ચેસ 15મી સદીના અંત સુધીમાં સમકાલીન રમત તરીકે વિકસિત થઈ હતી અને આજે ખૂબ લોકપ્રિય છે. ચેસ મગજની વ્યૂહાત્મક રમત છે. જેમાં બે ખેલાડીઓ 64 સ્ક્વેરના ચેકરબોર્ડ પર હરીફ રાજાને પકડવાની સ્પર્ધા કરે છે. પુખ્ત વયના લોકો અને બાળકોમાં ચેસ એક લોકપ્રિય રમત છે. આ રમત દાયકાઓથી અસ્તિત્વમાં છે. આ રમત વધુને વધુ લોકો રમે તે માટે પ્રોત્સાહન આપવા દર 20 જુલાઈએ આંતરાષ્ટ્રીય ચેસ દિવસ (World Chess Day 2021) ઉજવવામાં આવે છે. ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (International Chess Federation) દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. જેને 1924માં ફેડરેશન ઈન્ટરનેશનલ ડેસ એચેક્સ (FIDES) દ્વારા બનાવવામાં આવ્યું હતું
વર્લ્ડ ચેસ ડેનો ઇતિહાસ (World Chess Day History)
ભારતમાં પાંચમી સદીની આસપાસ ચેસની રમત અસ્તિત્વમાં આવી હતી. જેને પહેલા ચતુરંગા નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રમત પર્શિયા પહોંચી હતી. જ્યાં અરબોએ આક્રમણ કર્યું હતું. જેથી આ રમત મુસ્લિમો સુધી પહોંચી અને મુસ્લિમ વસ્તીમાં ખૂબ લોકપ્રિય બની ગઈ હતી. ત્યારબાદ તે દક્ષિણ યુરોપમાં પણ ફેલાઈ હતી. 15મી સદી દરમિયાન યુરોપમાં ચેસને મોર્ડન લૂક મળ્યું હતું. 15મી સદીના અંત સુધીમાં તે સમકાલીન રમત તરીકે વિકસિત થઇ હતી અને આજે ખૂબ લોકપ્રિય છે. ચેસની હરીફાઈની વિશ્વભરમાં આયોજન થાય છે. જેમાં ચેસની વિવિધતા પણ જોવા મળે છે.
1862માં મુશ્કેલ નિયમો સાથે ચેસની ટાઈમ સિસ્ટમ બનાવવામાં આવી હતી. વર્લ્ડ ચેસ ફાઉન્ડેશન તરીકે ઓળખાતા FIDEની સ્થાપના 1924ની 20 જુલાઈએ પેરિસ, ફ્રાન્સમાં 9મી સમર ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન થઈ હતી. FIDEની સ્થાપનાના ઉપલક્ષ્યમાં 20 જુલાઈ 1966ના રોજ આંતરરાષ્ટ્રીય ચેસ ડેની સ્થાપના કરવામાં આવી હતી. યુનેસ્કો (UNESCO) દ્વારા 20 જુલાઈના દિવસે ઈન્ટરનેશનલ ચેસ ડે મનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. સૌથી પહેલી મોર્ડન ચેસ ટુર્નામેન્ટનું આયોજન 1851માં લંડન ખાતે થયું હતું. જેમાં એડોલ્ફ એન્ડરસન વિજેતા થયા હતા. હવે વિશ્વભરમાં ચેસ ટુર્નામેન્ટ થાય છે.
ચેસ અંગે ક્વોટ્સ (Inspiring Chess Quotes)
>> ચેસની જેમ જીવનમાં દુરંદેશીનો વિજય થાય છે. – ચાર્લ્સ બક્સટન
>> મારા હરીફ અને મારી જાતને અજાણ્યા મેદાનમાં લઈ જવાની મારી પદ્ધતિ છે. ચેસની રમત જ્ઞાનની કસોટી નથી. તે ચેતાતંત્રની લડાઈ છે.
>> લોકોને ચેસ પાગલ નથી કરતું, તે પાગલ લોકોને સમજદાર બનાવે છે. – બિલ હાર્સ્ટન
આ દિવસની ઉજવણી કરતા ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ચેસ કોમ્પીટીશન રાખવામાં આવેલ હતી. જેમાં બાળકોએ પોતાની ચેસ પ્રત્યેની ખેલદિલી દ્વારા ચેસ કોમ્પિટિશનમાં ઉત્સાહભેર ભાગ લીધો. બાળકોમાં માનસિક અને સર્વાંગી વિકાસ થાય. અને બાળકોના જીવનમાં ચેસ પ્રત્યે અભિરુચિ કેળવાય અને બાળક સોશિયલ મીડિયા માપ પોતાનો સમય બગાડવાને બદલે આવી માનસિક કસરત, આવડત, સેલ્ફ કોન્ફિડન્સ અને નિર્ણય શક્તિનો વિકાસ થાય.
” COURAGE IS NOT THE ABSENCE OF FEAR.
IT IS THE ABILITY TO FACE IT,
OVERCOME IT, AND FINISH YOUR JOB.”