Sports

આજ ના યુગ માં ભણતર ની સાથે સાથે ઈતરપ્રવૃત્તિઓનુ પણ મહત્વ છે . દરેક શાળાઓમાં ભણતરની સાથે સાથે રમત-ગમતનો પણ ઘણું મહત્વ આપવામાં આવે છે. શાળા માં રમત-ગમત ત્યારેજ સારી રીતે રમી સકાય જયારે શાળા માં મેદાન હોય , દરેક રમતો ના સાધનો હોય તો જ બાળકો ઉત્સાહપૂર્વક રમી શકે. ગજેરા વિદ્યાભવન માં પણ વિદ્યાર્થીઓ ને રમત-ગમત માટે પુરતી સુવિદ્યાઓ મળે .તેમજ વિદ્યાર્થીઓનો રમત-ગમત માં વધે તે માટે મેદાન ની સુવિદ્યા છે.
  • શાળાની આ એક્ટીવીટી માટે શાળામાં અદ્યતન રીતે સ્કેટિંગ રીંગઉપલબ્ધ છે.
  • શાળા માં વોલીબોલ ની રમત માટે નું મેદાન પણ ઉપલબ્ધ છે.
  • બાસ્કેટબોલ જેવી રમત ની પ્રેક્ટીસ માટે તે મેદાન પણ ઉપલબ્ધ છે.
  • આ ઉપરાંત ખો-ખો ,કબડ્ડી ,દોડ જેવી રમતો માટે પણ એક સુગમતાભર્યું અને રમતને અનુકુળ મેદાન ઉપલબ્ધ છે.
  • કરાટે, જીમ્નાસ્ટીક, યોગા, જેવી રમતો માટે શાળા માં હોલ ઉપલબ્ધ છે.
કેમ્પસ મા રમત-ગમતની વિગતો
  • વોલીબોલ
  • બાસ્કેટબોલ
  • ચેસ
  • સ્કેટિંગ
  • યોગા
  • જીમ્નાસ્ટીક
  • ખો-ખો
  • કબડ્ડી
  • કરાટે
  • એથલેટિક્સ

Mrs. Gulab Vasani

Sports Head

“ તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન નો વિકાસ થાય છે. ”

વિશ્વ આખાએ શારીરિક તંદુરસ્તીને સ્વીકૃતિ આપી છે. સૌ માને છે કે માનસિક ક્ષમતા વધારવી હશે તો શરીરનો પણ એટલો જ ખ્યાલ રાખવો પડશે. શરીરની કાળજી રાખવાનું અન્ય એક કારણ એ પણ છે કે વિશ્વનું કોઈપણ પ્રકારનું સુખ ભોગવવું હોય તો પ્રાથમિક જરૂરિયાત નિરોગી શરીર જ છે.

આપણે બધા ઉપરની બાબતનો સ્વીકાર કરીએ છીએ તેમ છતાં કમ નસીબે અત્યારના સમયમાં શરીરની જેટલી કાળજી રાખવી જોઈએ એટલી રાખતા નથી. રમત-ગમત એ શરીર શૈષ્ઠવ જાળવણી માટેનું ઉત્તમ પાસું છે. એક જમાનો હતો જયારે ગામ-શેરી-મહોલ્લા ના યુવાનોને શોધવા હોય તો રમતનાં મેદાન પર જવું પડતું આજે બાળકો ટી.વી.,મોબાઈલ અને ઈન્ટરનેટ માં એવા ગુંથાયા છે કે શારીરિક શ્રમનો મહિમા જ ભુલતા જાય છે.

એક સ્પોર્ટસ ડાયરેક્ટર તરીકે મારી અને એક વાલી તરીકે તમારી ફરજ છે કે આપણે આપણા બાળકોને પાછા રમતના મેદાન તરફ વાળીએ.


સપોર્ટસ એક કેરિયર તરીકે પણ એટલું જ આકર્ષક છે. સફળ સ્પોર્ટસમેન એકલવ્ય ચાહનાં સાથે આર્થિક ઉપાર્જન કરી શકે છે. મોટી-મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસક્રમોમાં પણ સ્પોર્ટસના ક્વોટા રીઝર્વ રાખવામાં આવે છે.

સ્પોર્ટસ એટલે ડીસીપ્લીન, તંદુરસ્ત શરીર અને માનસિક સ્વચ્છતા. ચાલો સૌ સાથે મળી ફરી એકવાર યુવાધનને રમતના મેદાનોમાં દોરી જઈએ.