જન્માષ્ટમી પર્વ એટલે આનંદ, હર્ષ અને ઉલ્લાસથી ઉજવાતો તહેવાર. સદીઓથી આપણી આ આપણે આ પરંપરા અનુસાર ભગવાનની ભક્તિ તહેવારની ઉજવણી કરતા આવ્યા છીએ. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી જુદી જુદી રીતે થતી હોય છે.
જન્માષ્ટમીની રાત્રે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણનો જનમ થયો હતો. તેથી રાત્રે ૧૨ વાગ્યે મંદિરમાં અને ઘરોમાં પણ લોકો શ્રીકૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરતા હોય છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે. લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે અને જુદી જુદી વાનગીઓનો ભોગ કે ૫૬ ભોગ લગાવે છે.
દ્વારકા અને મથુરા, ડાકોર, સામળાજીમાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે. આ દિવસે જુદા જુદા શહેરના રસ્તાઓ પર મટકી ફોડ પ્રતિયોગિતા પણ રાખવામાં આવે છે. આખો દિવસ “ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજબાલા” ના ગીત ગૂંજાય છે. ભારે સંખ્યામાં લોકો આ મટકીફોડનો આનંદ લેતા હોય છે.
આપણી શાળા ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે પણ તા. ૦૬૦૯/૨૦૨૩ના રોજ ગોકુલ આઠમની એટલે કે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. જેમાં ઇસ્કોન – વાપીથી બ્રિજવાસી પ્રભુશ્રી રૂપચરણ પ્રભુ પધાર્યા હતા. જેમને ‘હરે કૃષ્ણ હરે રામ’ ધૂન બાળકોને લીન કર્યા હતા. કૃષ્ણ ભક્તના લક્ષણો અને વિદ્યાર્થી તરીકે નાની ઉમરે અભ્યાસ સાથે કૃષ્ણ ભક્તિ કઈ રીતે થઈ શકે અંગે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ધોરણ ૧૦ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિઓ રજુ કરી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી હતી. કૃષ્ણ ભક્તિ સંગીત, નૃત્ય કૃતિઓ અને અભિનયનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં કૃષ્ણજન્મ તેમજ કૃષ્ણ લીલાના કેટલાક પ્રસગો આવરી લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે કૃષ્ણ ભક્તિથી બાળકોને ઓતપ્રોત કરનાર પ્રભુજીનો આચાર્ય શ્રીએ શાળા પરીવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.