેતી અને તેના આજના યુગમાં મહત્વ અંગે સુરત જિલ્લા બાગાયત અધિકારી શ્રી દિનેશભાઈ પડાળીયા દ્વારા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.

મેથેમેટિક્સ ડે અંતર્ગત ગાણિતિક પ્રશ્નોત્તરી
શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસ નિમિત્તે KBC ફોર્મેટ પર આધારિત રોમાંચક ગાણિતિક પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વાસ્થ્ય સંવાદ (ટોક શો - ઓમિક્રોન જાગૃતિ)
કોવિડ-૧૯ અને ઓમિક્રોન વાયરસ સામે રક્ષણ તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા બાબતે યુવાન ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડૉ. પ્રતીક સાવજ સાથે આરોગ્ય વિષયક ચર્ચા કરવામાં આવી હતી.

કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
ધોરણ-૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે યોગ્ય કારકિર્દી પસંદગી અને ભવિષ્યના ઉજ્જવળ વિકલ્પો અંગે એજ્યુકેશન કો-ઓર્ડિનેટર શ્રી જયેશભાઈ પટેલનું વ્યાખ્યાન યોજાયું હતું.

ઉર્જા અને ક્લાઈમેટ ચેન્જ વિશે જાગૃતતા કાર્યક્રમ
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સહયોગથી વિદ્યાર્થીઓમાં પુનઃપ્રાપ્ત ઉર્જા અને આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ લાવવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

નેવી ડે ની ઉજવણી (ટોક શો)
ભારતીય સેનાની ત્રણેય પાંખથી વિદ્યાર્થીઓ પરિચિત થાય તે માટે નિવૃત્ત અધિકારીશ્રી હરેનકુમાર ગાંધી અને નેવી ઓફિસર શ્રી જી. એલ. કટારિયાની ઉપસ્થિતિમાં વિશેષ ટોક શો યોજાયો હતો.

વિશ્વ માનવ અધિકાર દિવસ (ટોક શો & વક્તૃત્વ સ્પર્ધા)
માનવ અધિકારો અને નાગરિક સ્વતંત્રતા વિશે વિદ્યાર્થીઓમાં સમજ કેળવવા શાળાના શિક્ષકો સાથે ટોક શો અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પુસ્તક વિમોચન કાર્યક્રમ ('અજવાળાના આરાધકો')
દિવ્યાંગ લેખક અને લોકગાયક શ્રી મુકેશભાઈ ધારૈયા દ્વારા રચિત પુસ્તક 'અજવાળાના આરાધકો'નું ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાના અધ્યક્ષસ્થાને ભવ્ય પુસ્તક વિમોચન યોજાયું હતું.

ઉચ્ચશિક્ષણનું મહત્વ (કુલપતિશ્રી ડો. હરીશ પાઢ સાહેબ)
વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. હરીશ પાઢ સાહેબ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ અને વિદેશી શિક્ષણ પ્રણાલી વિશે માર્ગદર્શન અપાયું.

શિક્ષક તાલીમ વર્ગ (તણાવથી તાકાત & ભાવનાત્મક બુદ્ધિ)
ઑરો યુનિવર્સિટીના પ્રાધ્યાપકો દ્વારા શિક્ષકોમાં તણાવ સંચાલન અને ભાવનાત્મક બુદ્ધિ (Emotional Intelligence) વિકસાવવા વિશેષ તાલીમ સત્રો યોજાયા હતા.

મેકર્સ ડે-૨૦૨૧ ઉજવણી ('મધર નેચર' થીમ)
ટ્રસ્ટીશ્રી સુનિતાબેન ગજેરાના જન્મદિવસ નિમિત્તે 'મધર નેચર' થીમ પર ઇનોવેશન, ક્રિએટિવિટી અને સોશિયલ વિભાગ અંતર્ગત મેકર્સ ડે ની ભવ્ય ઉજવણી કરાઈ હતી.

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ટોક શો
પર્યાવરણ રક્ષણ અને પ્લાસ્ટિકના જોખમોથી બચવા તેમજ વેસ્ટ મેનેજમેન્ટ અંગે નેચર ક્લબના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે જાગૃતિ શિબિર યોજાઈ હતી.