World Vegetarian Day always remember that food is not only about
taste but also about healthy living; one choice can impact your whole life.
વિશ્વ શાકાહારી દિવસની ઉજવણીની શરૂઆત 1 નવેમ્બર 1994 ના રોજ કરવામાં આવી હતી. વેગનનો
ગુજરાતીમાં અર્થ શાકાહારી થાય છે પરતું એવા શાકાહારી કે જે શાકાહારી આહાર તરીકે છોડ માંથી મળતી વસ્તુઓ જેવી કે
શાકભાજી, અનાજ, બદામ અને ફળો વગેરે વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખે છે.ડેરી ઉત્પાદનો અને
ઇંડા સહિત તેમજ પ્રાણીઓમાંથી મળતા કે બનાવવામાં આવતા ખોરાક ખાતા નથી.
વર્લ્ડ વેગન ડે એ શાકાહારી લોકોની
જીવનશૈલીને સમજવા માટે ઉજવવામાં આવે છે. વર્લ્ડ વેગન ડે એ શાકાહારી લોકોને
શાકાહારી હોવાના મહત્વને પ્રોત્સાહન આપે છે. વિશ્વ શાકાહારી દિવસ તમામ જીવંત
પ્રાણીઓ, પર્યાવરણ અને પાલતુ પ્રાણીઓ પ્રત્યે
પ્રેમ રાખવો એ દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીની સ્થાપના 1994માં યુનાઇટેડ કિંગડમમાં ધ વેગન
સોસાયટીના અધ્યક્ષ લુઇસ વૉલિસ દ્વારા કરવામાં
આવી હતી.
લગભગ 3% અમેરિકનો પણ વેગન શૈલી અપનાવે છે માત્ર ખોરાક તરીકે છોડમાંથી બનતી
વસ્તુઓનો ઉપયોગ કરે છે. તેનાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. અને અમુક રોગોનું જોખમ
ઘટાડે છે.વેગન લોકો માંસથી દૂર રહે છે કારણકે તેઓ પ્રાણીઓને કોઈપણ પ્રકારનું
નુકસાન પહોંચાડવા માંગતા નથી.
શાકાહારી લોકો દૂધ, ક્રીમ, આઈસ્ક્રીમ અને અન્ય ડેરી ઉત્પાદનો તેમજ મધ કે માંસ નો ખોરાક તરીકે
ઉપયોગ કરતા નથી.શાકાહારી લોકોનું હૃદયનું સ્વાસ્થ્ય સારું હોય છે અને અમુક રોગો
થવાની સંભાવના ઓછી હોય છે. જેઓ માંસ છોડે છે તેઓને મેદસ્વી બનવાની અથવા હૃદય રોગ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર
થવાની શક્યતા ઓછી હોય છે . વેગન્સને પણ ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સર થવાની
શક્યતા ઓછી હોય છે.
Nothing will benefit human health and increase the chances for
survival of life on Earth as much as the evolution to a vegetarian diet.
-ALBERT EINSTEIN
તો ચાલો
સૌ સાથે મળીને આ દિવસની ઉજવણી કરીએ.