जमीन पर हमसे कोई युद्ध नहीं कर सकता
पानी में हमारे कोई दुश्मन तैर नहीं सकता
गगन शक्ति इस काबिल है हमारी
हिंदुस्तान के आसमान की ओर
कोई आँख उठा के देख नहीं सकता
આજે 8 ઓક્ટોબરે ઇન્ડિયન એરફોર્સ ડે ઉજવાય છે. આજના દિવસે જ વર્ષ 1932માં વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી.
ઘણા લોકોને ખબર નહીં હોય કે આઝાદી પહેલા ભારતીય વાયુસેનાને રોયલ ઇન્ડિયન એરફોર્સ કહેવામાં આવતું હતું.આઝાદી પછી વાયુસેનાનું નામકરણ ભારતીય વાયુસેના કરાયું હતું.
ભારતીય વાયુસેના દુનિયાની સૌથી શક્તિશાળી વાયુસેનાઓમાંથી એક છે. વાયુસીમાની સુરક્ષા અને વિષમ પરિસ્થિતિઓને સંભાળવાની જવાબદારી ભારતીય વાયુસેનાના જાંબાઝો પર છે.
1 એપ્રિલ 1933ના રોજ વાયુસેનાની પહેલી સ્ક્વોડ્રોન બનાવવામાં આવી હતી. તેમાં 6 RAF ટ્રેન્ડ ઓફિસર અને 19 એરફોર્સ સૈનિક સામેલ હતા. ઇન્ડિયન એરફોર્સે બીજા વિશ્વયુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
આઝાદી પહેલા એરફોર્સ પર આર્મીનો કંટ્રોલ હતો. એરફોર્સને આર્મીના કમાંડથી સ્વતંત્ર બનાવવાનું ક્રેટિડ ઇન્ડિયન એરફોર્સના પહેલા કમાંડર ઇન ચીફ એર માર્શલ સર થોમસ ડબલ્યુ એલ્મહર્સ્ટને જાય છે. તેઓ ભારતીય વાયુસેનાના પહેલા ચીફ એર માર્સલ હતા. તેઓ 15 ઓગસ્ટ 1947થી 22 ફેબ્રુઆરી 1950 સુધી આ પદ પર હતા.ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય ‘नभः स्पृशं दीप्तम’ ગીતાજીના 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે.
જે ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલ ઉપદેશનો એક અંશ છે.ઈન્ડિયન એરફોર્સનુ ધ્યેય વાક્ય છે, ‘નભઃ સ્પૃશં દીપ્તમ’ એટલે કે ગર્વ સાથે આકાશને આંબવુ.ભારતીય વાયુસેનાનુ ધ્યેય વાક્ય ગીતાના 11માં અધ્યાયથી લેવામાં આવ્યુ છે. કહે છે કે જ્યારે મહાભારતના યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જૂનને જે ઉપદેશ આપ્યો હતો, તે આદર્શ વાક્ય તેનો મહત્વનો ભાગ હતો. યુદ્ધ પહેલા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ, અર્જૂનને પોતાનુ વિરાટ સ્વરૂપ બતાવે છે તે જોઈને અર્જૂન થોડા સમય માટે પરેશાન થઈ જાય છે. તેમનુ આ સ્વરૂપ એક પળ માટે અર્જૂનના મનમાં ભય પેદા કરી દે છે. જે આદર્શ વાક્ય આઈએએફે અપનાવ્યુ છે તે આ શ્લોકનો હિસ્સો છે, ‘नभ:स्पृशं दीप्तमनेकवर्ण व्यात्ताननं दीप्तविशालनेत्रम्, दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमं च विष्णो।’ જેનો અર્થ છે, ‘હે વિષ્ણુ, આકાશને સ્પર્શ કરનાર, દૈદીપ્યમાન, અનેક વર્ણોથી યુક્ત તેમજ ફેલાયેલ મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રોથી યુક્ત તમને જોઈને ભયભીત અંતઃકરણવાળો હું ધીરજ અને શાંતિ નથી મેળવતો.’
ભારતીય વાયુ સેનાનો ધ્વજ તેના સિમ્બોલથી અલગ વાદળી કલરનો છે. જેમાં એક ચતુર્થાંશ ભાગમાં રાષ્ટ્રિય ધ્વજ છે. તો મધ્યભાગમાં રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગ કેસરી, સફેદ અને લીલા રંગનું બનેલું એક ગોળ છે. આ ધ્વજને 1951માં અપનાવવામાં આવ્યો હતો.
ભારતીય વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર, 1932ના રોજ થઈ હતી. એ વખતે આઈએએફ બ્રિટનની રૉયલ એરફોર્સના સહાયક તરીકે તૈયાર થયુ હતુ. ઈન્ડિયન એરફોર્સ એક્ટ 1932 હેઠળ તેને રૉયલ એરફોર્સ સાથે જોડવામાં આવ્યુ હતુ. અહીંથી રૉયલ એરફોર્સનો યુનિફોર્મનો યુનિફોર્મ અને બાકી વસ્તુઓને અપનાવી. વર્ષ 1932માં અસ્તિત્વમાં આવ્યા બાદ એક એપ્રિલ 1933ના રોજ આઈએએફનો પહેલો સ્કવૉડ્રન નંબર તૈયાર થયો. વર્ષ 1945માં આઈએએફની આગળરૉયલ શબ્દને જોડવામાં આવ્યો. ભારત ત્યારે અંગ્રેજોનો ગુલામ હતો અને તેના નેતૃત્વમાં જ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં આની ભાગીદારી નક્કી થઈ હતી. વર્ષ 1950માં આની આગળથી રૉયલ શબ્દ હટાવી લેવામાં આવ્યો. અહીંથી રૉયલ એરફોર્સ, ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવી અને તેને ઓળખ મળી. ચીફ એર માર્શલ સુબ્રતો મુખર્જી ઈન્ડિયન એરફોર્સના પહેલા ભારતીય ચીફ હતી. સન65માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ તો પાકિસ્તાન પાસે અમેરિકાથી સારા ફાઈટર જેટ્સ હતા પરંતુ તેમછતાં વાયુસેના સામે પાકિસ્તાન ટકી શક્યુ નહિ.
ભારતીય વાયુસેના(આઈએએફ) આજે દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી સેના છે. ક્યારેક માત્ર પાંચ લોકો સાથે શરૂ થયેલ વાયુસેનાની સફર આજે લાખો અધિકારીઓ અને જવાનો સુધી જઈ પહોંચી છે. આઈએએફ આજે ચીન જેવા દુશ્મન દેશોના પણ છક્કા છોડાવવામાં સક્ષમ છે.
વાયુસીમાની સુરક્ષા અને વિષમ પરિસ્થિતિઓને સંભાળવાની જવાબદારી ભારતીય વાયુસેનાના જાંબાઝો પર છે. ભારતીય વાયુસેનાએ અનેક વાર પોતાના પરાક્રમ બતાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે.