ઓઝોન ડે – ૨૦૨૪

               આપણે દર વર્ષે 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ ઉજવીએ છીએ. આ આંતરરાષ્ટ્રીય દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આજે, આ દિવસ સમગ્ર વિશ્વમાં ઓઝોન સ્તરના રક્ષણ માટે ઉજવવામાં આવે છે જે આપણી પૃથ્વીના રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. આ દિવસ આપણને બધાને ઓઝોનના વિકાસને સમૃદ્ધ અને મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે. ઓઝોન સ્તર આપણને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો થી રક્ષણ આપે છે, અને આ સ્તરને વધુ પડતા રાસાયણિક નુકસાનથી બચાવવાની જવાબદારી આપણી છે. ઓઝોન ના  સ્તરને નુકસાન કરતા પદાર્થોના વપરાશ પર નિયંત્રણ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

        પૃથ્વીની ઉપરનું જે સ્તર છે તેને વાતાવરણ કહેવામાં આવે છે આવરણની ઉપર ઓઝોનનું સ્તર આવેલું હોય છે. આ ઓઝોન સ્તર સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે.જો આ કિરણો પૃથ્વી પર પડે તો ગ્લોબલ વોર્મિંગ, તાપમાન માં ફેરફાર થવો,પ્રદૂષણનું વધવું, વનસ્પતિનો નાશ થવો, ચામડીના રોગો થવા વગેરે જેવી અનેક અસરો જોવા મળે છે.

        ઓઝોનનો નાશ કરનારા પદાર્થો જેવા કે ક્લોરોફ્લોરો કાર્બન, રેફ્રિજરેટર, એર કન્ડિશનરો વગેરે સાધનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કારણકે તેમાં ક્લોરીન હોય છે જે ઓઝોનના અવક્ષય માટે જવાબદાર છે.

       પર્યાવરણ તેમજ સજીવોના રક્ષણ માટે ઓઝોનના સ્તરમાં ઘટાડો કરતાં સાધનોનો ઉપયોગ નહિવત કરશું તેમજ પૃથ્વીનું રક્ષણ કરવું એ આપણી ફરજ સમજીને આ દિવસની ઉજવણી કરીએ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *