Principal's Message
Mrs. Sunita Hirpara
આચાર્યા,
ગુજરાતી મિડીયમ પૂર્વ પ્રાથમિક વિભાગ
૨૧ મી સદી માં માનવજીવન ને મહેકતું બનાવવા “શિક્ષણ” ની પ્રકિયા મજબૂત,મહત્વકાંક્ષી, મનોહર અને મનભાવક બનાવી જરૂરી છે. આજના બાળકને આવતીકાલ માટે તૈયાર કરવા લાંબી દ્રષ્ટિ કેળવવી પડશે અને તે રીતે શિક્ષણ નો માહોલ ઘડવો પડશે. આ વિચાર ધારા ને સાર્થક બનાવવા માટે ગજેરા વિદ્યાભવન માં બાલભવન વિભાગમાં ભાર વગરના ભણતર પર ભાર મુકવામાં આવે છે. બાળકમાં કુદરતી અપાર શક્તિ હોય છે. તેનામાં ભાગ્ય, બુધ્ધિ અને સમજણ શક્તિ કુદરતી દેન છે. આપણે તો માત્ર તેને બહાર લાવવાની છે. અત્રેની શાળાનું વાતાવરણ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તથા કૌશલ્યોનો વિકાસમાં મદદરૂપ થાય છે. દરેક બાળક ને પોતાનું અલગ અને વિશિષ્ટ અસ્તિત્વ હોય છે. શિક્ષણની ભૂમિકા એવી હોવી જોઈએ કે બાળકની અસ્તિત્વ ની ઓળખ કરી, ઓળખાવીને તે મુજબ તેને શૈક્ષણિક વાતાવરણ પૂરું પડી તેનામાં રહેલી શક્તિઓને ઊંચાઈની ઉડાન ભરવા માટે કાબેલ બનાવીએ. ગજેરા વિદ્યાભવન બાલભવનના અનુભવી તથા પ્રેમાળ શિક્ષક્ગણદ્વ્રારા બાળકોને શાળામાં વ્યક્તિગત રીતે ઇન્દ્રિય શિક્ષણ, વિવિધ જીવન વ્યવહારો, ભાષા, ગણિત, ઈતર પ્રવૃત્તિઓ વગેરે વિષયોનું “ગમ્મત સાથે જ્ઞાન” પૂરું પડે છે. તમામ ગજેરા પરિવારના સંયુક્ત પ્રયાસદ્વ્રારા આ ઉમદા કાર્યને પૂર્ણ કર્યોનો આનંદ અનુભવીએ છીએ.
બાળવિકાસના તબક્કા:-:-
- માનસશાસ્ત્રી ડૉ. અનેસ્ટ જ્હોન્સે બાળવિકાસના વિવિધ તબક્કાઓ નીચે પ્રમાણે સૂચવ્યા છે.
- જન્મથી પાંચ વર્ષ સુધી શિશુ અવસ્થા (શૈશવકાળ)
- છ વર્ષથી બાર વર્ષ સુધી કિશોરાવસ્થા
- તેર વર્ષથી અઢાર વર્ષ સુધી તરુણાવસ્થા
- માનવીના સમગ્ર જીવન અને વ્યક્તિત્વનું પ્રતિબિંબ તેના શૈશવકાળમાં પડે છે. બાળકોની શિક્ષણ સંબંધી જરૂરિયાતો સંતોષવા માટે મા-બાપ અને શિક્ષકે પ્રામાણિક પ્રયાસો કરવા જોઈએ.
Mrs. Dipti Solanki
Principal
Gujarati Medium Primary
શીખવાની સુંદર વાત એ છે કે, તેને તમારી પાસેથી કોઈ છીનવી શકે નહીં.
એથી જ અમારી શાળા ગજેરા વિદ્યાભવનમાં અમે વિદ્યાર્થીઓને નિરંતર શીખતા રહેવા માટેની તકો પુરુ પાડતું મોકળું વિકાસ ફલક આપવા તરફના તમામ પ્રયત્ન શાળા દ્વારા હાથ ધરવામાં આવે છે.
