તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ ગજેરા વિધાભવન ઉત્રાણમાં સુરતના મોટી વેશનલ સ્પીકર શ્રી અશોકભાઇ ગુજ્જર દ્ધારા બાળકો માટે એક ખુબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું.જેઓ ગુજરાતના ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર,ટ્રેનર છે. તેમના ભણતરની વાત કરવામાં આવે તો એમને એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી મેળવેલી છે તેઓ સિવિલ એન્જિનિયર છે. તેમણે ૨૦૧૩ થી યુવાન મિત્રોને પ્રેરણા આપવા માટે ગુજરાતના ૧૨ રાજ્યો ૨૩ જિલ્લાઓ તેમજ ગુજરાતની નામાંકિત સંસ્થાઓમાં, સ્કૂલોમાં, કોલેજોમાં, ઓફિસરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરેને ૩૦૦૦ કરતા વધારે લોકોમાં પોઝિટિવ વિચારો લાવવા માટે પોતે નિમિત બન્યા છે. તેમને ‘યુથ આઇકોન’ એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવેલા છે. તેઓ રેડ એન્ડ વાઈટ સંસ્થા સાથે સંકળાયેલા છે જે સંસ્થા ધોરણ ૧૨ પછી નવયુવાનોને શિક્ષણની સાથે સાથે રોજગારી પૂરી પાડે છે.
તેમના વક્તવ્યનો વિષય હતો “સપનો સે સફળતા તક” તેમણે વિદ્યાર્થીઓને મોટીવેટ કરતા કેટલાક નિયમોમાં બાંધી અને પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી. જેવા કે ચેહરા પર સ્માઈલ રાખવી, ક્લેપ કરવી ,વચ્ચે વચ્ચે જય હિન્દનો નારો લગાવવો.આવા કડક નિયમો સાથે વિદ્યાર્થીઓનું ધ્યાન ટકાવી રાખવા માટે આ નિયમોનો ઉપયોગ કરી પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી. આ સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે ‘આ વિશ્વમાં કોઈપણ વસ્તુ અશક્ય નથી જો માણસ ધારે તો તે અશક્યને પણ શક્ય બનાવી શકે છે’. જેમાં રોજર બેન્નીસ્ટર નું ઉદાહરણ આપી અને બાળકોને સરળ અને સમજાય તેવી ભાષામાં સમજ આપવાનો પ્રયત્ન કર્યો હતો.
બાળકોને પોતાના ભાવિને ઉજ્જવળ બનાવવા માટે કેટલાક નિયમો આપ્યા હતા જેવા કે
- believe in your self
એટલે કે પોતાની જાત પર વિશ્વાસ રાખો. આપણે આપણી જાતને બાંધી લેવી ન જોઇએ. જેવી કે સ્વીકારી લેવું ના જોઇએ કે મારાથી આ નહિ જ થાય તો કંઈ જ ન થઈ શકે. એટલે ક્યારેય એવું માની ન લેવું જોઈએ. કે આ વસ્તુ મારાથી શક્ય નથી.” Nothing is impossible in the world” કોઇપણ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેનુ પૂર્વ આયોજન જરૂરી છે. આયોજન કર્યા પછી તેનો યોગ્ય સમયસર અમલ કરવો એટલોજ જરૂરી છે. જો યોગ્ય આયોજનબદ્ધ કાર્ય કરવામાં આવે તો ધારદાર અને યોગ્ય ચોક્કસ પરિણામ મળે છે .
2.Goal
દરેક વ્યક્તિનો પોતાનો ગોલ ડિસાઈડ હોવો જોઈએ. એટલે કે દરેક વ્યક્તિના જીવનનું લક્ષણ નિર્ધારિત હોવું જોઈએ.
“લક્ષ્ય વિનાનું જીવન એટલે સુકાન વિનાનુ વહાણ.”
તમારી આજુ બાજુમાં જોશો તો દરેક જીવંત પદાર્થ,ફૂલ છોડ,પક્ષીઓ કે માનવીઓ લક્ષ્ય પ્રમાણે જીવવાનો,આગળ વધવાનો પ્રયાસ કરતા રહે છે.
- તમે ઘરની બહાર નીકળો ત્યારે લક્ષ્ય હોય છે. બજારમાં જાવ તો પણ કંઇક ધ્યેય છે તો જાઓ છો.
- વહાણ બંદર છોડે તો એક ચોક્કસ ધ્યેય સાથે જ રવાના થાય છે.
- વિદ્યાર્થી ભણવા જાય ત્યારે માતા પિતા એક નક્કી લક્ષ્ય સાથે તેને મોકલે છે
- એક દંપતી લગ્ન જીવનની શરૂઆત એક ધ્યેય સાથેજ કરે છે
- સવારમાં પક્ષી એક લક્ષ્ય સાથે માળો છોડે છે.
