વિવિધ રાજ્યોમાં વિવિધ નામ અને વિવિધ થીમ પર રંગોળી કરવામાં આવે છે. તમિલનાડુમાં કોલમ હોય,બંગાળમાં અલ્પના હોય, ગુજરાતમાં સાથિયા હોય, રાજસ્થાનમાં આઇપન હોય કે પછી મહારાષ્ટ્રની રંગોળી હોય. દરેક પ્રદેશની પોતાની પરંપરાઓ , લોકકથાઓ અને રીતિ રિવાજો રજૂ કરવાની પોતાની આગવી રીત હોય છે. રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને વિદ્યાર્થીઓમાં રચનાત્મક કૌશલ્ય પ્રદર્શિત થાય છે.
શાળાના શૈક્ષણિક કાર્યના પ્રથમ સત્રના અંતિમ દિવસોમાં દિવાળી વેકેશન પૂર્વે શાળામાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિ- ઉત્સવ સાથેનું જોડાણ રહે સાથે- સાથે પોતાની આવડત કૌશલ્ય બહાર આવે એ હેતુથી તહેવારોમાં સ્પર્ધા રાખવામાં આવે છે. અમારી શાળામાં ધો.૪ થી ૭ ના વિદ્યાર્થીઓની રંગોળી સ્પર્ધા,દીવા ડેકોરેશન સ્પર્ધા તેમજ કાર્ડ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ રંગોળી,દીવા ડેકોરેશન અને દિવાળી કાર્ડ વૈવિધ્યપૂર્ણ કાર્ય કર્યું. વિદ્યાર્થીઓમાં અને શાળાનું વાતાવરણ રંગબેરંગી બની ગયું.
संस्कृति का दर्पण,सभ्दाव कि प्रतिक
कण-कण उजास है,संस्कर रंगोली
बिन्दु बिन्दु मिल बने,रेखाओ से चित्र
पुष्पों के सभी रंगों से,अभिव्यक्त्त रंगोली