દુનિયાની સૌથી જુના માં જૂની રમત તેમજ શિકારને યુદ્ધકૌશલ્ય માટે ઉપયોગી વિદ્યા એટલે તીરંદાજી/ધનુષ્ય વિદ્યા ! જોકે આજે તેનો મહત્તમ ઉપયોગ એક રમત તરીકેજ સિમીત થતો જાય છે ! આમ તો ભારત માં ધનુર્ધરો ની પરંપરા રહી છે શ્રી રામ ભગવાન,અર્જુન જેવા ઘણા પૌરાણિક પાત્રોથી લઇ ને તેમના આધુનિક અવતાર જેવા લીંબા રામ/ડોલા બેનર્જી જેવા અફલાતુન ખિલાડીઓ સુધીની ! આપડા સદનસીબે આ રમતમાં હાલમાં પણ ભારતનો સારો એવો દેખાવ રહ્યો છે જો સરકાર તરફથી વધુ સવલતો ને આર્થિક પ્રોત્સાહન મળે તો હરેક ઓલમ્પિક/મુકાબલામાં ભારત ગોલ્ડ લઇ આવી શકે તેવા પ્રતિભાવાન ખિલાડીઓ છે. ભારતની ક્રિકેટ પ્રેમી પ્રજામાં (જેમાં મારો પણ સ-ગર્વ સમાવેશ થાય છે) પણ ધીરે ધીરે આ પ્રાચીન તેમજ અદભુત રમત પ્રત્યે આકર્ષણ વધતું જાય છે ને ઘણા નવા આશાસ્પદ ખિલાડીઓ/શોખીનો આ રમત અપનાવી રહ્ય છે !
પ્રાચીન સમયથી આર્ચરી જેવી ખુબ જુજ રમતો એવી રહી છે કે જેમાં મોટા મોટા રાજા મહારાજાથી લઇ જંગલમાં રેહતો એક આદિવાસી પણ રસ દાખવતોને તેમાં સારું પ્રભુત્વ મેળવી શકતો. આમતો આર્ચરી જેટલી પ્રાચીન રમત છે એટલોજ તેનો ઈતિહાસ પણ રસપ્રદ છે ! હરેક દેશ ની તીરંદાજી માટે ના ધનુષને બાણ પણ જુદા ને શીખવાની રીતો પણ જુદી જુદી ! તીરંદાજીના ઈતિહાસને જુદા જુદા દેશોની તે માટે ની જુદી જુદી રીતો ની વાતો ફરી ક્યારે આજે તો ફક્ત આધુનિક તીરંદાજી તેમજ આ રમતના અમુક પાસાઓની ચર્ચા કરવી છે !
ભારતમાં તીરંદાજીની સ્પર્ધાઓમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ધનુષ વપરાય છે.
૧) ઇન્ડિયન બો કે જે વાંસ અને લાકડાનું બનેલું હોય છે, કે જેની મહત્તમ રેંજ ૫૦ થી ૬૦ મીટર ની હોય છે. વળી તેના બાણ પણ વાંસ માંથી બનાવામાં આવે છે ને જેની મહત્તમ રફતાર ૭૫~૧૦૦ કિમી ની હોય શકે છે. ભારત માં તીરંદાજી શીખતા મહતમ લોકો તેમની રમત ની શરૂઆત ઇન્ડિયન બો થીજ કરે છે ને ક્રમે ક્રમે આગળ વધે છે. બીજા બધા ધનુષ કરતા ઇન્ડિયન બો ઉપર કાબુ મેળવો થોડ અઘરો છે પણ એક વાર તેની પર હટોટી આવી ગાય બાદ થોડ એડજસ્ટમેન્ટ સાથે બીજા બો ઉપર જલ્દી થી હાથ બેસાડી શકાય છે.