- સરહદે ગોઠવાતા સૈનિકો એક ચોક્કસ નિર્ણય સાથે આગળ વધે છે
- એક ઊગતું ફૂલ પણ કંઇક સુગંધ અને મધ માખીઓને ઉપયોગી થઇ ખરી પડવાના ધ્યેય સાથે જ પોતાનો સમય પસાર કરે છે.
- ડૉ. એક ધારા લક્ષ્ય સાથે દર્દીને જીવન આપવા લડે છે તો દર્દી જીવવાના લક્ષ્ય સાથે જ લડે છે અને પરિણામ આવે છે.
- આપણી ચારે બાજુ એક જીવંત વિશ્વ ચોક્કસ ધ્યેય સાથે જ વિકસી રહ્યું છે,ત્યારે જીવન,લક્ષ્ય વિના કે નકારાત્મક ધ્યેય સાથે જીવતા માણસો પણ મળી આવે છે જ.
- હિટલરે યહૂદીઓને સાફ કરી દેવાનું લક્ષ્ય રાખ્યું.
- ગોરા દેશોએ ગુલામો માટે માનવતાની હત્યા કરી
- નકારાત્મક માણસો બીજાનું ખરાબ કરવાના ધ્યેય સાથે કામ કરે છે પણ આ લક્ષ્ય તેમને પણ સાફ કરીને રહે છે તેનો ઇતિહાસ સાક્ષી છે.
- એક દેશે દુનિયાને પરેશાન કરવા હાલના જીવાણુ ને કામે લગાડવાનું લક્ષ્ય રાખ્યું પણ તેના નબળા પરિણામો પણ ભોગવી રહ્યું છે તે આપણા સમયમાં જ સૌ જોઈ રહ્યા છીએ.
કોઈ કામ નું ઠેકાણું નહીં, કોઈ ધ્યેય નહિ અને દરિયામાં ફરતાં સુકાની વિનાના વહાણ જેવા પણ આપણી આજુ બાજુ જોવા મળે છે.
પણ લક્ષ્ય તમને તમારા ધ્યેય સુધી પહોંચાડે છે.તમે કંઇક પ્રાપ્ત કરો છો.
- અર્જુને પક્ષીની આંખ જ જોઈ અને બીજું કોઈ લક્ષ્ય જ ન હતું. પરિણામ કેવું મળ્યું? તે મહાન બાણાવળી બન્યો
- ગાંધીજીએ આઝાદી નું લક્ષ્ય પકડી રાખ્યું અને પોતાનું ૧૦૦% ધ્યાન કેન્દ્રિત કર્યું અને કેવું બન્યું? આપણે સૌ આજે આઝાદ દેશમાં શ્વાસ લઈએ છીએ તે માટે ગાંધીજીનું લક્ષ્ય જવાબદાર હતું.
- નરેન્દ્રભાઈ મોદીએ કોઈ ન વિચારે તેવા દેશ સેવાના લક્ષ્યો રાખ્યા અને દેશના વડા પ્રધાન બન્યા.
- કવિ કલાપી,સ્વામી વિવેકાનંદ નાની ઉંમરમાં પોતાના લક્ષ્યો પૂરા કરવા સફળ રહ્યા કેમ કે તેમની સામે પોતાના ધ્યેય સિવાય બીજું કોઈ ધ્યેય જ ના દેખાયું. પરિણામ આપીને ગયા.
- અબ્રાહમ લિંકને માનવતાના ઘોર અપરાધ સમી ગુલામી નાબૂદ કરવાના લક્ષ્ય સાથે અતિ ગંભીર સંજોગો માં પોતાના ધ્યેય ને વળગીને ગુલામી નાબૂદ કરી.
- આદિ શંકરાચાર્યે સનાતન હિન્દુ ધર્મની સ્થાપના માટેના લક્ષ્યને ૩૨ વર્ષમાં પૂરું કરી કોઈ ના કરી શકે તેવા કામો કરી જતા રહ્યા.
- નેલ્સન મંડેલાએ દેશને રંગભેદ અને ગુલામીમાંથી મુક્ત કરવાનુ સ્વપ્ન એક જ લક્ષ્ય સાથે જોયું.દેશ ૨૭ વર્ષના તેમના કારાવાસ,અત્યાચાર પછી મુક્ત થયો.”A long walk to freedom” તેમનું પુસ્તક આ લક્ષ્યની પ્રાપ્તિ નું વિવરણ જ છે.
