कहते हैं काला रंग अशुभ होता है ,
पर स्कूल का वो
ब्लैक बोर्ड लोगों की जिंदगी
बदल देता है !
વાલી પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાત નો મુખ્ય આશય પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે તે જ હોવું જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે . બાળકોનું સર્વાંગી વિકાસ તેના ઘરના વાતાવરણમાંથી મળે છે પણ બાળકને જ્ઞાન અને જરૂરી માર્ગદર્શન તો શાળામાંથી જ મળે છે.
વાલી અને શિક્ષક વચ્ચેનો સંબંધ બાળકોની વિચારશક્તિને ખીલવવામાં ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે . જ્યારે શાળા અમુક ખાસ પ્રવૃત્તિ કે અભ્યાસલક્ષી નિર્ણયોમાં વાલીઓને સામેલ કરે છે ત્યારે બાળકના વિકાસમાં તેની હકારાત્મક અસર પડે છે.
બાળક શાળાએથી પરત ઘરે આવે છે ત્યારે ઘરમાં માતા અથવા પિતાની હાજરી હોવી જરૂરી છે. તેને પ્રેમથી જમાડી તેની સાથે વાતો કરતા કરતા કામ કરો તથા રાતના સુધી વખતે તેને વાર્તા સંભળાવું અને વ્હાલ વરસાવતા સુવડાવું. બાળકોને પૈસા કરતા તમારી મમતાની વધુ જરૂર હોય છે.
બાળકે કોઈ તોફાન મસ્તી કર્યા હોય અને ફરિયાદ સાથે શાળામાં મળવા બોલાવ્યા હોય તો પણ આત્મવિશ્વાસ પૂર્વક જવું જોઈએ .કારણકે આ પ્રકારે મળવા જવાથી પણ બાળકમાં રહેલી કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ મળી શકે છે . શિક્ષકની ફરિયાદનું મૂળ કારણ જાણ્યા વગર બાળક પર ગુસ્સો કરવો નહીં. પહેલા સાચી હકીકત જાણવી જોઈએ.
શાળાની વાલી મિટિંગમાં હાજરી આપી ખૂબ જ
જરૂરી છે .જેથી શિક્ષકો સાથે મુક્તતાથી ચર્ચા કરી શકાય . બાળકોની નોટબુક ,પાઠ્યપુસ્તકો અને
સ્વાધ્યાયપોથી દરરોજ તપાસવી જેથી શિક્ષકે
કોઈ નોંધ કરી હોય તો તેની જાણ થઈ શકે છે. આ સાથે બાળકને શિક્ષણ વિશેની માહિતી મળી
શકે છે જો તમે તમારા બાળકના શિક્ષકને માન આપશો તો બાળકો પણ તેને સન્માન આપશે.
આજે બાળકોનું ભણતર માતા – પિતા માટે
કસોટીરૂપ થઈ રહ્યું છે. એક સમયે પોતાના સંતાનો કયા ધોરણમાં ભણે છે તેની પિતાને જાણ
ન હતી અને માતા માં પણ ક્યારેય બાળકોની પરીક્ષા ટેન્શન જોવા મળતું નહીં . પરંતુ
આજે તો આ પરિસ્થિતિમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. માતા- પિતા બાળકના ભણતરની
બાબતે સતત ચિંતિત રહે છે અને તે માટે જાત જાતના પ્રયાસો કરતા જોવા મળે છે. બાળકના ઉજ્વળ ભવિષ્ય માટે
વાલીઓ ભણતરમાં રસ લે છે.
આપણી શિક્ષણ વ્યવસ્થા એ સાચા અર્થમાં
કેળવણીની વ્યવસ્થા છે . આધ્યાત્મિક મૂલ્યોની સાથે આપણા વિદ્યાર્થીઓનું સિંચન પણ આપણી શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહી છે.
જ્યાં શાંતિ, સહકાર અને અનુકૂલન હશે ત્યાં આપણે દરેક પ્રકારે સિદ્ધિ
હાંસિલ કરી શકીશું .જ્યાં વાલી અને
વિદ્યાર્થી શિક્ષકને સંપૂર્ણ સહકાર આપશે ત્યારે વિદ્યાલયની વ્યવસ્થાઓ અને શિક્ષકે
એ શિક્ષણ માટે સમર્પિત થશે અને
વિદ્યાર્થીના વિકાસમાં ઉત્પાનમાં પોતાનું સમર્પણ રેડી દે છે.
