ભાષા એ સંવાદનું માઘ્યમ છે. આ૫ણે આ૫ણા વિચારો, ઉર્મિઓ, ભાવનાઓની અભિવ્યકિત ભાષાના માઘ્યમથી કરીએ છીએ. તેમાં ૫ણ પોતાની માતૃભાષામાં આ કાર્ય ખુબ જ સરળતાથી કરી શકીએ છીએ. ૫રીણામે આ૫ણો સઘળો વ્યવહાર શિક્ષણ વ્યવસ્થા માતૃભાષા આઘારિત છે. આ૫ણા દેશના ઘણા રાજયોની રચના ૫ણ ભાષા આઘારિત થયેલ છે. જેમકે, ગુજરાત તો ગુજરાતી, મહારાષ્ટ્ર તો મરાઠી, પંજાબ તો પંજાબી, તામિલનાડુ તો તામિલ.
જેને વાંચવાથી મળે છે જીજીવિષા,
જેને સાંભળીને નથી આવતી કદી નિરાશા,
જેને લખવાથી મળે છે નૂતન આશા,
એવી પોષક અને પ્રેમાળ છે મારી માતૃભાષા
કોઈપણ ભાષા શીખવા માટેનાં ચાર આધાર સ્તંભ છે; સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. જો તમે તમારા બાળકને અંગ્રેજીમાં ભણાવો છો, તો તેને આ ચારેય આધારસ્તંભ એક પછી એક શીખવા જ પડે છે. તેને અંગ્રેજીમાં સાંભળવાનો, બોલવાનો, વાંચવા તેમજ લખવાનો મહાવરો કરવો પડે છે.
માતૃભાષા બાળકના હૃદયના ધબકારા સાથે ગુંથાતી હોય છે. બાળક માટે માતૃભાષા શીખવી હવા, પાણી મેળવવા જેટલી જ સહજ બાબત છે. પરંતુ, જે બાબત માટે કોઈ મૂલ્ય ચૂકવો ન પડે તે બાબત અત્યંત મૂલ્યવાન હોય તો પણ કોડીની લાગે છે, તેના તરફ અવગણના અને ઉપેક્ષા સેવાય છે. તે જ રીતે માતૃભાષા પણ અવગણાઇ રહી છે,તેનું મહત્ત્વ રહ્યું છે.
આજરોજ અમારી શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને માતૃભાષા નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ પોતાની ભાષામાં રજૂ કરેલી કવિતા બીજા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને માતૃભાષા નું મહત્વ સમજાવતી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને વિદ્યાર્થીઓમાં પોતાને માતૃભાષા પ્રત્યેનો પ્રેમ જાગ્રત થાય અને મહત્વ સમજાય
માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ એ માત્ર શક્ય કે સફળ જ નથી. પરંતુ અંગ્રેજી માધ્યમના ભણતર કરતાં તેનાથી ખૂબ સારા પરિણામો દેખાયા છે. માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓની બીજી ભાષા અંગ્રેજી પણ ખૂબ સારી હોય છે. માતૃભાષાના સહારાથી તેમને તે બીજી ભાષામાં પણ ખૂબ સારી ફાવટ આવી જાય છે. બન્ને ભાષામાં તે વિદ્યાર્થી પાવરધો બને છે.
ભાષા પ્રત્યેના પ્રેમ અને આદરને વ્યક્ત કરવા માટે દર વર્ષે 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. આપણે સૌને આપણી લાગતી ભાષા માતૃભાષા છે. માતાના મોંઢેથી શીખેલી પ્રથમ ભાષા આપણી માતૃભાષા છે. એ જ ભાષા પ્રત્યેના આપણા પ્રેમ અને આદરને વ્યક્ત કરવા માટે દર વર્ષે 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.