Sunita's Makerspace Clubs

Dance Club

Dance Club

ડાન્સએ એક કળા છે. જેમાં વિવિધ જાતના સ્ટેપ્સ સંગીતની રીધમ સાથે રજુ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકોને ડાન્સ દ્વારા શારીરિક તેમજ માનસિક ઘણા બધા ફાયદા થઈ શકે છે. માનસિક રીતે પણ આનંદિત અને પ્રસન્ન રહેવા માટે ડાન્સ ફાયદાકારક નિવડે છે.

  • સોલો ડાન્સ સ્પર્ધા
  • ગૃપ ડાન્સ સ્પર્ધા (વિવિધ ડાન્સ સ્ટાઇલ સાથે)
  • ભરતનાટ્યમ

Drama Club

નાટક એટલે જીવન અને જીવન એટલે નાટક. વિદ્યાર્થીઓનું સૌથી લોકપ્રિય માધ્યમ મનોરંજન માટેનું હોય તો તે છે ફિલ્મ અને ફિલ્મએ નાટકમાંથી જ આવેલુ આધુનિક સ્વરૂપ છે. વિદ્યાર્થીઓને અભિનય કરવો ખુબ જ ગમે છે. વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં પણ પોતાની ઉજ્જ્વળ કારકિર્દીનું નિર્માણ કરી શકે છે. શાળામાં ડ્રામા ક્લબમાં વિદ્યાર્થીઓને અભિનય કેવી રીતે કરવો? સ્ટેજની સમજણ, વેશભૂષા, નાટ્યસર્જનકલા વગેરે કૌશલ્ય શીખવવામાં આવે છે. આધુનિક યુગમાં ફિલ્મો તરફ જનતા ખુબ આકર્ષાય છે તેવા સમયે જો વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં પારંગત થાય તો તે પોતાની આ કલાને વ્યાવસાયિક ધોરણે સ્વીકારી પોતાનું જીવન સુખમય રીતે જીવી શકે છે.

Drama
_DSC0837

Technology Club

હાલના આધુનિક યુગમાં ટેકનોલોજીનું પ્રદાન ઉત્તરોત્તર વધી રહ્યું છે. આવતા વર્ષ માટે અમે શિક્ષકો વિદ્યાર્થીઓ પાસેથી એવી ટેકનોલોજી વિકસાવવા માંગીએ છીએ કે જેથી તેની આંતરિક સુષુપ્ત શક્તિઓ ખીલીને બહાર આવી શકે. મોબાઈલ ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટ્રુમેન્ટ ડેવલોપમેન્ટ અંગે માહિતગાર થાય છે.

Language Club

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાનું મહત્વ અને જુદીજુદી ભાષાનો ખ્યાલ આપવો. જે તે પ્રદેશની બોલીઓ વિશેનાં ઉદાહરણો આપી અને વિદ્યાર્થીઓ પાસે બોલાવવા, કવિ, લેખક અને સંપાદકોનો જુદીજુદી ભાષામાં પરીચય આપીને તેને કરેલા સંપાદનો વિશેનો ખ્યાલ આપવો. પત્રલેખન, અહેવાલ, નિબંધ, કાવ્યની રચના કેમ કરવી તેની માહિતી આપવી. આ બધી પ્રવૃત્તિઓની સ્પર્ધા ગોઠવવી.

_DSC0363
1

Social Club

આગામી વર્ષ બાળકોને સમાજ પ્રત્યેની જવાબદારી અને ફરજોનો ખ્યાલ આવે તેવા કાર્યક્રમોનું આયોજન કરીશું. તે માટે જાહેર સામાજિક કાર્યો કરતી સંસ્થાઓની મુલાકાત, વિવિધ સામાજીક જાગૃતિ બાબતેના કાર્યક્રમો, પ્રદર્શનો, સ્પર્ધાઓ, લોકસંપર્ક વગેરે પ્રકારના કાર્યક્રમો યોજીશું. વિવિધ સામાજીક જાગૃતિના વિડીયો, ફિલ્મો અને નાટકો વિદ્યાર્થી સમક્ષ રજુ કરીશું. જેનાથી બાળકોનાં સામાજીક જાગૃતિ ફેલાય અને તેના દ્વારા સમાજમાં પણ તે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરીશું.

