વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી વર્ષ 2023 માટેની થીમ છે: “ભવિષ્યમાં માનવ અધિકારોની સંસ્કૃતિને એકીકૃત અને ટકાવી રાખવી”. સૌ પ્રથમ વાર વર્ષ 1948 માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી હતી તેની યાદમાં આંતરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઊજવણી કરવામાં આવે છે.
માનવ અધિકાર દિવસની ઔપચારિક શરૂઆત 1950 થી થઈ, જ્યારે એસેમ્બલી દ્વારા ઠરાવ 423(V) પસાર કરવામાં આવ્યો, જેમાં તમામ રાજ્યો અને રસ ધરાવતી સંસ્થાઓને દર વર્ષે 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે અપનાવવા આમંત્રણ આપવામાં આવ્યું. આ દિવસની લોકપ્રિયતા એ હકીકત દ્વારા દર્શાવી શકાય છે કે 1952માં યુનાઈટેડ નેશન્સ પોસ્ટલ એડમિનિસ્ટ્રેશન દ્વારા જારી કરાયેલ સ્મારક માનવ અધિકાર દિવસ સ્ટેમ્પને આશરે 200,000 એડવાન્સ ઓર્ડર મળ્યા હતા.
આ દિવસે સામાન્ય રીતે ઉચ્ચ-સ્તરની રાજકીય પરિષદો અને મીટિંગો અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને માનવ અધિકારોના મુદ્દાઓ સાથે કામ કરતા પ્રદર્શનો દ્વારા ચિહ્નિત કરવામાં આવે છે. આ ઉપરાંત, પરંપરાગત રીતે 10 ડિસેમ્બરે માનવ અધિકારના ક્ષેત્રમાં પાંચ-વાર્ષિક સંયુક્ત રાષ્ટ્ર પુરસ્કાર અને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવે છે. માનવાધિકાર ક્ષેત્રમાં સક્રિય ઘણી સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ પણ આ દિવસની યાદમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમ કે ઘણી નાગરિક અને સામાજિક-કારણ સંસ્થાઓ કરે છે.
આજ રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ શાળામાં પણ આંતરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્યશ્રી વિપુલભાઈ ટાઢાણીના માર્ગદર્શન હેઠળ મોડરેટર તરીકે દીપકભાઈ બારોટ, મેહુલભાઈ પટેલ, રાજુભાઈ પરમાર, કિરણભાઈ શ્રીમાળી અને પરેશભાઈ બરવાડિયા વગેરેએ મળીને ધોરણ – 8 અને 9 ના વિધાર્થીઓ પાસે આપણા જીવનમાં માનવ અધિકારોનું મહત્વ સમજીને તેને સામાજિક જવાબદારી અદા કરવા કઈ રીતે ઉપયોગી બને તે માટે અલગ અલગ ટોપિક આધારિત વક્તવ્ય તૈયાર કરાવ્યા અને રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરુઆતમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ ધોરણ -8 અને 9 માંથી બેલડિયા શ્રુતિ, ગોંડલિયા હાર્વી, કુંભાણી ઓમકેષ, દિયોરા સોહમ, રાદડીયા ભવ્ય, વગેરેએ મળીને સરસ રીતે પોતાના વક્તવ્યો આપ્યા હતા. વિધાર્થીઓ શાળાના અભ્યાસ દરમિયાન જ પોતાના જીવનમાં માનવ અધિકારોનું મહત્વ અને આપણી આસપાસ બનતી ઘટનાઓમાં માનવ અધિકારોનું હનન થતું હોય તો તેની સામે અવાજ ઉઠાવવા તૈયાર થવું જોઈએ એ બાબતની સમજણ આપવામાં આવી હતી. વિશ્વમાં સર્જાતી કટોકટી જેવી પરિસ્થિતિ દરમિયાન વિશ્વ માનવ અધિકાર પંચ સંસ્થા યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બ્લી કેવી રીતે વિવિધ નિર્ણયો કરે છે તે વિશેની માહિતી પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને હકારત્મક અભિગમ કેળવીને સમાજમાં પણ સમય સાથે કદમ મિલાવી દરેકના માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ થવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતમાં પરેશભાઈ બરવાડિયા હાજર વિધાર્થીઓ અને શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરાવ્યો.