યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનં ધર્મસ્ય… ધર્મસંસ્થાપનાય, સંભવામી યુગે યુગે
દર વષ માગસર સુદ આગયારસના દિવસ ગીતા જયંતી ઉજવાય છે. કહેવાય છે ને કે જીવનમાં બધા જ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટેનો સરળ ઉપાય ગીતામાં છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ત્યાર પછી ભગવદ ગીતા અસ્તિત્વમાં આવી. આ કારણે ગીતા જયંતી લોકો મનાવે છે.
ગીતાની ઉત્પતિ ક્યારે થઈ હતી ??
5159 વર્ષ પહેલા ગીતાની ઉત્પતિ થઈ હતી અને ત્યારથી હિન્દુ લોકોએ ભગવદ ગીતાને ધાર્મિક ગ્રંથના રૂપમાં સ્વીકાર કર્યો હતો. સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણએ તેમના પરમ મિત્ર અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.શ્રીમદ્ ભગવત ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. જેમાં માનવ જીવનના દરેક વિષયમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. કહેવાય છે કે ભગવદ ગીતાના દરેક શ્લોક માનવ જીવન માટે રસ્તો બતાવનારા છે. ગીતાએ આપણી સંસ્કૃતિ છે અને જીવન જીવવાની રીત શિખવવામાં આવી છે. હિન્દુ ધર્મમાં જે સ્થાન ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ધર્મસૂત્ર નું છે, તે જ સ્થાન ગીતાનું છે. ચારેય વેદોનો સાર શ્રીમદ ભગવદ ગીતામાં છે.
શ્રી કૃષ્ણના ઉપદેશ બાદ અર્જુનનો મોહ ભંગ થઈ ગયો અને તેમને ગાંડીવ પહેરીને દુશ્મનોનો નાશ કર્યા પછી ધર્મની ફરી સ્થાપના કરી. જે દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને આ ઉપદેશ આપ્યો ત્યારે માર્ગશીર્ષ શુકલ એકાદશી હતી. આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતી ઉજવામાં આવે છે.
કળિયુગની શરૂઆતના 30 વર્ષ પહેલાં, શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ્ ભગવદ ગીતા તરીકે પ્રખ્યાત દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતી તરીકે મનાવામાં આવે છે.