History

પ્રમુખશ્રી વસંત ગજેરાની દીર્ઘદ્ષ્ટિ અને ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાની સમાજ સેવાના ભાવથી મધ્યમ વર્ગનાં બાળકોને પ્રેરણા સભર શિક્ષણ મળે તે હેતુથી જ્ઞાનની સરવાણીના સ્ત્રોત સમાન શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ઉત્રાણ વિસ્તારમાં ગજેરા વિદ્યાભવનની શરૂઆત કરવામાં આવી હતી.

૨૦૦૯માં બાલભવન,ગુજરાતી અની અંગ્રેજી માધ્યમમાં કુલ ૪૦૦ બાળકો સાથે ગજેરા વિદ્યાભવન ઉત્રાણ શાખાની શરૂઆત થઇ અને વર્ષ ૨૦૧૭માં ઉત્રાણ બ્રાન્ચમાં ઉત્તમ અભ્યાસલક્ષી CBSE બોર્ડની શરૂઆત થઇ હાલમાં એટલે કે ૨૦૨૧ માં ગુજરાતી માધ્યમમાં ૩૬૦૩ ,અંગ્રેજી માધ્યમમાં ૨૯૨૦ અને CBSE માધ્યમમાં ૪૩૪ મળીને કુલ ૬૯૫૭ વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યાં છે.

ઈ.સ. ૨૦૧૪ માં મેં ટ્રસ્ટી તરીકે ઉત્સાહી, કુશાગ્રબુધ્ધિ, અને દીર્ધ દ્રષ્ટા એવા કિંજલબેન ગજેરા ના પદાર્પણ થી શાળા એ પ્રગતિના પંથે હરણ ફાળ ભરી.