જયારે શિક્ષણને માનવીના માનવ તરીકે ના અસ્તિત્વની સાથે સાંકળવામાં આવ્યું છે. જન્મથી જ માનવીને પ્રાપ્ત થતી શારીરિક સંપત્તિ, એના અંગ-ઉપાંગો,એનું મગજ, એની જ્ઞાનેન્દ્રિયો વગેરે એને જીવનભર ટકી રહેવા, વિકસાવવા, અને તેમ કરીને એના જીવનની સાર્થકતાનો અનુભવ કરી તેમાંથી મહત્તમ આનંદ અને સંતોષ મેળવવા જાણે કે એને નિરંતર શીખતા રહેવાની સામગ્રી પૂરી પાડે છે. એ માટે એને અભિ પ્રેરણા આપે છે. આથી જ માનવીને ‘એક શીખતા પ્રાણી‘ તરીકે ઓળખવામાં આવ્યો છે.
માનવી માટે શીખવાની પ્રક્રિયા એ એક સહજ, નૈસર્ગિક અને સરળ પ્રક્રિયા છે. કુદરતે એને અનુકરણની અમોઘ શક્તિ આપીને નાની, કાચી વયથી જ શીખવાનું પાયાનું આધાર માળખું રચી આપ્યું છે. એ દ્વારા વિદ્યાર્થી હાવભાવ શીખે છે, એની વાચા વિકસાવે છે, ભૌતિક અસ્તિત્વ માટેની પાયાની ટેવો ગ્રહણ કરે છે, સમાજમાં સ્વીકાર પામવા માટેના આચરણો વિકસાવી ક્રમિક જીવન અને વ્યવસાયના અવગણિત ક્ષેત્રો માટેના વર્તનો, વ્યવહારો, કલાઓ અને કસબ શીખે છે. અનુકરણની તાકાતથી એ જે ખૂબીથી એની પ્રથમ ભાષા, એના ઉચ્ચારણો, એની સંરચનાઓ, એની સંકુલતાઓ, એની નજાકતો અને એનું વ્યવહારુ વ્યાકરણ પણ શીખી લે છે.
કહેવાય છે કે, શિક્ષક એ જ્ઞાનનો અખૂટ અને એકમાત્ર ભંડાર છે અને શીખનાર એ જ્ઞાનની પ્રતીક્ષા કરતું ખાલી પાત્ર છે, તો અમે અમારા ખાલી પાત્ર રૂપી કૂમળા ફૂલ જેવા બાળકોમાં નિરંતર જ્ઞાનરૂપી ભાઠું પૂરું પાડી, સમાજને સક્ષમ નાગરિકની ભેટ આપી, ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
શિક્ષણ દ્વારા શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થઈ શકે છે.
Mrs. Chhayaben Bhathawala
Principal, Smt. S. H. Gajera School (GSEB-Guj) Sec. & Higher Sec, Utran
મારું ગજેરા વિદ્યાભવનમાં શિક્ષકથી પ્રિન્સિપલ સુધીનું સફર એક અદ્ભુત અને સ્મરણિય અનુભવ રહ્યું છે. આ સ્થાનએ મને ઘણા અવસરો આપ્યા અને દરેક મંચે મારી આગળ વધવા માટે સંપૂર્ણ સહકાર આપ્યો. વ્યક્તિગત રીતે વિકસવા માટે જે પડકારો અને તક મળી, તે મારા જીવનનો અમૂલ્ય હિસ્સો બની ચૂક્યા છે.
શાળાએ મને આત્મવિશ્વાસ આપ્યો કે હું વધુ મોટું ઉદ્દેશ્ય પૂરું કરી શકું, અને મારા કુશળતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકું. વિદ્યાર્થીઓ, સ્ટાફ, અને પેરેન્ટ્સ સાથેનો સતત સહકાર અને સંવાદ મારી નેતૃત્વક્ષમતા વિકસાવવામાં મદદરૂપ રહ્યો છે.
ગજેરા વિદ્યાભવન માટે હું મને મળી આવેલી જવાબદારી સાથે સંપૂર્ણ રીતે સમર્પિત રહ્યો છું. મને ગર્વ છે કે હું આ સંસ્થાનો ભાગ છું અને એના વિકાસમાં મારો યથાશક્તિ ફાળો આપી રહ્યો છું.
