જીવન જીવવાની કળા શીખવતો અદ્ભુત ગ્રંથ, એટલે 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'.
ગીતા જયંતિ હિન્દુ ધર્મના એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન શ્રીકૃષ્ણની અર્જુનના સંગે દિવ્ય સંવાદ રૂપે જાણાતી છે. ગીતાએ કાળ વિજય અને માનવ સ્પર્શી ગ્રંથ છે. જેનો ઉપદેશ આપણા દૈનિક જીવન માટે અત્યંત જરૂરી છે. તેમાં નિષ્ઠામ કર્મ દ્વારા, નિર્વ્યાજભક્તિ વસે ભગવદ્જ્ઞાન પ્રાપ્ત કરી જીવન જીવવાની ઉત્તમ કલા ઉપદેશેલી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યાંત્રિકયુગમાં માનવી અનેક સમસ્યાઓથી સળગી રહ્યો છે અને આવા શારીરીક, માનસિક અને આધ્યાત્મિક એમ તમામ પ્રશ્નોના સમાધાન માટે ગીતા જ એક દીવાદાંડી રૂપ છે.
આપણા હિંદુધર્મમાં ઘણા ધર્મગ્રંથો છે એમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાએ પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રની રણભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો હતો. જેમાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન શ્રીકૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્ન કરે છે. ભગવદ્ ગીતા મુજબ માનવ જીવન એક યુદ્ધ છે. જેમાંથી પીછે હઠ કર્યા વગર દરેકે લડવું જ પડે છે એ જ ગીતાનો સંદેશ છે. ભગવદ્ ગીતા હિંદુ ધર્મ ગણાતો હોવા છતા એ ફક્ત હિંદુ પ્રત્યે સિમીત ન રહેતા પુરા માનવસમાજ માટેનો ઉત્તમઅને અલૌકિકગ્રંથ ગણાય છે અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. ભગવદ્ ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે. ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે અને થોડા શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે.
બાળકો ભીની માટી જેવા હોય છે આપણે તેમને જેવો આકાર આપવો હોય એવો આકાર આપી શકીએ છીએ. બાળકમાં જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ થાય તેમજ આપણા ધર્મ અને સંસ્કૃતિ વિષે માહિતગાર થાય એ હેતુ સાથે ગજેરા પૂર્વ-પ્રાથમિક વિભાગમાં ગીતા જયંતિ ની ઉજવણી કરવામાં આવી. નર્સરીના બાળકોએ ભગવદ્ ગીતાની પૂજા કરી. બાલવાટિકાના બાળકો એ ભગવદ્ ગીતાનું મહત્વ સમજાવ્યું તેમજ બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં ગીતાના શ્લોક સમજુતી સહ પ્રસ્તુત કર્યા.