દિવાળી વેકેશન પૂર્ણ
થતાં અને દ્વિતીયસત્ર શરૂ થવાની તૈયારીઓ થઈ રહી છે તો એવા દેવ દિવાળી ના પાવન પર્વ
નિમિત્તે અમારી શાળા ગજેરા વિદ્યાભવનમાં શિક્ષક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું
હતું. જે દરેક રીતે ઉપયોગી એવા સેમીનારો
અને કાર્યક્રમોનું અવારનવાર આયોજન કરે છે જે શિક્ષકોને દરેક રીતે ઉપયોગી નીવડે છે
તો આજ રોજ નવનીત પ્રકાશનના હેડ શ્રીકલ્પેશભાઈ તથા ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ એવા પિનલબેન
જોશી અને પ્રોજેક્ટ મેનેજર અંકિતાબેન શર્મા અને તેમની ટીમ અમારી શાળામાં ટીચરોને
માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા .
જેમાં પીનલબેન જોષી
એ teacher
as a effective facilitator પર માર્ગદર્શન પૂરું
પાડ્યું હતું .
“એક શિક્ષક માત્ર બાળકને ભણાવતો જ નથી પરંતુ બાળકનું
દરેક રીતે ઘડતર કરી ભવિષ્યનું નિર્માણ કરે છે. “શિક્ષક માત્ર બાળકને જ્ઞાન જ નથી
આપતા પરંતુ તેના અભ્યાસમાં આવતી મૂંઝવણોને સમજણ પૂર્વક તેનું સમાધાન પણ કરે
છે . તેમની દરેક મૂંઝવણમાં તેમને એક
પથદર્શક બનીને ઉભા રહે છે.બાળકના મનને ધ્યાનમાં લઈને તેને ઉત્સાહપૂર્વક અભ્યાસ
આપવા માટે સદાય તત્પર રહે છે.
એક Facilitator કેવો હોવો જોઈએ એ વિશે
સમજણ આપતા પિનલ બહેને સમજાવ્યું કે તે દરેક બાળકને અને બાળકના મનને સમજતો હોવો
જોઈએ . શિક્ષક બાળક સાથે લાગણીના મજબૂત સેતુ સાથે બંધાયેલો હોવો જોઈએ એક facilitator બાળકને જે પણ કોઈ
મુશ્કેલી હોય એ પછી અભ્યાસને લગતી હોય કે પછી અન્ય કોઈ સામાજિક મુશ્કેલી હોય તેને
તેનું નિરાકરણ લાવી તેની મૂંઝવણો દૂર કરતો હોવો જોઈએ. અભ્યાસમાં આવતા નવા નવા
મુદ્દાઓને ઉદાહરણો અને પ્રવૃત્તિઓ દ્વારા સમજાવતા હોવા જોઈએ. બાળકને દરેક રીતે
ઉપયોગી એવા વિડીયો, ચાર્ટ ,ઓડિયો, વ્યાયામ કસરત દરેક રીતે ઉપયોગી શિક્ષણમાં નવા પાસાઓને
આવરી લેતા હોવા જોઈએ.
જો કે, શિક્ષક બનવું એ માત્ર
પુસ્તકિયુ જ્ઞાન આપવું એવું નથી, પ્રાચીન કાળથી, શિક્ષકોને સત્ય, સુંદરતા અને
શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. શિક્ષક તરીકે
તે એવી વ્યક્તિ છે જે બાળકને ગમ્મત સાથે
જ્ઞાન, યોગ્યતા અને ગુણ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
શિક્ષકો જ વિદ્યાર્થીઓને વાસ્તવિકતા જેવી છે તે
જોવામાં ,
આધુનિક યુગમાં
વિદ્યાર્થીઓને શૈક્ષણિક નિર્ણયો લેવામાં તેમજ
તેમની ભાવિ કારકિર્દીમાં સફળતા તરફ લઈ જવામાં મદદરૂપ બને છે.