વિશ્વ માટી દિવસ તંદુરસ્ત જમીનના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને માટી સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપનની હિમાયત કરવાના સાધન તરીકે દર વર્ષે 5 ડિસેમ્બરે યોજવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના લોકોમાં જમીનની અગત્યતા પ્રત્યે જાગૃતિ લાવી ખાતરની સુરક્ષા મેળવવા જળવાયુ પરિવર્તનો અટકાવવાનો અને ગરીબી હટાવી સંતુલિત વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેનાદ્વારા ટકાઉ જમીન વ્યવસ્થાપન પર ખેડૂતોની ક્ષમતા વધારવાનો છે.આ માટે બાળકોને માટી નું મહત્વ સમજાય તેથી ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં ધોરણ ૧ અને ૨ ના બાળકોને માટી માંથી વાસણ, રમકડાં, ફળો, શાકભાજી જેવી વસ્તુઓ બનાવતા શીખવ્યું.
માટીકામ એ કુંભાર દ્વારા બનાવવામાં આવેલી માટીની વસ્તુઓ છે. માટીના વાસણો જેમાંથી બનાવવામાં આવે છે તે માલસામાનને પણ અંગ્રેજીમાં પોટરી કહેવામાં આવે છે. માટીકામની મુખ્ય વિવિધતાઓમાં માટીના વાસણો, પથ્થરમાંથી બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ સમાવેશ થાય છે. માટીકામ વિશ્વની સૌથી પ્રાચીન માનવ તકનીક અને કલા-સ્વરૂપ છે અને આજે પણ તે મુખ્ય ઉદ્યોગ બની રહી છે. પુરાતત્વવિદો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વ્યાખ્યામાંથી નાની પૂતળીઓ, જેને સમાન પ્રકારની પ્રક્રિયા અને લોકો દ્વારા બનાવવામાં આવે છે પરંતુ તે વાસણ નથી કે તેને કુંભારના ચાકડા પર બનાવવામાં આવી નથી.
બાળકોએ પોતાના નાના નાના હાથ વડે આ માટીમાંથી રમકડાં પણ બનાવ્યા. જેનો ઉદ્દેશ્ય “બાળકમાં રહેલી કળાઓને ખીલવી તેમના મુખ પર ” સ્મિત” સ્થાપિત કરવાનો છે.”
“રમકડાં માત્ર મનોરંજન પૂરતા નહીં, પરંતુ બાળકોની તાર્કિક અને રચનાત્મક વિચારોની શક્તિ છે.” માટીના રમકડાંને કારણે બાળકનો ઝડપથી વિકાસ થાય છે.આ અવસ્થામાં નાનકડું બાળક દર સેકન્ડે નવું નવું શીખે છે અને મનોરંજન પામે છે.બાળકોનાં રસ, રૂચિ ,વલણોનો આ માટીકામ દ્વારા વિકાસ થાય છે.