શ્રુતલેખન - મૂલ્યવાન ભાષા શીખવાની પદ્ધતિ.
શ્રુતલેખન એ બાળકની જોડણી શીખવવા માટે એક ઉત્તમ સાધન છે. શ્રુતલેખનનો ઉપયોગ વર્ષોથી ભાષાના શિક્ષણમાં કરવામાં આવે છે. શ્રુતલેખન મૂળભૂત વાક્ય રચનાઓ અને શબ્દભંડોળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. શબ્દભંડોળ અને વ્યાકરણની સમજ અને જ્ઞાનનું મૂલ્યાંકન કરવા માટે શ્રુતલેખન અસરકારક અને રસપ્રદ માધ્યમ છે. ‘શ્રુત’ એટલે સાંભળવું. શ્રુતલેખન એટલે સાંભળીને કરવામાં આવતું અનુલેખન. શ્રુતલેખન દ્વારા બાળકોના શ્રવણ તેમજ ભાષા કૌશલ્યોનો વિકાસ થાય છે. બાળકોમાં સાંભળી, સમજી અને લખવાની કુશળતા કેળવાય છે. વર્ષ દરમિયાન શિક્ષક બાળકોને શુદ્ધ શબ્દો લખાવવાનું શીખવે છે જેમકે કોઈ પણ શબ્દ અને વાક્યો પસંદ કરી બાળકો સમક્ષ રજુ કરી બાળક પ્રત્યક્ષ શ્રવણ કરી લેખન કાર્ય કરે આ હેતુ સાથે ગજેરા પૂર્વ-પ્રાથમિક વિભાગમાં ‘શ્રુતલેખન સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેમી ફાઈનલ અને ફાઈનલ રાઉન્ડ રાખવામાં આવ્યો હતો. નર્સરીના બાળકોએ મૂળાક્ષ્રર, જુ.કેજી. તેમજ બાલવાટિકાના બાળકોએ શિક્ષક દ્વારા ઉચ્ચારવામાં આવેલ શબ્દોનું લેખન કર્યું હતું. બાળકોએ ખુબ સુંદર પદ્ધતિસર લેખન કાર્ય કર્યું હતું. આચાર્યશ્રી અને ઉપાચાર્યશ્રી દ્વારા નિરીક્ષણ કર્યા બાદ બાળકોને નંબર આપી પ્રોત્સાહિત કર્યા હતા.
શ્રુતલેખનના ફાયદા
• શ્રુતલેખન દ્વારા બાળકોની ધાનેન્દ્રિયોનો વિકાસ થાય છે.
• શ્રુતલેખન દ્વારા બાળકોને સાંભળીને લખવાની ક્ષમતામાં વધારો થાય છે.
• શ્રુતલેખન ભાષા કૌશલ્યોને વિકસાવવામાં મદદ કરી શકે છે.
• શ્રુતલેખન ટૂંકા ગાળાની યાદશક્તિ વિકસાવવામાં મદદ કરે છે.
• શ્રુતલેખન મનોવૈજ્ઞાનિક રીતે શક્તિશાળી અને પડકારજનક છે.