સરસ્વતી પ્રાગટ્ય દિવસ: વસંત પંચમી

सरस्वति महाभागे विद्ये कमललोचने । विद्यारूपे विशालाक्षि विद्यां देहि नमोऽस्तु ते ॥

अर्थ  :  हे महाभाग्यवती ज्ञानरूपा कमल के समान विशाल नेत्र वाली, ज्ञानदात्री सरस्वती ! मुझको विद्या दो, मैं आपको प्रणाम करता हूँ ।

"પ્રકૃતિનો ઉત્સવ એટલે વસંત ઋતુ."

વસંત પંચમી એટલે કે મહા મહિનાની શુક્લ પક્ષની પાંચમ નો દિવસ.વસંત પંચમીએટલે જ વસંતોત્સવ નો પ્રથમ દિવસ.

વસંતપંચમીનું પૌરાણિક, ધાર્મિક અને સામાજિક મહત્વ પણ અનેરું છે. એક પૌરાણિક માન્યતા મુજબ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી પણ હજુ વાણી આપી ન હતી. જીવ જગતને વાણી આપવાના આશ્રયથી બ્રહ્માજીએ કમંડળમાંથી અંજલિનો છંટકાવ કર્યો અને એમાંથી માતા સરસ્વતીજી પ્રગટ થયા. સરસ્વતી માતાના હાથમાં વીણા હતી અને એ વીણાના તારના ઝણકાર સાથે જ આ જીવસૃષ્ટિને વાંચા મળી. આમ વસંત પંચમી મા સરસ્વતીનો પ્રાગટ્યદિન છે.

વસંત પંચમીએ પીળા રંગનું મહત્વ :

આ દિવસે પીળા રંગનું ખાસ મહત્વ હોય છે. જોકે વસંત ઋતુમાં સરસોનો પાકના કારણે ધરતી પીળી નજરે પડે છે. તેને ધ્યાનમાં રાખીને આ દિવસે લોકો પીળા કપડા પહેરે છે અને વસંત પંચમીનું સ્વાગત કરે છે.વસંતનો રંગ પીળો હોય છે, તેને જોઈ લોકોને ખુશી અનુભવાય છે. પીળો રંગ સમૃદ્ધિ, ઉર્જા, પ્રકાશ અને આશાવાદનું પ્રતિક છે, જેથી વસંત પંચમીનું સ્વાગત કરવા માટે પીળા રંગના વસ્ત્રો પહેરી તેની ઉજવણી કરવામાં આવે છે. પીળી વસ્તુનો ભોગ આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરતી વખતે માત્ર પીળા રંગના વસ્ત્રો નહીં, પીળા રંગની વસ્તુઓનો ભોગ ચડાવવાનું પણ મહત્વ છે. માતા સરસ્વતીની સ્તુતિ કરતી વખતે તેમને પીળી વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે, જેમાં મીઠા ભાત, પીળા લાડુ, કેસરિયા પેંડા, લાડુ સહિતની પીળી વાનગીઓનો સમાવેશ થાય છે.

ગજેરા પૂર્વ-પ્રાથમિક વિભાગમાં વસંતપંચમીની ઉજવણી :

વસંત પંચમીનું મહત્વ સમજે એ હેતુ સાથે ગજેરા પૂર્વ-પ્રાથમિક વિભાગમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી શરૂઆત  સરસ્વતી શ્લોક, પ્રાર્થના દ્વારા કરવામાં આવી, ત્યાર બાદ બાળકોએ સરસ્વતી માતાનું પૂજન કર્યું, જુ.કેજીના બાળકે વસંત પંચમી વિશે સુંદર પંક્તિઓ, મહત્વ સમજાવ્યું, આચાર્યશ્રી દ્વારા વસંત પંચમીની પૌરાણિક વાર્તા કહેવામાં આવી. શિક્ષક દ્વારા વસંત પંચમી તેમજ પીળા રંગના મહત્વ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી. નાની બાળકીઓ દ્વારા સરસ્વતી વંદના નૃત્ય રજુ કરવામાં આવ્યું. બાળકોને વર્ગમાં પુસ્તકપૂજન તેમજ પીળા રંગને લગતી વિવિધ આર્ટ અને ક્રાફ્ટની પ્રવૃત્તિ કરાવાવમાં આવી જેમાં બાળકોએ નોટબુકનું પૂજન કર્યું, હળદરથી ૐ તેમજ સરસ્વતી મંત્ર ओम ऐं नमः। નું લેખન કર્યું, સમાચારપત્ર માંથી સુંદર ફૂલો બનાવ્યા, તોરણ બનવ્યા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરી. બાળકોને વસંતપંચમીની ઉજવણી તેમજ તેના વિષે જાણવાની ખુબ જ મજા આવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *