Curriculum

જુ.કે.જી & સિ.કે.જી
જુ.કે.જી & સિ.કે.જી માં ગુજરાતી,અંગ્રેજી,ગણિત,ચિત્રકામ,સામન્ય જ્ઞાન, ગીત/સંગીત/વાર્તા, હસ્તકલા, જીવનવ્યવહાર, ઇન્દ્રિયશિક્ષણ જેવા વિષયો અભ્યાસક્રમમાં લેવામાં આવેલ છે.આ વિષયો વિધાર્થીઓને વિવિધ ઇન્ડોર –આઉટ ડોર એક્ટીવીટી દ્રારા શીખવાડવામાં આવે છે. જેથી બાળકો ગમ્મત સાથે જ્ઞાન મળી રહે.


ધો – ૧ થી ૫
ધો – ૧ થી ૫ માં ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણઅને હિન્દી જેવા મુખ્ય વિષય અભ્યાસક્રમમાં લેવામાં આવેલ છે. આ વિષયો વિદ્યાર્થીને વિવિધ ઓડિયો- વિડિયો માધ્યમ વિવિધઇન્ડોર – ઓઉટડોર ગેમ તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિ દ્રારા શીખવામાં આવે છે જેથી બાળકોને અભ્યાસમાં ઉત્સાહ અને રસ – રૂચિ જળવાય રહે.


ધો – ૬ થી ૧૦
ધો – ૬ થી ૧૦ માં ગુજરાતી,હિન્દી,અંગ્રેજી,સંસ્કૃત,વિજ્ઞાન,ગણિત,સામાજીક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયો અભ્યાસક્રમમાં લેવામાં આવેલ છે.આ ઉપરાંત કમ્પ્યુટર,ડ્રોઈંગ,પી.ટી.,જેવા ગૌણ વિષયો પણ અભ્યાસક્રમમાં લેવામાં આવેલ છે. આ વિષયો વિદ્યાર્થીઓને જીવનમાં તેમજ આગાઉના ધોરણમાં ઉપયોગી બને તે માટે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિ,પ્રોજેક્ટ વર્ક તેમજ ઓડિયો – વિડીયો માધ્યમ વડે શીખવવામાં આવે છે.


ધો-૧૧ થી ૧૨
ધો-૧૧ થી ૧૨ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં (કોમર્સ) એકાઉન્ટ,સ્ટેટ,બી.એ.ઇકોનોમિક,અંગ્રેજી,એસ.પી.,ગુજરાતી જેવા મુખ્ય વિષયો શીખવવામાં આવે છે.વિદ્યાર્થીઓ આ વિષયોને જીવન ઉપયોગી નીવડે તે રીતે પ્રેક્ટીકલ તેમજ પ્રોજેક્ટ વર્ક વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિદ્રારા શીખવવામાં આવે છે.