વિજ્ઞાન અને ટેક્નોલોજીએ આપણી જીવનશૈલી પર ઊંડી અસર કરી છે. ડગલે ને પગલે આપણે વિજ્ઞાનનો ઉપયોગકરીએ છીએ. વિજ્ઞાનની વિવિધ શોધોએ એવી પ્રગતિઓ લાવી છે જેણે આપણા જીવનની ગુણવત્તામાં સુધારો કર્યો છે.
જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેક્નોલોજી એટલે, માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઇ પણ ચીજવસ્તુઓનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેક્નોલોજીમાં કરી શકાય. અહિં આપણો હેતુ ઉત્પાદનની એવી પધ્ધતિઓ સાથે છે જેનાથી વસ્તુઓનું નિર્માણ થાય છે. આપણે આપણી આસપાસ નજર કરીએ છીએ ત્યારે આપણી આસપાસ જે કંઇપણ વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓનું નિર્માણ ટેક્નોલોજી દ્વારા થયું હોય છે. પ્રવર્તમાન સમયમાં રોજે-રોજ નવી-નવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ રહી છે. બજારમાં રોજે-રોજ નવા નવા મોડલનાં ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, મોટર સાઇકલ, ગાડી વગેરે ઠલવાઇ રહ્યાં છે. આ બધી વસ્તુઓથી જેમ બજાર ભરેલું પડ્યું છે તેમ, આપણું ઘર પણ આમાંની ઘણી ચીજવસ્તુઓથી ભરાઇ ગયું છે. એટલા માટે જ, આધુનિક યુગને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે.
જી.સી.આઈ.ટી., ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરત અને એમ. એન. જે. પટેલ માધ્યમિક/ઉ. મા. શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજિત વેદવ્યાસ શાળા વિકાસ સંકુલ ૫ દ્વારા ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન – ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઝડફિયા રુદ્ર, મહેતા ઓમ (સ્માર્ટ ઇરિગેશન) અને પાવસીયા ધર્મ, ડોબરીયા કપિલ (સ્માર્ટ ફાર્મ) અને શિક્ષકશ્રી અશ્વિનભાઈ વોરા દ્વારા સુંદર કૃતિ રજુ કરવામાં આવી હતી. જેમાં ‘સ્માર્ટ ફાર્મ’ પ્રોજક્ટને ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો હતો. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને ગજેરા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં સાયન્સ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે ભરપુર તકો રહેલી છે. છાત્રોએ સાયન્સથી ડરવું ન જોઈએ પરંતુ વૈજ્ઞાનિક અભિગમ કેળવીને ચોકકસપણે ઉજવળ કારકિર્દી ઘડી શકે તેમ છે. રાજકોટની સરકારી-ખાનગી કોલેજ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાયન્સનાં ઢગલાબંધ કોર્સ ચાલે છે જોકે હાલ સાયન્સને લઈ વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો અભિગમ અગાઉનાં વર્ષો કરતા થોડો અલગ જણાય છે. અલગ એટલા માટે જેમ કે વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે નકકી કરતા થયા છે કે, કઈ દિશામાં શૈક્ષણિક કારકિર્દી બનાવવા માંગે છે. વિજ્ઞાનનો અત્યારનો પ્રવાહ છે તેને જોતા દેશ અને દુનિયામાં જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે અને જે સંશોધનો થાય છે એ હિસાબે ચોકકસ કહી શકાય કે વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને સાયન્સ પ્રત્યેનો અભિગમ ખુબ જ સરળ અને સુંદર છે.
વિજ્ઞાન મેળાનું આયોજન કરવાથી વિદ્યાર્થીઓમાં છુપાયેલી વૈજ્ઞાનિક કલાઓ પ્રદર્શિત થશે અને બાળ વૈજ્ઞાનિક બનશે અને બુદ્ધિ ચાતુર્યતા ખીલશે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રૂચી કેળવાશે અને અભ્યાસ સંબંધી જ્ઞાન ભાવના વધશે તેમજ ઉત્સાહ પણ વધશે. નવી નવી ટેકનોલોજીની વિચાર સરણી વધશે અને કંઈક નવું કરવાની આત્મ પ્રેરણા મળશે.
આરોગ્યના ક્ષેત્રમાં, વૈજ્ઞાનિક શોધોને કારણે રોગોની સારવારમાં અને માનવ આયુષ્ય વધારવામાં સફળતા મળી છે. વિવિધ આવિષ્યકારો અને તકનીકોના વિકાસને કારણે નિદાન અને ઉઅપ્ચારમાં ક્રાંતિ લાવી છે. અસાધ્ય રોગોની દવાઓ અને વિવિધ રસીઓ પણ વિજ્ઞાન અને ટેક્નોલોજી ને આભારી છે. વિજ્ઞાન અને તેને આધારિત ટેક્નોલોજી ના વિકાસને કારણે સંચાર સેવામાં પરિવર્તન આવ્યું છે. જેમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોન આજના સમયની અત્યાધુનિક ટેક્નોલોજીને આભારી છે. વિશ્વના કોઈ પણ ખૂણેથી આપ કોઈ પણ વ્યક્તિ સાથે માત્ર વાતચીત જ નહિ વિડીઓ કોલ અને મિટિંગ લઇ શકો છો. માહિતીનું આધાન પ્રદાન વધતા સામાજિક અને આર્થિક ક્ષેત્રો પણ પ્રગતિની દિશામાં સતત ચાલી રહ્યા છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસના કારણે શિક્ષણનું ક્ષેત્ર પણ આધુનિક બન્યું છે. સ્માર્ટ ક્લાસ, ઓનલાઇન ટ્યુશન અને શિક્ષણ, ડિજિટલ લાઈબ્રેરી, ઓનલાઇન પરીક્ષાઓ વગેરે શક્ય અને સહજ બન્યું છે. અરે કોઈ પણ વિષય ની કોઈ પણ અભ્યાસ સામગ્રી ડિજિટલ સ્વરૂપે સેકન્ડ ના સમય માં આપણા સ્માર્ટફોનથી મળી રહે છે. વિમાન સેવાઓ, ઇલેક્ટ્રિક વાહનો અને હાઇ-સ્પીડ રેલ નેટવર્ક, બુલેટ ટ્રેનમાં પ્રગતિ સાથે પરિવહનમાં નવીનતાએ વિશ્વને વધુ સુલભ બનાવ્યું છે. દરમિયાન, અવકાશ સંશોધન પણ માનવ જ્ઞાનની સીમાઓને આગળ ધપાવવાનું અને તેને આધારે સૂર્ય, ચંદ્ર, મંગલ સુધીની આવકાશી યાત્રાઓ અને મિશન સફળ બન્યા છે.
આમ જોઈએ તો કોઈ ક્ષેત્ર સમજાવવા અને લોકોને ઉજાગર કરવા માટે મોટા-મોટા ઔદ્યોગિક પ્રદર્શનો કે જેમાં ટેકનોલોજી આધારિત મશીનરીઓના પણ પ્રદર્શનો યોજવામાં આવે છે. દેશનો અને વિશ્વનો વિકાસ હંમેશા ટેકનોલોજી પર રહેલ છે. સતત વિકાસ માટે વિદ્યાર્થી જીવનકાળમાં જ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરતા વિજ્ઞાન મોડલ, ચાર્ટ, પ્રેઝન્ટેશન વગેરે… પ્રવૃત્તિઓ કરાવવી જરૂરી છે.