વિશ્વ સંરક્ષણ દિવસ

संरक्षेद्दूषितो न स्याल्लोकः मानवजीवनम्।

હેતુ: કુદરતી સંસાધનોના મહત્વ અને તેમની આસપાસના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો છે.

જુલાઈ ૨૮ ના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવેલ, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ હજી એક વધુ આવશ્યક દિવસ છે જે આપણને આપણા જીવનમાં પ્રકૃતિનું મહત્વ અને આપણે તેને કેમ સાચવવું છે તે યાદ અપાવે છે. આ દિવસ આપણને પ્રકૃતિના સંરક્ષણ વિશે સભાનતા વધારવાની અને ટકાઉ રાખવા પ્રોત્સાહન આપવાની તક પૂરી પાડે છે.આધુનિકરણની પાછળ અહીં તહીં બંગલા, ઓફિસો બનાવવામાં વૃક્ષો કાપતા જઈએ છીએ. શહેરો લંબાતા જાય છે અને ગામડાઓ એમાં વિલીન થતા જાય છે. રોજ રોજ નવા રોડ રસ્તા બનાવવામાં, ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરવામાં કેટકેટલાં વૃક્ષોનો ભોગ લેવાય રહ્યો છે. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો હેતુ પ્રકૃતિનાં સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવાનો છે.

ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસની સમજ મેળવે એ હેતુ સાથે બાળકોને પર્યાવરણની સમજ આપી, આપણે આપણા પર્યાવરણની જાળવણી કરવી, સ્વચ્છતા રાખવી, પર્યાવરણનું જતન કરવું, નકામીવસ્તુને ફરી ઉપયોગ કરી તેને વપરાશમાં લેવી ..વગેરે જેવી માહિતી શિક્ષકો દ્વારા આપવામાં આવી. પેપર બેગ, પાણી બચાવો, પ્રદુષણ અટકાવો, વીજળી બચાવોની પ્રવૃત્તિ કરાવવામાં આવી. સુકા- ભીના કચરાની સમજ, ઓડિયો વિઝુઅલ ધ્વારા વસ્તુની REDUCE, RECYCLE, REUSE ની સમજ આપવામાં આવી. આચાર્યાશ્રીએ બાળકો પર્યાવરણની જાળવણીમાં કેવી રીતે ફાળો આપી શકે એ અંગેની માહિતી આપી.

પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ આપણે કુદરતી હોનારતનો સામનો કરવો પડે છે. ગ્લોબલ વૉર્મિંગ, મહામારીઓ, કુદરતી આપત્તિઓ, તાપમાનનું વધવું વગેરે જેવી સમસ્યાઓ પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ થાય છે. કુદરતનું સંવર્ધન કરવા માટે કાયમી વિવિધ ઉપાયો કરતા રહેવું જરૂરી છે. જેમકે  જંગલો ન કાપવા જોઇએ, વધુમાં વધુ વૃક્ષ વાવવા જોઇએ, પાણીનો બગાડ ન કરવો જોઈએ, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને કાપડની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ, વીજળી, પેટ્રોલ, ડીઝલ બચાવવું જોઈએ, નજીક ના વિસ્તારમાં જવા માટે સાયકલ અથવા તો ચાલતા જવા નો આગ્રહ રાખવો, કુદરત સાથે સકારાત્મક સંબંધ ધરાવતી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે, ખેતરમાં ફર્ટીલાઇઝરની જગ્યાએ જૈવિક ખાતરનો ઉપયોગ કરો, શાકાહાર અપનાવવું જોઈએ, REDUCE, RECYCLE, REUSEનું ચુસ્તપણે પાલન કરવું, ભીના અને સુકા કચરા માટે જુદી જુદી કચરાપેટી નો ઉપયોગ કરવો. દરેક વ્યક્તિ પોતપોતાનો ભાગ ભજવે તો આપણા કુદરતી સંસાધનો આવનારા વર્ષો સુધી ઉપલબ્ધ રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *