” આપીને બીજાને ઉજાસ,
દીવાની વાટ કાળી થઈ ગઈ,
જલન મળી દીવાને,
અને બીજાની દિવાળી થઈ ગઈ.”
કારતક માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે. દેશભરમાંઆ પ્રકાશ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓનું મહેકતું વાતાવરણ થઈ જાય .આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. કારણ કે પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે અને મહિના પહેલાથી આ તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે.દરેક તહેવારની જેમ આ તહેવારની પણ પૌરાણિક કથા છે, વિશેષ મહત્વ છે દિવાળી માત્ર એક દિવસનો નહીં પાંચ દિવસનો તહેવાર છે .ધનતેરસથી શરૂ થતો આ પર્વ ભાઈબીજ સુધી ઉજવાય છે.
દિવાળી પર દીપ પ્રચલિત કરવામાં આવે છે. ફટાકડા ફોડવા ઉપરાંત લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે ,પરંતુ શું તમે જાણો છો કે આ પર્વની ઉજવણી શા માટે કરવામાં આવે છે ? તેનું મહત્વ શું શું છે? અને તેની સાથે જોડાયેલી કથા શું છે? આ દિવસે ભગવાન રામચંદ્રજી માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસ સમાપ્ત કરીને ઘરે પરત ફર્યા હતા. શ્રીરામના સ્વાગત માટે અયોધ્યા વાસીઓએ ઘરે ઘરે દીપ પ્રગટાવ્યા હતા અને આખી નગરીને દીવાઓની હારમાળાઓથી ઝગમગ કરી હતી .ત્યારથી જ દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરંપરા ઘરે ઘરમાં ચાલી આવી છે. કારતક માસની અમાસની રાત્રે દીપ પ્રાગટ્ય કરી ઘોર અંધકારને દૂર કરવામાં આવે છે.
અમારી શાળામાં દિવાળી પર્વની ઉજવણીના ભાગ રૂપે ધોરણ 1 થી 4 ના બાળકોને દિવાળીના તહેવારની પીપીટી
પ્રેઝન્ટેશન દ્વારા દિવાળીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. દિવાળીનો તહેવાર શા
માટે ઉજવવામાં આવે છે અને કઈ રીતે ઉજવાય છે તેની સમજૂતી આપવામાં આવી હતી અને
પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા મુખ્ય પાંચ દિવસો જેવા કે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી ,નવું વર્ષ અને ભાઈબીજ આ પાંચ તહેવારોની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી અને
તેમજ દિયા ડેકોરેશનની સ્પર્ધા રાખવામાં આવી હતી.
ત્યારબાદ ફટાકડા ફોડવાથી થતા
ગેરફાયદા ના વિવિધ વીડિયો બતાવી ફટાકડાના ધુમાડાથી થતું પ્રદૂષણ અટકાવી શકાય એ
વિશેની માહિતી આપવામાં આવી હતી.ફટાકડા ફોડવાથી હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધી
જાય છે.જે શરીરને નુકસાનકારક છે. આ વાયુને કારણે હવા પ્રદુષિત થઈ જાય છે. જે નાના
નાના જીવજંતુઓ, પ્રાણીઓ તેમજ નાના બાળકો અને વૃદ્ધો
માટે નુકસાનકારક છે. માટે હવામાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે આપણે ફટાકડા
ફોડવા જોઈએ નહીં. ફક્ત દીવા પ્રગટાવી દિવાળીની ઉજવણી કરવી જોઈએ અને આ માટે આપણે
દરેકને આ બાબતે જાગૃત કરવા જોઈએ .જેથી દિવાળી શરીરને નુકસાનકારક નહીં પરંતુ
ખુશીઓનો તહેવાર બની રહે.