આજે 11 ઓક્ટોબરના રોજ અમારી શાળા શ્રીમતી એસ.એચ .ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલા કોન્સ્ટેબલ પૂજાબેન ને આમંત્રણ આપવામાં આવ્યું હતુ
શાળાના આચાર્યો, ઉપાચાર્ય તથા મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પૂજાબેન દ્વારા બાલિકાઓને પ્રોત્સાહન મળે તે પ્રમાણેનું પ્રવચન આપવામાં આવ્યું હતું
ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવણી માટેની પહેલ એક બિન-સરકારી સંસ્થા ‘પ્લાન ઇન્ટરનેશનલ’ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવી હતી. આ સંગઠને “કારણ કે હું એક છોકરી છું” નામનું અભિયાન પણ શરૂ કર્યું હતું, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવા કેનેડાની સરકાર સાથે સંપર્ક કર્યો હતો.
કેનેડાની સરકારે 55મી મહાસભામાં આ ઠરાવ રજૂ કર્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રએ 19 ડિસેમ્બર, 2011ના રોજ ઠરાવ પસાર કર્યો હતો. આમ,. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ છોકરીઓના અધિકારોને માન્યતા આપવા અને તેમની સામે ઉદભવતા પડકારો અંગે જાગૃતિ કેળવવા, વર્ષ ૨૦૧૧માં આજના દિવસે દર વર્ષે ૧૧મી ઓક્ટોબરે આંતર રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવાના ઠરાવને મંજૂરી આપી હતી. આ દિવસની ઉજવણીથી વછોકરાઓ અને છોકરીઓ વચ્ચેની ડીજીટલ શિક્ષણ ક્ષેત્રે રહેલી ખાઈ ઓછી કરવી. આ દિવસ કન્યાના શિક્ષણના અધિકારો, સલામતી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.
આ
દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ
બાલિકાઓ, કિશોરીઓના સરક્ષણ અધિકાર અને તેમની સામે આવનારી
મુશ્કેલીઓનો સામનો કરવાનો તથા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાનો છે.
11 ઓક્ટોબર, 2016 ના રોજ, યુનાઈટેડ નેશન્સ વિમેન્સ ગુડવિલ એમ્બેસેડર એમ્મા
વોટસને વિશ્વભરના દેશો અને પરિવારોને બળજબરીથી બાળ લગ્ન સમાપ્ત કરવા વિનંતી કરી
હતી.
બાલિકા દિવસ માત્ર છોકરીઓ સમસ્યાનો
સામનો કરે છે તે મુદ્દાઓ વિશે જ નહીં, જ્યારે સમસ્યાઓ હલ થાય ત્યારે
શું થવાની સંભાવના છે તે અંગે પણ જાગૃતિ લાવવામાં મદદ કરે છે.
દા.ત. તરીકે, છોકરીઓને શિક્ષણ આપવાથી બાળ લગ્ન, સ્ત્રી રોગ તથા બાળરોગના દરને ઘટાડવામાં મદદ મળે છે
અને છોકરીઓને ઉચ્ચ પગારવાળી નોકરીઓમાં પ્રવેશ આપવામાં મદદ કરીને અર્થતંત્રને મજબૂત
કરવામાં મદદ મળે છે.
બાળકીના જન્મની ક્ષણથી, તે એક વૈજ્ઞાનિક, લેખક,
બિઝનેસ લીડર, માતા,
શિક્ષક અથવા તેણી જે
બનવાનું પસંદ કરી શકે તે કંઈપણ બની શકે છે. તેણીની પોતાની પસંદગીઓ કરવા માટે
તેણીને તંદુરસ્ત વિકલ્પો, શિક્ષણ અને સંસાધનો આપવાનો અર્થ
છે કે, તેણી જે સામનો કરી રહેલા કેટલાક અવરોધોને દૂર કરવા.
વ્યવસ્થિત અને પોતાના અધિકારો પ્રમાણે શિક્ષણ પ્રાપ્ત કરે