Admission Procedure

ગજેરા વિદ્યાભવનનાં દરેક વિભાગોમાં ખાલી જગ્યાને આધારે કોઈપણ પ્રકારના નાત-જાતના કે અન્ય ભેદભાવ વગર સમાજના તમામ ક્ષેત્રનાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. ધોરણ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા નીચે પ્રમાણે હાથ ધરાય છે.

Pre-primary

સુજ્ઞ વાલીશ્રી,

ગજેરા વિદ્યાભવન, પૂર્વ- પ્રાથમિક વિભાગમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ નર્સરી(પ્લેગ્રુપ), જુ.કેજી., સિ.કેજી. અને બાલવાટિકા ગુજરાત બોર્ડ ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને CBSEના પ્રવેશ શરૂ થઈ ગયા છે તો પ્રવેશ મેળવવાં ઈચ્છતા હોય તેઓએ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ પ્રિન્સીપાલ ઓફીસમાં (રૂમ નંબર-૦૯) આવીને મળી જવું.

સરકારશ્રીના આદેશ મુજબ સમગ્ર રાજ્યમાં બાળકની ઉંમર પ્રમાણે જે–તે ધોરણમાં પ્રવેશ આપવાનો હોવાથી બાળકની જન્મ તારીખ નીચે આપેલ તારીખની વચ્ચે આવતી હોય તે પ્રમાણે પ્રવેશપાત્ર રહેશે.

૧. બાળકના ત્રણ પાસપોર્ટ સાઈઝના ફોટા

૨. માતા-પિતાના ર+૨ પાસપોર્ટ સાઈઝના ફોટા

૩. ઓરિજિનલ જન્મ તારીખનો દાખલો અને તેની ર ઝેરોક્ષ

૪. બાળક તેમજ માતાપિતા એમ ત્રણેયના આધારકાર્ડ, પિતાની LC, પાસપોર્ટ નંબર, બ્લડગૃપ અને એડ્રેસ પૂફ(બધા ડોક્યુમેન્ટની ઓરીજીનલ તેમજ ઝેરોક્ષ સાથે લાવવું)

નર્સરી(પ્લે ગ્રુપ), જુ.કે.જી., સિ.કેજી. & બાલવાટિકા

નર્સરી(પ્લેગ્રુપ), જુ.કે.જી., સિ.કેજી. & બાલવાટિકા માં ગુજરાતી, અંગ્રેજી, ગણિત, ચિત્રકામ, સામન્ય જ્ઞાન, ગીત/સંગીત/વાર્તા, હસ્તકલા, જીવનવ્યવહાર, ઇન્દ્રિયશિક્ષણ, નૈતિક મુલ્યો, પ્રકૃતિ(નેચર) જેવા વિષયો અભ્યાસક્રમમાં લેવામાં આવેલ છે.આ વિષયો વિધાર્થીઓને વિવિધ ઇન્ડોર –આઉટ ડોર એક્ટીવીટી દ્રારા શીખવાડવામાં આવે છે. જેથી બાળકો ગમ્મત સાથે જ્ઞાન મળી રહે.

વિધાર્થીઓનો શાળા સમય

  • નર્સરી(પ્લેગ્રુપ), જુ.કે.જી., સિ.કેજી. અને બાલવાટિકા :- સોમવાર થી શુક્રવાર- સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦. 
  • શનિવારે – ક્લબ એક્ટીવીટી 

શિક્ષકોનો શાળા સમય

  • નર્સરી(પ્લેગ્રુપ), જુ.કે.જી., સિ.કેજી. અને બાલવાટિકા :- સોમવાર થી શનિવાર- સવારે ૦૭:૩૦ થી બપોરે ૦૧:૦૦.

આચાર્યોશ્રી ને મળવાનો સમય

  • સોમવાર થી શુક્રવાર- સવારે ૦૮:૦૦ થી ૦૯:૦૦

પ્રવેશ માટે ની વયમર્યાદા:

1. નર્સરી(પ્લેગ્રુપ) માટે બાળકની જન્મતારીખ ૦૨-૦૬-૨૦૨૨ થી ૩૧-૧૨-૨૦૨૨ સમયગાળામાં હોવી જોઈએ. 

2. જુ.કેજી. માટે બાળકની જન્મતારીખ ૦૨-૦૬-૨૦૨૧ થી ૦૧-૦૬-૨૦૨૨ સમયગાળામાં હોવી જોઈએ.

3. સિ.કેજી. માટે બાળકની જન્મતારીખ ૦૨-૦૬-૨૦ થી ૦૧-૦૬-૨૦૨૧ સમયગાળામાં હોવી જોઈએ. 

4. બાલવાટિકા માટે બાળકની જન્મતારીખ ૦૨-૦૬-૨૦૧૯ થી ૦૧-૦૬-૨૦૨૦ સમયગાળામાં હોવી

સરકારે જાહેર કરેલી NEP-2020ના નીતિ-નિયમ મુજબ શૈક્ષણિક વર્ષ- ૨૦૨૫-૨૬ દરમિયાન ૨ જૂન, ૨૦૨૫ ના રોજ જે બાળકની ઉંમરના ૬ વર્ષ પૂર્ણ થશે તેવા બાળકો ધોરણ ૧ માં પ્રવેશને પાત્ર રહેશે.