આ સફર માત્ર વ્યવસાયિક દિશામાં પ્રગતિરૂપ રહી નથી, પણ વ્યક્તિગત સંતોષ અને આત્મસંતુલન તરફ પણ લઈ ગઈ છે. આગળ આવનારા વર્ષોમાં પણ હું એવી જ નિષ્ઠા અને ઉત્સાહ સાથે моей સેવાઓ આપતો રહીશ.
Vipul Tadhani
Principal
Secondary & Sr. Secondary
शिक्षा का उद्देश्य है युवाओं कों खुद जीवनभर शिक्षित करने के लिए तैयार करना I
નમસ્કાર….. સ્વાવલંબન અને સ્વનિર્ભરતા આજના સમયની જરૂરિયાત છે. અને તેથી સ્વામી વિવેકાનંદજીના મંતવ્યો જેવા કે સર્વાંગ સંપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતાં વિદ્યાર્થીઓ સમાજને આપવા તેમજ વિદ્યાર્થીઓની વૃત્તિઓ, વલણ, આચાર, વિચાર, સ્વભાવ, ભાવના, આદર્શો, જીવનમૂલ્યો વગેરેનાં ઘડતર તેમજ સંસ્કાર આપવાનું કાર્યસ્થાન શાળા છે.
હું માનું છું કે “ ઓછું બોલો, કામ વધુ કરો અને આપના કામને બોલવા દો.” ૨૧ મી સદીનું શિક્ષણ ખૂબ જ સર્જનાત્મકતા માંગી લે તેવું છે. આજના શિક્ષણનો હેતુ માત્ર વિદ્યાર્થીઓના મગજની ખાલી જગ્યા ભરવાનો નથી, પરંતુ તેમને ભણતર થકી, હકીકતો થકી, વિકાસ માટેનો વિચાર, મિત્રતા કેવી રીતે બાંધવી, અન્ય વ્યક્તિઓને સમજવાની ક્ષમતા કેળવવાનો છે. સમસ્યાઓ – તક્લીફોને દૂર કરવાનું નહિ પરંતુ તેનો સામનો કરતાં શીખવવાનો છે. સમાજ વ્યવહાર કેળવવો, એક ઉમદા નાગરિક તરીકે પોતાનું વ્યક્તિત્વ કઈ રીતે ખીલવવું, સ્વનિર્ભર કઈ રીતે થવું અને દેશ સેવા કઈ રીતે કરી શકાય તે શિક્ષણના સોપાનો છે.
આપણી શાળા વિદ્યાર્થીઓને મધ્યમાં રાખીને કાર્યરત રહે છે. ગજેરા ટ્રસ્ટે વિવિધ અભ્યાસક્રમો શરૂ કરીને વિદ્યાર્થીઓ માટે એક ‘વડલો’ બન્યું છે. શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક અસ્મિતાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો ગજેરા ટ્રસ્ટના પ્રાંગણમાં યોજાતા રહે છે. “અમારો પરિશ્રમ, અમારું કાર્ય અને અમારો પ્રયાસ” વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને ખીલવવામાં છે, જેથી દરેક વિદ્યાર્થીના સામાજિક, શૈક્ષણિક તથા નૈતિક વિકાસ થાય. અમારા શિક્ષકો જે પોતે કાર્યન્વિત તથા વચનબદ્ધ છે જે બાળકોને પ્રેમ અને કરુણા દ્વારા આગળ વધવાનું સતત માર્ગદર્શન આપતા રહે છે.
દરેક વિદ્યાર્થીના વિકાસ માટે પ્રોત્સાહન, પ્રેરણા અને આનંદ જરૂરી છે. આજના આ વિજ્ઞાન-ટેકનોલોજીનાં યુગમાં માનવી પાસે જ્ઞાન મેળવવાના ઘણાં સ્ત્રોત ઉપલબ્ધ છે. ત્યારે જ્ઞાનની સરવાણી સતત વહેતી રહે અને તે સરવાણીના અમૃતજલનું જલપાન મિત્રો, આપણે બધા જ કરીએ.
सिखने के लिए एक जुनून पैदा कीजिए. यदि आप कर लेंगे तो आपका विकास कभी नहीं रुकेगा I