હિંદુ ધર્મમાં ધ્યાન ( સંસ્કૃત : ध्यान) નો અર્થ છે ધ્યાન અને ચિંતન. ધ્યાન યોગ પ્રથાઓમાં લેવામાં આવે છે , અને તે સમાધિ અને આત્મજ્ઞાનનું સાધન છે .
યુનાઇટેડ નેશન્સ દ્વારા ધ્યાન અને તેના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્ષ 2024 થી દર વર્ષે 21 ડિસેમ્બરને ‘વર્લ્ડ મેડિટેશન ડે’ એટલે કે ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિશ્વભરના તમામ લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ થાય એ ઉમદા હેતુથી ‘વર્લ્ડ મેડિટેશન ડે’ ઘોષિત કરવામાં આવ્યો છે.
ધ્યાન એ યોગ ની એક ક્રિયા છે. ધારણા પછીનો અને સમાધિ પહેલાનો જે તબક્કો છે તેને ધ્યાન કહી શકાય. સામાન્ય રીતે ધ્યાનમાં ઇશ્વરનો કોઇ આકાર કે આત્મ સ્વરૂપનું ધ્યાન કરવામા આવે છે. આવા ધ્યાનને સાકાર ધ્યાન કહેવાય. જેમાં નિરાકાર-સર્વવ્યાપી ઇશ્વરનું ધ્યાન કરાય તેને નિરાકાર ધ્યાન કહે છે. શરૂઆતમાં નિરાકાર ધ્યાન કરવું અઘરું હોવાથી સાકાર ધ્યાન કરવાની યોગગુરૂઓ દ્વારા સલાહ આપવામાં આવે છે.
હાલનું જીવન એટલે હાંફતી ભાગતી કોલસાથી ચાલતી રેલગાડી. જો સમયસર ઇંધણ મળી જાય તો એ ભખભખ ચાલતી રહે પરંતુ તોય એ તણાવના ગોટેગોટા ઉલેચતી જાય છે. આ વધતી જતી કાળાશ એ જીવનનું પ્રદુષણ છે જે સમયાંતરે શ્વાસ લેવા પણ દુર્લભ કરી મુકે છે.
આમાંથી બચવા માટે તકેદારી જરૂરી છે. એ માટે સહુનો ખ્યાલ રાખતા પહેલા સ્વયંનું ધ્યાન રાખવું એટલે ધ્યાન કરતા શીખવું જે મેડીટેશન શીખવે છે. સહુ પહેલા પોતાને પ્રેમ કરો, જાતને વારંવાર કહો હું ખુબ ખુશ છું, તંદુરસ્ત છું. રોજનો અભ્યાસ ખુબ મદદ કરે છે. વિચારોમાં હકારાત્મક વલણ કાયમી સ્થાપિત કરે છે.
ધ્યાન અંતરની શોધ માટે, સમર્પણની ભાવના માટે, નિર્વિચારીતાની સ્થિતિ કેળવવા માટે, પ્રાર્થનાના ભાવમાં લીન થવા માટે એકાગ્રતા વધારવા માટે પણ કરવામાં આવે છે ધ્યાન કરવાથી આત્મબળ વધે છે વૈજ્ઞાનિક રીતે પણ મન વિચારશૂન્ય બનવાથી તેની કાર્યક્ષમતા વધે છે એમ માની શકાય છે. આ બધા હેતુઓ માટે ધ્યાન કરવામાં આવે છે.
વિચાર ધ્યાનથી એકાગ્રતા, પ્રસન્નતા, શાંતિ, સ્થિરતા, સમતા વગેરે કેળવાય છે. વધુ સારા માનસિક સ્વાસ્થ્ય અને સંતુલન માટે ધ્યાન સૌથી વધુ ફાયદાકારક છે.
યોગ ગુરુ મીનુ વર્મા જણાવે છે કે, ધ્યાન એ એક માનસિક વ્યાયામ છે, જે એકાગ્રતા અને જાગૃતિમાં વધારો કરવા સાથે માનસિક સ્થિતિઓને કારણે થતી આવેગને શાંત પણ કરે છે.
આજ રોજ ગજેરા વિદ્યાભવનમાં “વિશ્વ ધ્યાન દિવસ ” નિમિત્તે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને વ્યાયામ શિક્ષક દ્ધારા ધ્યાનમાં બેસાડવામાં આવ્યા તેમજ તેના ફાયદા વિશેની વિસ્તૃત સમજ આપવામાં આવી .