- એડમન્ડ હિલેરી, તેનસિંગએ અનેક નિષ્ફળ પ્રયાસો છતાં પોતાનું એક માત્ર લક્ષ્ય પકડી રાખ્યું અને ૧૯૫૩ માં ભયાનક ઠંડી અને 160 કી.મી.ના પવનના સૂસવાટા વચ્ચે પોતાનું એવરેસ્ટ આરોહણનું લક્ષ્ય પૂરું કરી બતાવ્યું.
આ બધા ટૂંકા વાક્યો અમૂલ્ય બોધ છે.
કેમકે આપણ અર્ધ જાગૃત મન આપણી personality નો ૯૦% હિસ્સો છે જે વૈશ્વિક શક્તિ સાથે જોડાયેલું છે અને તે ફકત નોકરની માફક આપણી લાગણીઓ, ઈચ્છાઓનો અમલ કરે છે .તમે જે વિચારો તે કોના માટે વિચારો છો તેની તેને ખબર પડતી નથી.અંધ સેવક છે એટલે જે વિચારો તે તમારે માટે કરવાનુ છે તેમ સમજી પરિણામ લાવી આપે છે. હવે તમે કોઈ માટે ખરાબ વિચારો તો તેની તેને ખબર નથી . આ વસ્તુ તમને ગમે છે તેમ સમજી તમારા માટે ખરાબ સંજોગો લાવી આપે છે. આ ટૂંકી સમજણ છે. એટલે લક્ષ્યો સારા,ઉમદા હશે તો પરિણામો પણ એટલા જ સારા રહેશે. મોટા ભાગના લોકોને આ અનુભવ છે એટલે લક્ષ્ય પ્રાપ્તિ બહુ મોટી વાત છે. આ વિષય પર અનેક સારા પુસ્તકો છે.મને વ્યક્તિગત અનેક સારા પરિણામો અને અનુભવો મળ્યા છે
3.Time
કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં સમયનું મૂલ્ય ઘણું વધારે હોય છે, કારણ કે આ જ જીવનમાં તે સાચા-ખોટાની ઓળખ સમજવા લાગે છે. વિદ્યાર્થી સમયના પાબંદ અને શિસ્તબદ્ધ હોય તે ખૂબ જ જરૂરી છે. જો આપણે સમય વિશે જાગૃત છીએ, તો આપણે અન્ય લોકોને પણ સમયના મહત્વ વિશે જાગૃત કરવા જોઈએ. જ્યારે આપણે વિદ્યાર્થી જીવનમાં આપણા આ કિંમતી સમય વિશે જાણીએ છીએ, ત્યારે આપણે આપણા સમયનો સદુપયોગ કરી શકીએ છીએ અને આપણા જીવનમાં સફળતા મેળવી શકીએ છીએ. જે વ્યક્તિ સમયનું મહત્વ જાણે છે તે પોતાનું કામ ક્યારેય મુલત્વી રાખતો નથી. તે તેના દરેક કામ સમયસર પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરે છે.
કોઈ પણ વ્યક્તિ મહાન વ્યક્તિ નથી જન્મતો, બલ્કે તે સમયનું મહત્વ સમજે છે અને સમયનો યોગ્ય ઉપયોગ કરીને જ મહાન બને છે. એટલા માટે આવા લોકો પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. જો આપણે પણ સમયનું મહત્વ સમજીએ અને આપણું કામ સમયસર પૂરું કરીએ તો આપણને પણ ચોક્કસ સફળતા મળશે. કેટલાક લોકો એવા હોય છે કે જેઓ પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કરતા નથી અને જ્યારે તે સમય નીકળી જાય છે ત્યારે પસ્તાવો થાય છે
તેથી, પાછળથી અફસોસ કરવાને બદલે તમારો સમય બગાડવો અને સખત મહેનત કરવી વધુ સારું છે. દરેક વ્યક્તિએ સમયસર મહેનત કરવી જોઈએ કારણ કે મહેનત કરવાથી જ સમય બદલી શકાય છે. સમય વીતી ગયો ત્યારે અફસોસ કરવાથી તમારો સમય અને હિંમત બંને વેડફાય છે. તેથી, પસ્તાવો કરતા પહેલા, વ્યક્તિએ સમયનું મહત્વ સમજવું જોઈએ.
દરેક વ્યક્તિએ સમયને ઓળખવાનો હોય છે અને સમયને ઓળખી સમયની સાથે ચાલવાનું હોય છે જે વ્યક્તિ સમયને ઓળખી સમયની સાથે ચાલે છે તેને સમય સાચવી જાણે છે માટે તમારો અમૂલ્ય સમય વેડફયા વિના તમે તેને ઓળખી સમયની સાથે ચાલશો તો સમય તમારી સાથે ચાલશે.
“વકતકે સાથ કરકે દિખાના પડતા હે. તભી વકતકો ઘર હોગા કી મેને ઉસેવક્ત દિયા થા”