વિદ્યાર્થી – વાલી ને જોડતી કડી શિક્ષક છે
. શિક્ષક અને શિક્ષણને ખરા અર્થમાં ઉજાગર
કરવાનો છે. આપણો સમાજ શિસ્ત માટે , સારા સંસ્કાર માટે વિદ્યાર્થીને ઉત્તમ ચારિત્ર નું
ઘડતર કરાવવા માટે શિક્ષક પર આશા રાખે છે.
તેમાં વાલીઓએ અને વિદ્યાર્થીઓ એ
સક્રિય સહકાર આપવો પડે છે.
માતા પિતાનો વધારે પડતો સ્નેહ અને વધારે
પડતું રક્ષણ બાળકના વિકાસમાં અવરોધ રૂપ બની રહ્યું છે અને બીજી તરફ બાળક પર વધારે
પડતી અપેક્ષાઓ થોપવામાં આવે છે ..અથવા તો માતા પિતાના અધૂરા સપના પૂરા કરવાનું
સાધન બાળકને બનાવી દે છે .માતા- પિતાના આવા વલણથી અંતે બાળકને નુકસાન જ થાય છે.
બાળક શાળામાં પ્રથમ નંબરે પાસ થાય તો જ એ
શિક્ષિત કહી શકાય એ ભ્રમ માંથી વાલીઓએ બહાર આવવું પડશે. સમાજમાં એવા કેટલાય
વ્યક્તિઓ છે જેની શૈક્ષણિક કારકિર્દીનો
ફાળો તેમના સફળતામાં નહિવત્ છે .બાળક રૂપી ફૂમળા છોડને જતનથી સાચવવું .ખૂબ જ
સ્નેહનું સિંચન કરવું. પરંતુ એનો વિકાસ કરવાથી મોકળાશ એને આપો. જીવનભર આંગળી
પકડીને એને ચલાવવું નથી. એને એની મેળે ચાલવા દો. બસ ધ્યાન એટલું રાખવાનું છે કે
ડગમગી જાય ત્યારે એને પડવા નથી દેવાનું .એને પ્રેમથી સંભાળી લેવાનું છે .પરંતુ
ચાલવાનું તો એને એકલાએ જ હોય છે. મા -બાપના વધારે પડતા લાડ ,વધારે પડતી સંભાળ એને
પરતંત્ર કે પરવશ બનાવી દે છે. તો બીજી તરફ માતા – પિતાની વધુ પડતી અપેક્ષા
બાળકની પ્રતિભા કુંઠીત કરી નાખે છે. માતા-પિતા અને શિક્ષકોની ફરજ છે
બાળકની પ્રતિભા ખીલી ઉઠે તે માટે એવું વાતાવરણ પૂરું પાડવાની છે . બાળકમાં રહેલી
શક્તિ ઓને ઉજાગર કરવામાં તેમની સહાય કરવાની છે.
આજ રોજ આપણી શાળા ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે બાળકોમાં રહેલા સારા – નરસા પાસાઓની વાલી શ્રી તથા શિક્ષક શ્રી સાથે ચર્ચા વિચારણા થાય તે અંગે વાલી મિટિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ દરમિયાન આવનાર પ્રથમ સત્રાંત પરીક્ષા અંગેની શિક્ષકશ્રીઓ એ જરૂરી માહિતી વાલીશ્રીઓને પૂરી પાડી તથા બાળકોને એજ્યુકેશન બાબતેવાંચનની અને પરીક્ષાની તૈયારી ઘરે પણ કઈ રીતે કરાવવી તે અંગે જરૂરી માહિતી આપી . પરીક્ષા અંગે વાલી શ્રી નું ધ્યાન કેન્દ્રિત કર્યું. આમ વાલીશ્રીઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક શિક્ષક શ્રીઓને સાંભળી પોતાના વિચારો રજૂ કર્યા.અને ખૂબ સરસ સાથ સહકાર આપ્યો.