वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : |
निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ||
ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે
ગણેશ ચતુર્થી પછી 10 દિવસ સુધી સતત ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ભક્ત આ દરમિયાન પોતપોતાના ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી ભક્તિભાવથી દસ દિવસો સુધી વિધ્નહર્તા શ્રી ગણેશની પૂજા કરે છે. ગણેશોત્સવના અંતિમ દિવસ મતલબ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થી આખા વર્ષના ચતુર્થીમા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમ્પન્નતા આવે છે. માન્યતા મુજબ આ દિવસે વ્રત રાખવાથી ભગવાન ગણેશ ભક્તોની બધી મનોકામનાઓ પૂરી કરે છે.
હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, પ્રથમ પૂજાતાદેવતા શ્રી ગણેશ બુદ્ધિ, શ્રી એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યા ના દાતા છે. ગણપતિની ઉપાસના અને સ્વરૂપને મંગળકારી માનવામાં આવે છે.’ જો કે એ વાત પણ સત્ય છે કે ધર્મ અને અધ્યાત્મની દ્રષ્ટિએ આમાં અનેક ગૂઢ સંદેશ છૂપાયેલા છે. ગણપતિનું જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે તેમાં દરેક ચીજ એક ગૂઢ અર્થ ધરાવે છે જે સમજવા જેવો છે. તમે જો શ્રી ગણેશ સામે હાથ જોડીને ઉભા રહો ત્યારે તેમના આ રૂપને જોતી વખતે આ પ્રેરણા લેશો તો વિધ્નહર્તાની કૃપાથી ક્યારેય તમારા કાર્યમાં વિધ્ન નહી આવે. ભગવાન ગણેશ તમારા જીવનના બધા દુ:ખ દુર કરીને તમારું જીવન સુખમય બનાવશે.
ભગવાન ગણેશની નાનકડી આંખો
ભગવાન ગણેશની આંખો નાની નાની છે. જે આપણને સંદેશો આપે છે. નાની-નાની આંખો કહે છે કે આપણે હંમેશા આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવું જોઈએ. એકાગ્રતા રાખવી જોઈએ. જો આમ કરીએ તો આપણે ખોટા માર્ગે જતા નથી.
ભગવાન ગણેશના મોટા સૂપડાં જેવા કાન
ભગવાન ગણેશના મોટા સૂંપડાં જેવા કાન પણ લોકો માટે સંદેશ આપે છે કે વધુમાં વધુ સાંભળીએ અને નાનું મોઢુ કહે છે કે કામ વગરનું ક્યારેય ન બોલવુ મતલબ ઓછુ બોલવુ અને વધુ સાંભળવુ.
સૂંઢ
ગણેશજીનું લાંબુ નાક આપણને એવી સિખ આપે છે કે આપણને આજુબાજુની હવાને સૂંધતા આવડવી જોઈએ, એટલે કે સ્થિતિને સમજતા આવડવું જોઈએ. આપણી આજુબાજુ પરિસ્થિતિ સમજીશું તો હંમેશા યોગ્ય દિશામાં જઈ શકીશું અને જીવનની પરિસ્થિતિઓને પહોંચી વળવાની આવડત આપણામાં આવશે.શિવપુરાણમાં એક કથા છે કે એક વાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહી હતી. એ સમયે તેમણે પોતના મેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો અને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યુ કે મારા આવતા પહેલા કોઈ ઘરમાં પ્રવેશ ન કરે.
થોડી વાર પછી શિવજીએ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માંગ્યો તો બાળકે તેમને રોકી લીધા. જેના પર શિવજીએ ક્રોધિત થઈ ગયા અને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યુ પણ સંગ્રામમાં તેને કોઈ પરાજીત ન કરી શક્યુ.. તેથી ભગવાન શંકરે ગુસ્સામાં ત્રિશૂલથી એ બાળકનુ માથુ ધડથી અલગ કરી દીધુ.. જ્યારે માતા પાર્વતીએ આવીને આ જોયુ તો તે ક્રોધિત થઈ ગઈ અને તેમને પ્રલય કરવાનુ નક્કી કર્યુ.
ભયભીત દેવતાઓએ દેવર્ષિ નારદની સલાહ પર જગદંબાની સ્તુતિ કરીને તેને શાંત કર્યા. શિવજીના નિર્દેશ પર વિષ્ણુજીએ ઉત્તર દિશામાં સૌ પહેલા મળેલ હાથીનુ માથુ કાપીને લઈ આવો.. ભગવાન શિવે ગજના એ મસ્તકને બાળકના ધડ પર મુકીને તેને ફરીથી જીવિત કરી દીધો.
માતા પાર્વતીએ ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાના હ્રદયને લગાવી દીધો પણ તેમને એ વાતનુ દુ:ખ હતુ કે લોકો તેમના બાળકને જોઈને મજાક ઉડાવશે.. પણ શિવજીએ તેમને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાનો આશીર્વાદ આપ્યો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશે એ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરીને સૌ પહેલા પૂજવાનુ વરદાન આપ્યુ.
ભગવાન શંકરે બાળકને કહ્યુ કે હે ગિરિજાનંદન વિધ્ન અવરોધોને નાશ કરવામાં તમારુ નામ સર્વોપરિ રહેશે. તૂ સૌનો પૂજ્ય બનીને મારા સમસ્ત ગણોના અધ્યક્ષ થઈ જાવ.
હે ગણેશ્વર તૂ ભાદ્રપદ માસના કૃષ્ણપક્ષની ચતુર્થીના રોજ ચંદ્રમાંના ઉદિત થવા પર ઉત્પન્ન થયો છે. આ તિથિમાં વ્રત કરનારા બધા વિધ્નોનો નાશ થઈ જશે અને તેને બધી સિદ્ધિયો પ્રાપ્ત થશે. કૃષ્ણપક્ષની ચતુર્થીની રાત્રે ચંદ્રોદયના સમયે ગણેશ તમારી પૂજા કર્યા પછી વ્રતી ચદ્રમાને અર્ધ્ય આપીને બ્રાહ્મણને મિષ્ઠાન્ન ખવડાવે. ત્યારપછી ખુદ પણ ગળ્યુ ભોજન કરે.શ્રીગણેશ ચતુર્થીનુ વ્રત કરનારાઓની મનોકામના જરૂર પૂર્ણ થાય છે.