Eco Club

ઇકો ક્લબ અંતર્ગત પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને સહભાગી કરવા બદલ આનંદ અનુભવીએ છીએ. ઇકો એક્ટીવીટી મારફતે વિદ્યાર્થીઓમાં ભાઈચારો, આત્મસુઝ, નવાં વિચારો કરવા પ્રેરાય, જુથમાં કામ કરવાની ભાવના, એકબીજાનાં વિચારોની આપ લે કરી શકે તેમજ પર્યાવરણનાં સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃત થાય છે અને તેના થકી વિશ્વ ફલક પર કામ કરવામાં આત્મવિશ્વાસુ બને છે.

_1
IMG_7836

Photography Club

“ગજેરા ફોટોગ્રાફી ક્લબ” દ્વારા બાળકમાં રહેલી સર્જનાત્મકતાને બહાર લાવવાનો પ્રયાસ થાય છે. જે માટે કલબના વિદ્યાર્થીઓને ફોટોગ્રાફી માટે ટેકનિકલ માર્ગદર્શન આપી તેમની ફોટોગ્રાફીની કળાને વિકસાવવાનો પ્રયત્ન થાય છે. જે માટે મહિનાના દરેક શનિવારે ક્લબ પિરિયડનું આયોજન કરવામાં આવે છે.

Sports Club

સ્પોર્ટ્સ ક્લબના વિદ્યાર્થીઓને ખેલકૂદ, નવી રમતો અને જૂની ભાતિગર રમતો વિશે માહિતગાર કરીશું. દરેક રમતો, મૂલ્યો અને મેદાનની સમજૂતી આપી, વિદ્યાર્થીઓની પસંદગી કરી ટીમ તૈયાર કરીશું. જે વિદ્યાર્થીનો ખુબ સારું પર્ફોમન્સ હોય તેઓને એક્સ્ટ્રા પ્રેક્ટિસ આપી નેશનલ, ઈન્ટરનેશનલ સુધી મોકલવાનો હેતુ આ કલબનો છે.

Sports
_DSC0818

Music Club

સંગીતએ એક સાધના છે. એક એવો વિષય જે માણસને મોટા પાયે અસર કરે છે. બાળકો આજના સમયમાં શાળા, ટ્યુશન, હોમવર્ક, પરીક્ષાઓમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેમને મનથી કે આંતરિક શાંતિ માટે મ્યુઝિક ખુબ જ અગત્યની બાબત બની રહે છે અને એ તો વિજ્ઞાને પણ સાબિત કર્યું છે અને એ હેતુથી જ મ્યુઝીક ક્લબમાં બાળકોને સામેલ કરવામાં આવે છે. સાથે સાથે તેઓ શાસ્ત્રીય સંગીત, પ્રાચીન સંગીતના સાધનો, રિતી-રીવાજો – પ્રસંગોચિત ગવાતા ગીતો વગેરેથી પણ માહિત થાય છે.

Public Speaking Club

માનવીની વાણી એક એવું તત્વ છે કે જે દરેકને આકર્ષીને પોતાનું વ્યક્તિત્વને નીખારી શકે છે. આધુનિક યુગમાં ટેકનોલોજીનો વિકાસ થતા કારકિર્દીનાં ક્ષેત્રો ખુબ જ વિશાળ બન્યા છે ત્યારે વિદ્યાર્થીઓ મીડીયા તરફ ખુબ આકર્ષાયા છે. આજે મીડીયામાં પણ વિદ્યાર્થી પોતાની કારકિર્દી ઘડી શકે છે. જેથી બાળકોમાં બોલવાની ક્ષમતાનો વિકાસ થાય તે હેતુથી શાળામાં Public Speaking Club રાખવામાં આવી છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ વકતૃત્વ અંગેનાં દરેક કૌશલ્ય પ્રાપ્ત કરી પોતાની કારકિર્દીનું નિર્માણ પણ કરી શકે છે.

3
Science

Science Club

વિશ્વ કક્ષાએ આજે જે પરિવર્તન આવી રહ્યુ છે તેમાં સૌથી મહત્વની ભૂમિકા સાયન્સની જોવા મળી છે. તેવા સમય દરમિયાન વિદ્યાર્થીઓને સાયન્સ તરફ અભિમુખ કરવા શાળામાં ‘સાયન્સ ક્લબ’ શરૂ કરવામાં આવેલ છે કે જેમાં બાળકો વિજ્ઞાનનાં પ્રયોગો અને નિયમો પ્રત્યક્ષ અનુભવી વિજ્ઞાન તરફ વધુ રસ લેતાં થાય. આ ક્લબ હેઠળ વિજ્ઞાનમેળો, સાયન્સ સેન્ટર મુલાકાત અને મોડેલ મેકીંગ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