Primary

ધોરણ – ૧ માં પ્રવેશ:

  • અમારી શાળામાં જ બાલવાટિકા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ-૧ માં પ્રવેશ મેળવવા માટે  બાલવાટિકા નું વાર્ષિક પરિણામ આવ્યા બાદ ત્રણ દિવસ માં પ્રવેશ ફોર્મ અને વાર્ષિક ફી ભરી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

  • અમારા  બાલવાટિકા ના બાળકોને ધોરણ-૧ માં પ્રવેશ આપ્યા બાદ જો વર્ગખંડ માં જગ્યા બાકી રહે તો બીજી શાળાના બાળકોને એપ્રિલ મહિનામાં પ્રવેશ આપવામાં આવે છે.

  • બાલભવન વિભાગમાં અમારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સગા ભાઈ-બહેન ને પહેલા પ્રવેશ આપવામાં આવે છે.

  • ધોરણ -૧ માં પ્રવેશ લેવા માટે બાળકોના જન્મતારીખનું ઓરીજીનલ પ્રમાણપત્ર તેમજ તેની એક ઝેરોક્ષ કોપી અને બાળકોના ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા, માતા-પિતાનો ૧-૧ ફોટો કોપી સાથે લાવવાની રહેશે.

ધોરણ ૨ થી ૮ માં પ્રવેશ

  • અમારી એક શાખામાંથી બીજી શાખામાં બદલી કરાવવા માંગતા વિદ્યાર્થીઓને સૌ પ્રથમ પ્રવેશ આપવામાં આવે છે.
  • જો વર્ગખંડ માં જગ્યા બાકી હોય તો પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ની લેખિત પરીક્ષા લેવામાં આવે છે અને મેરીટ ના આધારે વાર્ષિક પરિણામ આવ્યા બાદ પ્રવેશ આપવામાં આવે છે.
  • મેનેજમેન્ટ જે રીતે નક્કી કરે તે પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે.
  • ધોરણ ૨ થી ૮ માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ વાર્ષિક પરિણામની ઝેરોક્ષ કોપી, શાળા છોડ્યાનું સર્ટીફીકેટ, વાર્ષિક ફી, વિદ્યાર્થીઓના પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા, માતા-પિતાના ૧-૧ ફોટો કોપી સાથે લાવવાની રહેશે.

Secondary & Higher Secondary

ધોરણ ૯ માટે

ધોરણ ૯ માં સૌ પ્રથમ સંલગ્ન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે તેમ કરતા જો જગ્યા બાકી રહે તો અન્ય શાળાના વિદ્યાર્થીઓને આગળના વર્ષની વાર્ષિક પરીક્ષા અને શાળા દ્વારા આયોજિત પ્રવેશ પરીક્ષાના ગુણાંકનને ધ્યાનમાં લઈ મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ પ્રક્રિયા ધોરણ ૮ ના પરિણામ જાહેર થયા બાદ બીજા દિવસ થી શરૂ થાય છે.


ધોરણ ૧૧ માટે

ધોરણ ૧૧ (વિજ્ઞાનપ્રવાહ તથા વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ પ્રક્રિયા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા આપવામાં આવતા આદેશ પ્રમાણે હાથ ધરવામાં આવે છે. ધોરણ ૧૦ની બોર્ડની જાહેર પરીક્ષાના પરિણામના બીજા દિવસથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે.


ધોરણ ૧૦ અને ૧૨ માટે

ધોરણ ૯ માંથી ૧૦ અને ૧૧ માંથી ૧૨માં આવતા વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે મોટે ભાગે ધોરણ ૧૦ અને ૧૨માં પ્રવેશ આપવાની શક્યતા રહેતી નથી છતાં જો જગ્યા રહે તો આગળના વર્ષના પરિણામ અને પ્રવેશ પરીક્ષાના દેખાવના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

Documents for admission

૧. બાળકના ત્રણ પાસપોર્ટ સાઈઝના ફોટા
૨. માતા-પિતાના ૨+૨ પાસપોર્ટ સાઈઝના ફોટા
૩. ઓરિજિનલ જન્મ તારીખનો દાખલો અને તેની ૨ ઝેરોક્ષ
૪. બાળક તેમજ માતાપિતા એમ ત્રણેયના આધારકાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટ નંબર, બ્લડગૃપ અને એડ્રેસ પ્રૂફની ઝેરોક્ષ.
૫. પિતાના LC ની ઝેરોક્ષ.
૬. વિદ્યાર્થી નું અસલ શાળા છોડ્યા નું પ્રમાણપત્ર.

• પ્રવેશ નિયમો

અનુસૂચિ
પ્રવેશ માટેની નોંધણી દર વર્ષે ૧લી ડિસેમ્બરથી શરૂ થાય છે.
તમામ વર્ગો માટે નવું સત્ર (ગ્રેડ નર્સરી, જુ.કે.જી. અને સિ.કે.જી. સહિત) દર વર્ષે જૂનના ૧લી સપ્તાહથી શરૂ થાય છે.

Right of Admission is reserved by Management

Write to us for any admission query