રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ – ૨૦૨૪

        28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રમન ( C. V. Raman) ના સન્માન અને સ્મૃતિમાં દર વર્ષે ઊજવાય છે. ભૌતિક શાસ્ત્રી સી.વી. રમન દ્વારા મહાન શોધ ” રમન ઈફેક્ટ” ની પુષ્ટિ 28 ફેબ્રઆરી 1928ના દિવસે કરવામાં આવી. આ શોધે ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટો ફાળો આપ્યો. સી.વી. રમને આ નવી શોધ વિશે આખી દુનિયાને જણાવ્યું. તેમનું આ સંશોધન અખબારો અને વિજ્ઞાન સામયિકોમાં છપાવવા લાગ્યું. વિજ્ઞાન ક્ષેત્રે લોકોને ઘણું નવું જાણવા મળ્યું.

          વર્ષ 1930માં વૈજ્ઞાનિક સી.વી. રામનને તેમની આ શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાન ભારતીય વૈજ્ઞાનિકની આ શોધની પાછળ ખૂબ જ રોચક પ્રસંગ છે.

 

          વર્ષ 1921માં ભૂમધ્ય સમુદ્રના વાદળી રંગ પાછળનું કારણ જાણવાની તેમની ઉત્સુક્તા વધી. વાદળી રંગનું કારણ સમજવા માટે તેમણે પારદર્શક સપાટી, બરફના બ્લોક અને પ્રકાશ સાથે વિવિધ પ્રયોગ કર્યા. ત્યારબાદ તેમણે બરફના ટુકડામાંથી પ્રકાશ પસાર થયા બાદ તરંગ લંબાઈમાં ફેરફાર જોયો. આને જ રમન ઈફેક્ટ ( Raman Effect ) કહેવાયછે. આ શોધે ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટો ફાળો આપ્યો.

        રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમજ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધઓ પ્રતિ સજાગ રાખવાનો છે. આ દિવસે બધી વિજ્ઞાન સંસ્થાઓ જેમકે, રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગ શાળાઓ, વિજ્ઞાન અકાદમીઓ , શાળા, કોલેજ અને તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. મહત્વપૂર્ણ આયોજનોમાં વૈજ્ઞાનિક વક્તવ્યો, નિબંધ-લેખન, વિજ્ઞાન પ્રશ્નોતરી, વિજ્ઞાન પ્રદર્શન, સેમિનાર અને પરિસંવાદ વગેરે સામેલ હોય છે. વિજ્ઞાનક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે રાષ્ટ્રીય અને અન્ય પુરસ્કારો પણ જાહેરાત પણ કરવામાંઆવે છે. વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે વિશેષ પુરસ્કાર પણ રાખવામાં આવે છે. 

        વિજ્ઞાનક્ષેત્રે સી.વી. રમનના યોગદાનને ધ્યાનમાં રાખીને “નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન” ( NCSTC) દ્વારા ભારત સરકારને 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે મનાવવાની સલાહ આપવામાં આવી તે સરાહનીય છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશેની માહિતી બાળકોને મળી રહે તે હેતુથી ધોરણ ૧ થી ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ મોડેલ બનાવવામાં આવ્યા હતાં જેમાં Save Earth, Solar Power irrigation system project, Solar Eclipse, Kidney Function, Microscope, Drip irrigation system, Power Car, Electric Ferris wheel with DC motor વગેરે જેવા મોડેલ બાળકો દ્વારા બનાવીને તા.૨૮-૦૨-૨૦૨૪ને બુધવારના રોજ સાયન્સ ફેરમાં રજુ કરવામાં આવ્યા હતાં આ દરેક મોડેલને શાળાના તમામ વિદ્યાર્થીઓએ નિહાળ્યા હતાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *