History

01

શરૂઆત અને સંકલ્પ

પ્રમુખશ્રી વસંત ગજેરાની દીર્ઘદષ્ટિ અને ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાની સમાજ સેવાના ભાવથી મધ્યમ વર્ગનાં બાળકોને પ્રેરણા સભર શિક્ષણ મળે તે હેતુથી જ્ઞાનની સરવાણીના સ્ત્રોત સમાન શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્રાણ વિસ્તારમાં ગજેરા વિદ્યાભવનની શરૂઆત કરવામાં આવી હતી.

02

પ્રગતિ અને વિકાસ (૨૦૦૯ - ૨૦૨૧)

૨૦૦૯માં બાલભવન, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં કુલ ૪૦૦ બાળકો સાથે શરૂઆત થઈ. વર્ષ ૨૦૧૭માં ઉત્તમ અભ્યાસલક્ષી CBSE બોર્ડ શરૂ થયું. હાલમાં ગુજરાતી માધ્યમમાં ૩૬૦૩, અંગ્રેજી માધ્યમમાં ૨૯૨૦ અને CBSE માધ્યમમાં ૪૩૪ મળીને કુલ ૬૯૫૭ વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે.

03

નેતૃત્વ અને હરણફાળ (૨૦૧૪)

ઈ.સ. ૨૦૧૪માં ટ્રસ્ટી તરીકે ઉત્સાહી, કુશાગ્રબુદ્ધિ અને દીર્ઘદ્રષ્ટા એવા કિંજલબેન ગજેરાના પદાર્પણથી શાળાએ પ્રગતિના પંથે હરણફાળ ભરી છે. તેમના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક ગુણવત્તા, આધુનિક સુવિધાઓ અને સર્વાંગી વિકાસના નવા માપદંડો સ્થાપિત થયા છે.