ગીતા જયંતી – 2024

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।

मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥

 

ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે કર્મ કરતો રહે પણ ફળની આશા કરીશ નહીં.

       સનાતન પરંપરામાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ખૂબ મહત્વ છે. યુદ્ધ ભૂમિ પર શ્રી વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશ પર આધારિત ધાર્મિક ગ્રંથ છે ,જે તેણે મહાભારતના યુદ્ધ સમયે કહેવામાં આવ્યું હતું.

     5161 વર્ષ પહેલા ગીતાની ઉત્પતિ થઈ હતી અને ત્યારથી હિન્દુ લોકોએ ભગવદગીતા ને ધાર્મિક ગ્રંથના રૂપમાં સ્વીકાર કર્યો હતો. સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણએ તેમના પરમ મિત્ર અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. માન્યતા અનુસાર ભગવાને અર્જુનને ગીતા નો ઉપદેશ માગશરમાસના શુક્લપક્ષની એકાદશીના દિવસે આપવામાં આવ્યો હતો .આ માટે આ દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે.

      વિશ્વના કોઈપણ ધર્મ યા સંપ્રદાયમાં કોઈપણ ગ્રંથનો જન્મદિવસ ઉજવવામાં આવતો નથી. ભગવદગીતા એક જ એવો ગ્રંથ છે કે જેની જયંતિ ઉજવાય છે. 

   ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, મન તમારું મિત્ર બની શકે છે, પરંતુ એ જ મન શત્રુ પણ બની શકે છે. મનની શત્રુતા વાળી ભૂમિકા તરફ દૂલૅક્ષ કરી તેના મૈત્રી પૂર્ણ પાષાને મજબૂત બનાવો.

   ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે.

ગીતા મુજબ માનવજીવન એક યુદ્ધ છે, જેમાં દરેકે લડવું પડે છે.

યુદ્ધમાં પીછે હટ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.

      તમારું મન ખરાબ હોય તો પણ ખરાબ શબ્દો ન બોલશો મન તો સાફ થઈ જશે પણ બોલેલા શબ્દો નહીં.

   કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ,”મારા પર ભરોસો રાખો “પણ એવું નથી કહ્યું કે “મારા ભરોસે જ બેસી રહો.”                             શ્રીકૃષ્ણ કહે છે કે, તમે તમારા કામ  કરો કેમ કે અકર્મ રહેવું પાપ છે કર્મ કરો તમારા અકર્મ હોવાથી આ શરીર આજીવનનો ઉદ્દેશ્ય પણ સિદ્ધ થશે નહીં. 

     ગીતા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે. એનું સંકલન કરનારા શ્રી વ્યાસજી છે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ તો પદ્યોમાં જ કહ્યું હતું. જેને શ્રી વ્યાસજીએ એમનો એમ ઉતારી લીધો થોડો ઘણો અંશે કે જે એમણે ગદ્યમાં કહ્યો હતો .એને વ્યાસજીએ પોતે શ્લોક બધ કરી દીધો. સાથે સાથે અર્જુન સંજય તથા ધૃતરાષ્ટ્રના વચનોને પોતાની ભાષામાં શ્લોક બધ કરીને ઢાળી દીધા અને આ 700 શ્લોકોના આખા ગ્રંથને 18 અધ્યાયમાં વિભાજિત કરીને મહાભારતમાં મૂકી દીધા જે આજે આપણને આ રૂપમાં મળ્યો છે.

 

     ભગવાને શ્રીમદ્ ભગવત ગીતા રુપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે તેમાં એક પણ શબ્દ ઉપદેશ વિનાનો નથી. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *