આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ

        પૃથ્વી ગ્રહની આસપાસના વાયુમંડળમાં રહેલાં ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાળવણી માટે સમગ્ર વિશ્વના દેશો દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઓઝોન વાયુ઼નો 90 ટકા જેટલો ભાગ પૃથ્વીના વાતાવરણમાં 10 થી 50 કિલોમીટરની ઉંચાઇ પર જોવા મળે છે. સૂર્યના કિરણોમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ રે એટલે કે પારજાંબલી કિરણોની તિવ્રતાનું નિયમન કરવાનું કામ આ ઓઝોન પડ કરે છે.

2023માં ઓઝોન દિવસની થીમ શું છે? –

       16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવનારા ઓઝોન સ્તરની જાળવણી માટેના 2023ના આંતરરાષ્ટ્રીય દિવસની થીમ મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે : ઓઝોન સ્તરને ઠીક કરવું અને આબોહવા પરિવર્તન ઘટાડવું.

ઓઝોન દિવસ કોણે જાહેર કર્યો? –

       1994માં યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 16 સપ્ટેમ્બરને ઓઝોન સ્તરની જાળવણી માટેના આંતરરાષ્ટ્રીય દિવસની ઘોષણા કરી હતી. જે બાદ 1987માં ઓઝોન સ્તરને અવક્ષય કરનારા પદાર્થો પરના મોન્ટ્રિયલ પ્રોટોકોલ (ઠરાવ) 49/114) પર હસ્તાક્ષર કર્યાની તારીખની યાદમાં 16 સપ્ટેમ્બરના રોજ ઓઝોન ડે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.

       પારજાંબલી કિરણો ઓઝોન પડમાંથી પરાવર્તિત થઇને મંદ પડી જાય છે, ડે કારણે માણસ સીધો સૂર્યપ્રકાશ સહન કરી શકે છે. જો ઓઝોન પડ ન હોત, તો ચામડી પર ખંજવાળ અને લાંબા ગાળે તેની સતત અસરથી ચામડીનું કેન્સર થવાની સંભાવના રહેલી છે.

       પૃથ્વીનાં ઓઝોન વાયુનાં પડમાં ગાબડાં પડ્યા હોવાના કારણે માનવ સ્વાસ્થ્ય તથા કુદરતી સૃષ્ટિ પર થઇ રહેલી વિપરિત અસરો થઇ રહી હોવોનો વૈજ્ઞાનિક મત છે. જે કારણે વૈશ્વિક સ્તરે ઓઝોન પડના રક્ષણની દિશામાં રચનાત્મક અભિગમ ઉભો કરવાની પહેલ જોવા મળી રહી છે. રાષ્ટ્ર સમુહનાં દેશોની સામાન્ય સભાનાં ઠરાવ મુજબ ઉપરોકત મોન્ટ્રિઅલ કરારનાં ઉમદા હેતુની કામગીરી ચાલુ રાખવા તથા સમગ્ર વિશ્વનું ધ્યાન દોરીને જનજાગૃતિ કેળવવા માટે પ્રતિ વર્ષે 16 સપ્ટેમ્બરનાં દિવસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓઝોન પડ જાળવણી દિન તરીકે ઉજવવાનુ઼ નક્કી કરવામાં આવ્યું છે.

       ઉદ્યોગો તેમનાં ઉત્પાદનની બનાવટોમાં ઓઝોન પડને નુકસાન ન કરે તેવી આધુનિક પદ્ધતિઓ અપનાવે, તે મહત્વનું છે. માત્ર ઇકો ફ્રેન્ડલી સાધનો કે ડિવાઇસ જ ખરીદવાની ગ્રાહકોએ માંગણી કરવી જોઇએ. ઉદ્યોગોએ આધુનિક પદ્ધતિવાળા સાધનો વાપરવા જોઇએ.

       ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ સંદર્ભે જાગૃતિ આવે તે અનુસંધાનમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ અને ૯ વિદ્યાર્થીઓ દ્વારા ખુબ સુંદર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. સ્પર્ધા દરમિયાન પર્યાવરણ જાગૃતિ તેમજ ઓઝોન સ્તરના રક્ષણ અંગે ખુબ અસરકારક માહિતી વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *