20મી સદી અવનવી વૈજ્ઞાનિક શોધની સદી ગણાય છે.આ સદી દરમિયાન જેટલી પણ વૈજ્ઞાનિક શોધ થઈ એ તમામના લીધે માનવજીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.એના કારણે માનવીનું જીવન વધુ સગવડતાભર્યું અને આરામદાયક બન્યું છે.આ સદી દરમિયાન થયેલી વિવિધ શોધમાંથી “ટેલિવિઝન”એ માનવજીવનને મળેલી અદભુત દેન છે. ઈસવીસન 1926 માં બી બાયર્ડએ ટેલિવિઝન ની શોધ કરી હતી. શરૂઆતમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી શરૂ થયા હતા.આ ટીવીમાં ધીમે ધીમે વિવિધ પ્રકારના સુધારા વધારા થતાં આજે જાતજાતના નાના-મોટા અને સ્માર્ટ ટીવી અસ્તિત્વમાં આવ્યા છે.
ટીવી માનવજીવનને મનોરંજન પૂરું પાડવાનું શ્રેષ્ઠ અને સસ્તું સાધન છે.સેટેલાઈટ ના કારણે આપણે દેશ-વિદેશના તમામ સમાચાર, ભૌગોલિક પરિસ્થિતિ ઉપરાંત સંગીત, નાટક,નૃત્ય,કવિતા,પ્રાણી સૃષ્ટિ વગેરેનો આનંદ ઘરબેઠા માણી શકીએ છીએ.ટેલિવિઝન પર બતાવવામાં આવતા ચલચિત્રો આપણે સૌ પરિવાર સાથે ઘર બેઠા શાંતિથી નિહાળીએ છીએ ,જેથી સમય અને નાણાંનો બચાવ થાય છે. ક્રિકેટ,ફૂટબોલ કે હોકી જેવી રમતો પાછળ મોંઘા ભાવની ટિકિટો ખરીદીને સ્ટેડિયમ સુધી જવાની જરૂર પડતી નથી. આ બધી જ રમતો ની મજા ટીવી પર જોઈને લઈ શકીએ છીએ.આમ ટીવી મનોરંજન સાથે માહિતી અને જ્ઞાન આપતું તેમજ સમાજ સેવા કરતો એક ઉત્તમ દ્રશ્ય શ્રાવ્ય સાધન છે.
ટેલિવિઝન પર વિવિધ પ્રકારની જાહેરાતો બતાવવામાં આવે છે જેમકે સૌંદર્ય પ્રસાધનો,ખાદ્ય સામગ્રી, જીવન જરૂરિયાતની વિવિધ વસ્તુઓ વગેરેના માધ્યમથી વ્યક્તિ એ પ્રોડક્ટ લેવા માટે પ્રેરાય છે એ પ્રોડક્ટ ની સીધી અસર તેના સ્વાસ્થ્ય પર પડે છે આમ દેખાદેખી માં માનવી પોતાના જીવનને જોખમમાં મૂકે છે. આમ ટેલિવિઝન એ આજના યુગમાં અનિવાર્ય સાધન બની ગયું છે.
આજ રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે ધોરણ 3 અને 4ના બાળકોએ ટીવીમાં બતાવવામાં આવતી વિવિધ જાહેરાતો તેમજ ધોરણ – 5 અને 8 ના બાળકો એ નેશનલ , ઈન્ટરનેશનલ , રમત-ગમત હવામાન વિભાગ , અને પ્રકૃતિ કોપ જેવા ન્યૂઝ પોતાની અંદર રહેલી એવી સરસ વાંચન કળાને અન્ય બાળકો સામે પોતાના અંદાજોમાં જાહેરાતની ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી તેમજ બાળકોએ આ ટેલિવિઝન પર આવતાં સમાચારોનો અને જાહેરાતોનો ખૂબ ખંત અને ઉલ્લાસપૂર્વક આનંદ મેળવ્યો.