આપણા જીવનમાં સંગીતના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને સંગીત આપણા જીવનને કેવી રીતે સુખદ બનાવે છે તે પ્રકાશિત કરવા માટે, વિશ્વ સંગીત દિવસ દર વર્ષે 21 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
સંગીત સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સંગીત = સમ્ + ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. સંગીત એ એક એવી કળા છે, જેની સંગીતકારના પોતા પર, તેની આજુબાજુની વ્યક્તિઓ પર તથા વાતવરણ પર પણ તેની અસર થાય છે. શરીર જ્ઞાનેન્દ્રિયો દ્વારા બહારના સંદેશા મેળવે છે. સંગીત દિવસ પર નાગરિકો અને રહેવાસીઓને તેમના પડોશમાં અથવા જાહેર જગ્યાઓ અને ઉદ્યાનોમાં સંગીત વગાડવા વિનંતી કરવામાં આવે છે. સંગીત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
➡️સંગીતની ચોક્કસ વ્યાખ્યા સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે બદલાય છે, જો કે તે તમામ માનવ સમાજનું સાંસ્કૃતિક અને સાર્વત્રિક પાસું છે. સંગીત ઘણીવાર સામાજિક પ્રવૃત્તિઓ, ધાર્મિક વિધિઓ, તહેવારો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંગીત આપણને વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને સમજવામાં મદદ કરી શકે છે. તેથી, સંગીત એ કોઈપણ માનવ સમાજનું ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ માનવામાં આવે છે. સંગીત એ વિશ્વભરમાં લાખો લોકોને રોજગારી આપે છે. સંગીત ઉદ્યોગ વૈવિધ્યસભર છે અને તેમાં કલાકારો, ગાયકો, કોરિયોગ્રાફર, ડીજે, સંગીતકારો અને આજીવિકા માટે સંગીતનાં સાધનો બનાવનારાઓ જેવા વિવિધ વ્યવસાયોનો સમાવેશ થાય છે. તેથી આર્થિક દૃષ્ટિકોણથી પણ સંગીત આપણા વિશ્વનું મહત્વનું પાસું છે. વિશ્વ સંગીત દિવસ એ એક મહત્વપૂર્ણ ઘટના છે કારણ કે આપણી સંસ્કૃતિ, ભાષા, જાતિ અથવા સંપ્રદાયના તફાવતોને ધ્યાનમાં લીધા વિના, તમામ મનુષ્યો સંગીતની ધૂનને પ્રેમ કરે છે અને ફક્ત સંગીત જ લોકોને એક કરવાની શક્તિ ધરાવે છે.
➡️ તારીખ ૧૯/૦૬/૨૦૨૪ ના રોજ શ્રીમતી એસ.એચ. ગજેરા વિદ્યાભવનમાં વિશ્વ સંગીત દિવસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ધોરણ 9 થી 12ના બાળકોએ પોતાના સુંદર કંઠમાં સંગીત નું રસપાન કરાવ્યું હતું અને પોતાની અંદર રહેલી સંગીતરૂપી શુસુપ્તશક્તિને ઉજાગર કરી હતી આમ આજનો કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો.