હિંદ છોડો આંદોલન

       8 August 1942 નો દિવસ ભારતીય ઈતિહાસમાં સીમાચિન્હરૂપ દિવસ છે. આ દિવસે મુંબઈમાં કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું તેમાં ‘કરો યા મરો’ નો નારો આપ્યો. કોંગ્રેસે વિધિવત રીતે અંગ્રેજોને ‘હિન્દ છોડો’ નું એલાન આપ્યું. ભારત છોડો એ આઝાદીની લડતનું વધુ તીવ્ર આંદોલન હતું અને તેનાથી અંગ્રેજો સમજી ગયા કે હવે લાંબો વખત ભારતને ગુલામ રાખી શકાશે નહીં. આંદોલનની હવા વાતાવરણમાં હતી જ અને તેથી સરકારે તેને કચડી નાખવા પૂરતી તૈયારી કરી રાખેલી હતી. જેવી મુંબઈની સભા પતી કે તે જ દિવસથી એટલે કે 8 August ના દિવસથી જ ધરપકડોની શરૂઆત થઈ. 8 August ની રાત્રે કોંગ્રેસની મોટાભાગની કારોબારીના સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી. ગાંધીજીની પણ ધરપકડ થઈ. ગાંધીજીને આગખાન મહેલમાં અને કોંગ્રેસ કારોબારીના અન્ય અગત્યના નેતાઓને છૂપી રીતે અહમદનગરના કીલ્લામાં લઈ જવાયા. કોંગ્રેસ ગેરકાયદેસર સંસ્થા જાહેર થઈ.

       કોંગ્રેસ ગાંધીજીના પ્રભાવમાં આવી ત્યાર પછી પ્રથમ વખત આ આંદોલનમાં નાની મોટી હિંસા બરદાસ્ત કરી લેવાશે તેવી ગર્ભિત સહમતી હતી. બીજા વિશ્વયુદ્ધને કારણે બ્રિટિશ સરકાર દબાણમાં હતી અને ક્રાંતિકારીઑ પણ પોતાનું કાર્ય કરતા હતા. અગાઉ અસહકારના આંદોલન વખતે ચળવળના ઉચ્ચ શિખરે ચોરીચૌરાના બનાવથી ગાંધીજીએ લડત પાછી ખેંચી લીધેલી એવી શક્યતા આ વખતે નહોતી જણાતી. કોઈએ જાહેર રીતે હિંસાની તરફદારી કરી નહોતી પણ પ્રજાના માનસમાં એવું ઠસી ગયેલું કે નાની-મોટી હિંસાથી લડત બંધ રહેવાની નથી તથા હવે સ્વરાજ્ય આવી જ જવાનું છે .

       બીજી એક અગત્યની બાબત એ હતી કે આંદોલન શરૂ થતાં જ એટલે કે 8 August ના દિવસથી જ મોટા નેતાઓની ધરપકડો થતાં ટૂંક સમયમાં જ આંદોલન નેતાગીરી વિહીન બન્યું. તેની આડઅસર જે થઈ તે સાથે લડત લોકોની બની ગઈ. કોઈ નેતા કે પક્ષની દોરવણી વિના લોકોએ લડત ઉપાડી લીધી અને દાવાનળની જેમ આંદોલન સમગ્ર દેશમાં ફેલાઈ ગયું. મોટા પાયે સરકારી મિલકતો નુકશાન કરાયું, ખાસ કરીને રેલ્વે અને તાર ટપાલ ખાતાની કામગીરી અવરોધે તેવા હેતુથી પાટા ઉખાડી નાખવામાં આવ્યા. ક્યાંક હિંસા પણ થઈ. આ આંદોલનમાં દેશમાં અને કોંગ્રેસમાં બીજી હરોળની નેતાગીરી ઊભરી આવી. સ્થાનિક કક્ષાએ લોકોએ પોત-પોતાની રીતે લડત ચલાવી.

        હિંદ છોડો આંદોલન દિવસ નિમિત્તે આજરોજ ગજેરા વિદ્યાભવનમાં ડિબેટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮, ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડિબેટમાં બે ગ્રુપ પાડવામાં આવ્યા હતા: (૧) અંગ્રેજ અધિકારી અને (૨) ભારતીય ક્રાંતિકારીઓ. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું, કે આઝાદી આપવામાં માટે ભારતના ક્રાંતિકારીઓએ હિન્દ છોડો ચળવળ દ્વારા કઈ રીતે બલિદાન આપ્યું તેની ઝાંખી કરાવવામાં આવી.                                 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *