Infrastructure
શાળા એ વિદ્યાર્થી ના સર્વાંગી વિકાસ ની ધુરા છે. તો તેના માટે યોગ્ય વાતાવરણ મળી રહે તે જરૂરી છે. પ્રાચીન સમય માં વિદ્યા એ ગુરુ ના આશ્રમ માં રહી મેળવવાની હતી. જે બાહ્ય વાતાવરણ સાથે જોડાયેલી બાબત હતી. પરંતુ સમય ના પરિવર્તન સાથે શૈક્ષણિક બાબતો બદલાતી જાય છે. આજના અત્યાધુનિક સમયમાં શાળાનું બિલ્ડીંગ બહુજ મહત્વની બાબત બની છે જે શિક્ષણ ના વાતાવરણ ને એટલુ જ અસર કરે છે.
શાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અદભૂત અને આકર્ષક છે.
શાળામાં ત્રણ બિલ્ડીંગો છે. જેમાં એક સ્પોર્ટ્સ બિલ્ડીંગ તેમજબીજું બિલ્ડીંગ માં શૈક્ષણિક વર્ગો ઉપલબ્ધ છે.
- શૈક્ષણિક બિલ્ડીંગ ૪ માળનું તેમજ ૧૮૦ ઓરડા ધરાવતું અધતન બિલ્ડીંગ છે.
- શાળામાં ટ્રસ્ટી ઓફિસ તેમજ ટ્રસ્ટી મીટીંગ રૂમ પણ ઉપલબ્ધ છે. જે અદ્યતન છે.
- આ ઉપરાંત આચાર્ય માટેની ત્રણ ઓફિસો છે.જે ઇન્ટીરીયર ડીઝાઇન તેમજ સી.સી.ટી.વી થી સજ્જ છે.
- શાળામાં વાલીઓ માટે વેઇટિંગ રૂમ પણ છે.
- બિલ્ડીંગના દરેક માળ ઉપર સ્ટાફરૂમ ઉપલબ્ધ છે. શાળામાં બે classroom વચ્ચેની લોબી(Passage) પણ યોગ્ય માપ સાથે આકર્ષક છે.
- શાળામાં બગીચા છે. બાળકોના મનને આનંદિત તેમજ ઉત્સાહવર્ધક રાખવા માટે ગાર્ડન ઉત્તમ છે
- આમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ શાળા અદ્યતન,સેફટી,સિક્યોરીટી તેમજ વિદ્યાર્થીના વિકાસને અનુલક્ષીને બનાવી છે.