જાતિ, લિંગ, રાષ્ટ્રીયતા, ભાષા અને ધર્મ,
કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવો નહીં એ જ છે મનુષ્યનું કર્મ.
कमजोरो का शोषण हमेशा ताकतवर के द्वारा हुआ है,
ताकतवर पर लगाम लगाने के लिए मानवाधिकार आयोग है
માનવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિને પ્રાપ્ત થતા અધિકારો. માનવનું જીવન અમૂલ્ય છે અને પ્રત્યેક માનવને જન્મથી જ મૂળભૂત રીતે જીવન અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયેલાં છે. માનવજીવનની આ આવશ્યક શરતો મૂલ્ય સ્વરૂપે વિશ્વસ્તરે વ્યાપ્ત બની અને માનવ-અધિકારો રૂપે સ્વીકૃતિ પામી છે.
સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ માનવ અધિકાર દિવસ‘ની ઉજવણી તા.૧૦ ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે.
દરેક માનવી પોતે મુળભુત રીતે જ જન્મની સાથે જે અધિકારો સાથે જન્મે છે અને જીવનપર્યત જે અધિકારોને કોઇપણ જાતની અડચણ વગર મુક્ત રીતે ભોગવી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. માનવી જન્મે છે, જીવે છે પરંતુ પોતાનું જીવન સારી રીતે જીવંતતાપૂર્ણ જીવવવા માટે પ્રત્યેક માનવીના પોતાના અધિકારો પણ જરૂરી અને અનિવાર્ય છે. સમગ્ર વૈશ્વીક ફલક પર નજર કરીએ તો માનવ અધિકારોના હનનના બનાવો બન્યા જ કરે છે. જેનું મુખ્ય કારણ મનુષ્યને પોતાના જ અધિકારોની જાણકારીનો અભાવ છે અને અન્યના અધિકારોની અવગણના!
जब एक आदमी के अधिकारों को खतरा होता है
तो हर आदमी के अधिकार कम हो जाते हैं.– जॉन एफ कैनेडी
સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના ખ્યાલનો વિકાસ અને ઉદભવ ૧૩મી સદીમાં ઇગ્લેંડમાં બનાવાયેલ લેખીત દસ્તાવેજ‘મેગ્નાકાર્ટા‘ના ને ગણી શકાય. આ દસ્તાવેજમાં માનવીને માનવી હોવાના કારણે જે અધિકારો પ્રાપ્ત થાય છે તેવા તમામ અધિકારો પ્રાપ્ત થવા જોઇએ તેવા તમામ કુદરતી અધિકારો ‘મેગ્નાકાર્ટા‘ દસ્તાવેજથી ઇગ્લેંડની પ્રજાને આપવામાં આવેલ હતા. ઇ.સ. ૧૯૧૪ થી ૧૯૧૯ના પ્રથમ વિશ્વયુધ્ધ સમયે માનવ અધિકારોનો વૈશ્વીક કાયદો બનાવવા વિશે વૈશ્વીક સ્તરે ચર્ચાઓ શરૂ થઇ હતી. પરંતુ આ સમયગાળા દરમ્યાન માનવ અધિકારો વિશેનો કાયદો બનાવવામાં સફળતા પ્રાપ્ત ન થવાથી તે ખ્યાલ વિશેનો સર્વસંમતિથી કાયદો બનાવી શકાયેલ ન હતો. જેના ફલશ્રુતીરૂપે સમગ્ર વિશ્વના તમામ દેશોને વિશ્વયુધ્ધના માઠા પરિણામો ભોગવવા પડેલ ઇ.સ. ૧૯૪૫માં સમગ્ર વૈશ્વીક સ્તરે માનવીને માનવી તરીકે મળતા અધિકારો અંગે સૌપ્રથમ વખત ‘માનવ અધિકાર‘ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો.
માનવ અધિકાર‘ શબ્દનો અર્થ સમજતા પહેલા અધિકાર શબ્દને સમજવો ખુબજ જરૂરી છે. અધિકાર એટલે માનવીનું હિત છે કે જે કાયદા દ્વારા માનવીના હિતને સુરક્ષીત રાખવામાં આવેલું છે.
સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ અર્થે યુનોએ સૌપ્રથમ વખત યુર્નિવર્સલ ડિકલેરેશન ઓફ હ્મુમન રાઇટસ (યુડીએચઆર) નામનો દસ્તાવેજ બનાવમાં આવેલો હતો. આ ધોષણાપત્રમાં જણાવ્યું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્મથી સમાન છે અને તમામને કોઇપણ જાત કાળા-ગોરા (રંગ), વર્ણ, જાતી (સ્ત્રી-પુરૂષ), ભાષા, ધર્મ, રાજકીય કે અન્ય વિચારો, રાષ્ટ્રીયક કે સામાજીક મુળ (વતન), મિલકત, જન્મ કે અન્ય કોઇ હોદ્દાના તફાવતો વિના તમામ અધિકારો અને સ્વાતંત્રતાઓ પ્રાપ્ત થાય છે.
માનવ અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગજેરા વિદ્યાભવન-ઉત્રાણ માં ચિલ્ડ્રન પાર્લામેન્ટ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ ખાતાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા ભારત દેશના તેમજ વિદેશના ઘણા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના ખૂબજ સંતોષકારક ઉત્તર સત્તાપક્ષ દ્વારા આપવામાં આવેલ હતા.
विकास के बिना हम सुरक्षा का आनंद नहीं ले पाएंगे,
सुरक्षा के बिना हम विकास का आनंद नहीं ले पाएंगे,
और मानवाधिकारों के सम्मान के बिना हम इनमें से किसी का भी आनंद नहीं ले पाएंगे।”