ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા, ગ્રામીણ અર્થવ્યવસ્થાને જાળવી રાખવા અને દેશની કૃષિ વિરાસતની સુરક્ષામાં ખેડૂતોની અહમ ભૂમિકાની યાદ રહે છે.
ખેડૂત દિવસ ભારતના પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની જયંતીનું પણ પ્રતિક છે. ચૌધરી ચરણ સિંહે દેશમાં કૃષક સમુદાય અને ખેડૂતોના અધિકારો અને કલ્યાણની વકાલત કરી હતી. ચૌધરી ચરણ સિંહ એક ખેડૂત નેતા હતા, એટલા માટે તેમની જયંતી પર ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. ચૌધરી ચરણ સિંહનો જન્મ 23 ડિસેમ્બર 1902,આ થયો હતો.
ચૌધરી ચરણ સિંહે 1979 થી 1980 સુધી ભારતના 5માં પ્રધાનમંત્રી રૂપમાં કાર્ય કર્યું. તેમનું નેતૃત્વ કૃષિ સુધારો, ગ્રામીણ વિકાસ અને ખેડૂતોના કલ્યાણ પર કેન્દ્રિત હતું અને તેમની નીતિઓને આજે પણ ભારતમાં કૃષિ પ્રગતિના પાયા તરીકે યાદ કરવામાં આવે છે. સરકારે ભારતીય ખેડૂતો સામે આવતા મુદ્દાઓ સંબોધિત કરવામાં આજીવન કામને માન્યતા આપતા તેમના સન્માનમાં આ દિવસને ઉજવવાનો નિર્ણય લીધો હતો.
ચૌધરી ચરણ સિંહને ખેડૂતોના અધિકારોને પ્રોત્સાહન આપવા, તેમની ઉપજની વાજબી અને ન્યાયી કિંમતોની હિમાયત કરવા અને ગ્રામીણ સમુદાયોની સુધારણા માટે લડતમાં તેમના મહત્વપૂર્ણ કાર્ય માટે યાદ કરવામાં આવે છે. તેમના સૌથી મહત્વપૂર્ણ યોગદાનોમાંથી એક ખેડુત દેવું રાહત વિધેયકનો અમલ હતો, જેનો ઉદેશ્ય દેવામાં ડૂબેલા ખેડૂતોને રાહત આપવાનો હતો. ગ્રામીણ-કેન્દ્રિત અર્થવ્યવસ્થા અને ટકાઉ ખેતી પર તેમનું જોર આધુનિક નીતિઓને પ્રભાવિત કરે છે.
ખેડૂત દિવસ ભારતની અર્થવ્યવસ્થા, ગ્રામીણ વિકાસ અને ખાદ્ય સુરક્ષાને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા દર્શાવે છે. આ દિવસ યોગ્ય મૂલ્ય નિર્ધારણ, જળવાયુ પરિવર્તન અનુકૂલન, ટકાઉ કૃષિ પદ્ધતિઓ અને આધુનિક તકનીકો સુધી પહોંચવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પણ પૂરી પાડે છે.
આ ખેડૂતોનું જીવન સારું બનાવવા માટે સરકારી યોજના અને સુધારા વિષે જાગરૂકતા વધારવા માટે એક મંચ રૂપે પણ કાર્ય કરે છે. આ દિવસે દેશભરમાં કૃષિમાં મનોવૈજ્ઞાનિક અને તકનીકી નવીનતાઓથી લોકોને પરિચિત કરાવવા માટે કાર્યકર્મો આયોજિત કરવામાં આવે છે.