દરેક માણસ અર્થોપાર્જન બે રીતે કરે. એક તો ખાનગી કે જાહેર સંસ્થા માં નોકરી કરે અથવા પોતાનો વ્યવસાય કરે.પોતાના વ્યવસાય માં કડિયાકામ, લુહાર,સુથાર,મિકેનિકલ, રિક્ષા,ટેક્સી વગેરે દ્વારા કમાય છે. કેટલાક પોતાનો સ્વતંત્ર ઉદ્યોગ સ્થાપે છે. એમાં નવીન સામગ્રીઓનું ઉત્પાદન કરે છે. “સ્ટાર્ટ અપ એ કંઈક નવીન કરે છે અને તે સેવા અથવા ઉત્પાદન પૈસા માટે વેચે છે” આને સ્ટાર્ટઅપ કહેવાય છે.
સરળ શબ્દોમાં સ્ટાર્ટઅપ એટલે “શરૂઆત” અથવા “પ્રારંભ”. મુખ્યત્વે સ્ટાર્ટઅપ એ એક નવો વિચાર છે.સ્ટાર્ટઅપ માટે આઉટ ધ બોક્સ થીંકીંગ ખૂબ જ જરૂરી છે. કોઈપણ નવા વિચારને વ્યવસાયમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા એટલે સ્ટાર્ટઅપ. સ્ટાર્ટઅપ એ એક કે એકથી વધુ વ્યક્તિઓનો પણ સામુહિક નવો વિચાર હોઈ શકે છે. શિક્ષણમાં સ્ટાર્ટ અપ એટલે જ્યાંથી અટક્યા હોય ત્યાંથી નવી શરુઆત કરવી તે.
તારીખ 22/03/2024 ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે સ્ટાર્ટ અપ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેના મુખ્ય મહેમાન તરીકે શ્રી આદિત્યભાઈ ભેસાણીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું સ્વાગત સંસ્થાના આચાર્યશ્રીઓ વિપુલભાઈ ટાઢાણી સાહેબ અને ડોક્ટર રીતેશભાઈ અગ્રવાલ સાહેબ તેમજ તેમજ C.B.S.E. ના આચાર્યશ્રી શશીકલા યાદવ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓએ ધોરણ 11 ના ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને C.B.S.E. ના વિદ્યાર્થીઓને બિઝનેસ સ્ટાર્ટ અપ અંગે ઊંડાણપૂર્વકની માહિતી આપેલ હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. પોતાના ભવિષ્યના બિઝનેસ અંગે પ્રશ્નોત્તરી કરી હતી અને તેમનો ઉકેલ પણ મેળવ્યો હતો. ભવિષ્યમાં ભવિષ્યમાં બાળકો દ્વારા કયા કયા પ્રકારના બિઝનેસ કરી શકાય તેમ છે તેના વિશે પણ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી અને ભવિષ્યમાં આવનાર બિઝનેસને લગતા પ્રશ્નો નિરાકરણ કઈ રીતે કરવું તેનું પણ અહીંયા ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.