શરદ પૂર્ણિમા એ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તિથિ છે, જે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તેને કોજાગરી પૂર્ણિમા અથવા ‘રાસ પૂર્ણિમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને આ દિવસે પૂજા કરનારની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવીને ચાંદનીમાં રાખવાની પરંપરા છે. હિંદુ માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં અમૃત જેવા ઔષધીય ગુણ હોય છે. તેથી શરદ પૂર્ણિમાની રાત્રે ખીરને ચાંદનીમાં ખુલ્લા આકાશની નીચે રાખવામાં આવે છે, ત્યારબાદ આ ખીરને ખાવાની પરંપરા છે.
જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે અને તેને દેવી લક્ષ્મીનો પ્રસાદ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન ખીર ચઢાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે ચાંદનીમાં ખીર રાખવાનો સમય રાત્રે 8.40 વાગ્યાનો છે.
આ તહેવારને અનુરૂપ આજ રોજ ગજેરા વિધાભવન, ઉત્રાણ ખાતે ધોરણ- 3 થી 5 નાં બાળકોને શૈક્ષણિક પ્રવૃતિના ભાગ રૂપે સમૂહમાં આ પ્રવૃત્તિ કરાવવામાં આવી જેમા બાળકો એ પોતાનામાં રહેલી આવડત પ્રમાણે કળા પ્રદર્શિત કરી શિક્ષકના માર્ગદશન હેઠળ વિદ્યાર્થીઓએ માતાજીનું સુંદર ચિત્ર બનાવી ચિત્રમાં રંગ પૂરી શક્યા.
જેમા શાળાના શિક્ષકશ્રી , સુપરવાઈઝરશ્રી અને આચાર્યાશ્રી એ બાળકોની કળાને નિહાળી અને તેઓની કળાને પ્રોત્સાહન આપી બાળકોને આ પ્રવૃત્તિ અંગે શુભેચ્છા પાઠવી.