“આસમાન મેં ઉડતી પતંગ હમે સિખાતી હૈ કી ઊંચાઈ પર પહોંચને કે લિયે સંતુલન જરૂરી હૈ”
A kite only goes up as high as its string.
ઉતરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રયાણ આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે, માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ.
મકરસંક્રાંતિનો તહેવાર સામાન્ય રીતે 14 મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે 14 જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે, તેથી આપણે સહુ 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવીએ છે.
આ તહેવારને પતંગ મહોત્સવના નામથી પણ ઓળખાય છે પતંગ ઉડાવવા પાછળનું મુખ્ય કારણ છે, થોડા કલાક સૂર્યના પ્રકાશમાં વિતાવવા આ સમય ઠંડીનો હોય છે અને આ ઋતુમાં સવારનું સૂર્યપ્રકાશ શરીર માટે લાભદાયક હોય છે અને ત્વચા તેમજ હાડકા માટે અત્યંત લાભદાયક હોય છે તેથી ઉત્સવ સાથે જ આરોગ્યનો પણ લાભ મળે છે.
–પતંગ ના ત્રણ અક્ષર એટલે
પ-પવિત્ર બનો
તં-તંદુરસ્ત રહો
ગ-ગગન જેવા વિશાળ બનો.
આજ રોજ શ્રીમતી એસ. એચ.ગજેરા
વિદ્યાભવન ઉત્રાણ ખાતે ઉતરાયણના તહેવાર નિમિત્તે કાઇટ મેકિંગ સેલિબ્રેશન કરવામાં
આવ્યું હતું. જેમાં ધોરણ: ૩ ના બાળકોએ અવનવા કાગળનો ઉપયોગ કરીને તેમાંથી સુંદર મજાના
પતંગ બનાવ્યા હતા. તેમજ આ પર્વ પર દાનનો મહિમા પણ અનોખો છે, તેથી ધોરણ: ૫ ના બાળકોએ તલ, લાડુ અને ચીકીનું
જરૂરિયાત મંદ લોકોને દાન પણ કર્યું હતું.
“તલ
જેટલું પણ દુઃખ કદી ના આવે મધુરી મીઠાશ જીવનમાં આવે, જેમ પતંગની થાય છે ઉન્નતી ગગનમાં એમ સુખ સમૃદ્ધિ વરસતી રહે તમારા
જીવનમાં”