Event Management Club

વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત આંતરિક શક્તિઓ ખીલવવી તેમજ તેમનામાં શિસ્તતા, સમય-પાલન કાર્ય કરવાની સમજણ, વ્યાવસાયિક બાબતોની સમજ, સામાજિક વાતાવરણ વગેરે જેવા ગુણો પ્રવૃત્તિઓના આયોજન દરમ્યાન પ્રાપ્ત કરી શકે. પોતાના કૌટુંબિક કે સામાજિક પ્રસંગો દરમ્યાન યોગ્ય આયોજન કરી સારું કાર્ય કરી શકે છે. દરેક ઉજવણીઓનું આનંદદાયી આયોજન કરી મેનેજમેન્ટના ગુણો વિકસાવી શકે.

Event Management
IMG_0852

Business Club

આપણી શાળામાં છેલ્લા ૨ વર્ષથી વિવિધ ક્લબનું આયોજન થાય છે, જેમાં એક ક્લબ “બિઝનેસ ક્લબ’ છે. આ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારનાં ધંધાકીય એકમો વિશે માહિતગાર થાય છે તેમજ વિવિધ વાણિજ્યની સેવાઓ (બેન્ક, વીમો, ઈ-કોમર્સ) વિશે માહિતગાર થાય. આથી ભવિષ્યમાં ધંધાકીય પ્રવૃત્તિઓ અંગે પોતાનું આયોજન કરી શકે છે.

Maths Club

ગણિત એક એવો વિષય છે કે જે દરેક વ્યક્તિને જીવનના દરેક તબક્કે ઉપયોગી નીવડે છે. શૈક્ષણિક અભ્યાસક્રમમાં પણ આ વિષય મહત્વનો છે. વિદ્યાર્થીઓ આ વિષયમાં રસ દાખવતા થાય તેવા પ્રયત્નો આ ક્લબ દ્વારા કરવામાં આવે છે. આ કલબની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી આ વિષયની નકારાત્મકતા દુર કરવા સરળ પદ્ધતિઓ અને તજજ્ઞોના સેમિનાર યોજવામાં આવે છે.

DSC_0364
????????????????????????????????????

Art Club

આર્ટ એટલે આવડત, કળા. જે દરેક મનુષ્યને જીવનપર્યત કામ લાગે છે. કલા આપણને માનસિક આનંદની સાથે આર્થિક રીતે પણ ઉપયોગી બને છે. બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ કલા તરફ આકર્ષાય છે. તેનાથી તેનો માનસિક વિકાસ થાય, સાથે સાથે નવું વિચારવાની ક્ષમતા કેળવાય છે. પોતાના વિચારોને મુક્ત રીતે વ્યક્ત કરી શકે છે. પોતાની લાગણી, ભાવોને રંગના માધ્યમે રજુ કરે છે. શારીરિક અશક્ત વ્યક્તિ પણ પોતાની કળા દ્વારા પોતાનું ગુજરાન ચલાવી શકે છે. કલારૂપી જ્ઞાન વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે, ભયમુક્ત કરે છે.

Craft Club

વર્તમાન સમયમાં કુદરતી સંસાધનોની અછત વર્તાય રહી છે ત્યારે નકામી લાગતી વસ્તુઓને યોગ્ય સ્વરૂપ આપી તેને ઉપયોગી બનાવવાનો પ્રયત્ન ક્રાફ્ટ ક્લબ દ્વારા કરવામાં આવે છે. આ ક્લબ હેઠળ માટીકામ, વેસ્ટમાંથી બેસ્ટ જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકને સંયમિત ઉપયોગ કરવાની સમજ આપવી.

Craft

નર્સરી, જુ.કે.જી અને સિ.કે.જી.

Std 1 to 4

Std 5 to 8

Std 9 to 12

  • Dance
  • Art
  • Craft
  • Drama
  • Music
  • Sports
  • Eco
  • Science
  • Maths
  • Language
  • Dance
  • Art
  • Craft
  • Drama
  • Music
  • Sports
  • Eco
  • Science
  • Maths
  • Language
  • Dance
  • Technology
  • Business
  • Social
  • Drama
  • Music
  • Public Speaking
  • Sports
  • Eco
  • Event Management
  • Science
  • Maths
  • Language
  • Photography
  • Art
  • Craft
  • Technology
  • Business
  • Social
  • Drama
  • Public Speaking
  • Eco
  • Event Management
  • Science
  • Maths
  • Language