૨) ઇન્ડિયન બો પછી ના ક્રમે રીકવ બો આવે છે જે મોટા ભાગે કાર્બન -ફાઈબર માં થી બનાવવામાં આવે છે ને તેના બાણ પણ કાર્બન -ફાઈબર ના બનેલા હોય છે. મોટા ભાગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા આ બો વડેજ રમી શક્ય છે. આ પ્રકાર બો ની મહત્તમ રેંજ ૯૦ થી ૧૧૦ મીટર સુધીની હોય શકે છે. બાણ ની મહત્તમ રફતાર ૧૮૦~૨૦૦ કિમી સુધી ની હોય શકે છે. જો તીરંદાજી ના પ્રોફેસનલ ખિલાડી બનવું હોય તો આ પ્રકારના ધનુષ ઉપર કાબુ મેળવવો અનિવાર્ય છે. વળી આ ધનુષ બાણ ની કીમત પણ ખુબ આસમાની હોય છે. કોઈ પણ પ્રોફેસનલ ખિલાડીના ધનુષબાણ એક લાખ થી બે લાખ સુધીના હોય શકે છે, વળી તેમની સાર સંભાળ પણ સારી એવી મેહનત તેમજ પૈસા માગી લે છે. ૩) ત્રીજા પ્રકાર ના બો ને કંપાઉંડ બો કેહવાય છે. જેમાં ધનુષ રીકવ બો ની જેમજ કાર્બન -ફાઈબર નું બનેલું હોય છે પણ સાથે તેમાં પુલી પણ હોય છે જે તેની રેંજ તેમજ બાણની રફતાર વધારી દે છે. આકારમાં તે રીકવ બો કરતા નાનું હોય છે પણ કીમત માં તેની કરતા વધુ મોંઘુ હોય છે. તેને ચલાવાની રીત પણ જુદી હોય છે.
આમ તો મોટા ભાગ ની રમતો માં એકાગ્રતા, ધીરજને બેલેન્સની જરૂર હોય છે પણ તીરંદાજી પૂરી રીતે આ ત્રણ ગુણો પરજ આધાર રાખે છે. તીરંદાજીની શરુઆત કરતા પહેલોજ સબક તે મળ્યો કે તીરંદાજી માં બુલ્સઆઈ મારવાનું મહત્વ નથી પણ તે માટે જરૂરી એકાગ્રતા, ધીરજને બેલેન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે જરૂર છે. જો આ ત્રણે આવડતો પર પકડ હશે તો હરેક તીર નિશાન પરજ વાગશે ! મોટા ભાગના લોકો એવુજ માનતા હોય છે કે તીરંદાજી માં નિશાન લેવામાં જેટલી એકાગ્રતા હોય એટલું સચોટ નિશાન લાગે છે, પણ આ માન્યતા ભૂલ ભરલી છે. તીરંદાજી માં એકાગ્રતા શરીર ની બેલેન્સ સ્થિતિ, યોગ્ય રીતે તીરને તરતું મુકવું, ને નિશાન માટે પુરતી ધીરજ રાખવામાં છે. તીરંદાજી કરવા માટે ના મુખ્ય ૩ પગથીયા છે જે ખુબ જલ્દી થી સીખી જવાય છે પણ તેમાં માસ્ટરી લાવવા ખુબ પ્રેક્ટીસ તેમજ સમય માગી લે છે. જયરે પણ તીરંદાજી ઇન્ડિયન બો ઉપર શરુ કરવાની હોય ત્યારે તો બીજી ઘણી જીણી જીણી બાબતો ઉપર ધ્યાન રાખવાનું હોય છે. જેમકે વાંસાના બનેલા દરેક બાણનું પોતાનું એક ચોકસ નિશાન હોય છે તેને ધ્યાનમાં રાખીને નક્કી કરેલા નિશાન પર તાકવા ઘણા સુધારા-વધારા કરવા પડે છે. પહેલા ૧૦ મીટર થી શરુ કરી ને અનુક્રમે ૨૦, ૩૦, ૪૦, ૫૦ મીટર શુધી જવાનું હોય છે, ને હરેક અંતર માટે તેમજ હરે બાણ માટે ઢગલો ફેરફારને સુધારા કરવા પડે છે. ને આ બધું ખુબ પ્રેક્ટીસ તેમજ ટ્રાયલ અને એરર મેથડ થીજ શીખી શકાય છે.