રાષ્ટ્રીય  પ્રદુષણ નિયંત્રણ દિવસ

    આજે  2 –  ડિસેમ્બરના રોજ અમારી શાળા શ્રીમતી એસ .એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી  કરવામાં આવી હતી

       રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસની ઉજવણી માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ખુબ જ સરસ રીતે પ્રદૂષણ નિયંત્રણ માટેની સ્પીચ આપી હતી  જેમાંથી 1,2,3 નંબર આપવામાં આવ્યા હતા

    શાળાના આચાર્યા શ્રી છાયાબેનઉપાચાર્ય શ્રી ઉમેશભાઈ  દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 

          છેલ્લા દાયકાઓથી વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન વિકરાળ રૂપ લઈ ચૂક્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આજે પણ વિશ્વના અનેક દેશોમાં ઠંડી, બરફવર્ષા, ચક્રવાત અને ગરમી સહિતની સમસ્યા ઉભી થઇ છે

        અત્યારે પ્રદૂષણ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણથી આપણું જીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. તેની સંપૂર્ણ અસર માણસ, પ્રકૃતિ અને સમગ્ર વિશ્વ પર અનુભવાઈ રહી છે અને તેની અસર પણ ધીમે ધીમે સામે આવી રહી છે.

       હાલમાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું છે કે સમગ્ર વિશ્વમાં દસમાંથી નવ લોકોને શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા મળી રહી નથીઃ

 

      ભારતના અનેક શહેરોમાં પણ હવે પ્રદૂષણ સમસ્યા જટીલ બની ચૂકી છે. દેશના પાટનગર દિલ્હીમાં જ સૌથી વધુ હવા પ્રદુષણ છે. દેશના કોઈપણ મોટા શહેરની હવા શુદ્ધ રહી નથી. એટલે લોકો બુકાની બાંધીને બહાર નીકળવાનું પસંદ કરે છે. જાણે અજાણે હવા પ્રદૂષણ એ દેશની રાષ્ટ્રીય સમસ્યા બની ચૂકી છે.

ભારતમાં દર વર્ષે 2 જી ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2023માં 39મો રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્વ માટે પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. પ્રદૂષણને નિયંત્રિત કરવા સરકાર નિયમિતપણે જાગૃતિ અભિયાન ચલાવે છે

        રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસનો ઈતિહાસ 1984માં ભોપાલ ગેસ દુર્ઘટના સાથે જોડાયેલો છે. 1984માં,ભોપાલના એક જંતુનાશક

પ્લાન્ટમાંથી લગભગ 45 ટન મિથાઈલ આઈસોસાયનેટ લીક થયું અને આસપાસ વાતાવરણમાં ફેલાઈ ગયું. જેના કારણે તે સમયે હજારો લોકોના મોત થયા હતા.

       આ ઉપરાંત ઘણા લોકોને ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો . આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે

     આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને વિવિધ પ્રકારના પ્રદૂષણ જેવા કે હવા, માટી, પાણી, ધ્વનિ પ્રદૂષણ વગેરેથી માહિતગાર કરવાનો છે. આ પ્રદૂષણથી પર્યાવરણ અને આપણાં આરોગ્ય આ બધાને અસર થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *